SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ : કેળવણી ૩૧૧ અભ્યાસક્રમ છે શ્રેણીમાં ધડાયેા અને અમલમાં મૂકાયા. ૧૯૪૨ ની લડતને લીધે આ પ્રવૃત્તિની હાસ થયેા.૨૩ ગુજરાતમાં શિક્ષણ સંમેલન ઈ. સ. ૧૯૪૬ માં નાનાભાઈ ભટ્ટના પ્રમુખપદે નડિયાદમાં થયું, એણે પ્રાથમિક કેળવણી તથા પ્રૌઢ-શિક્ષણ અ ંગે મુંબઈ સરકારને ભલામણ કરેલી.૨૪ શારીરિક શિક્ષણ અંબુભાઈ પુરાણી વગેરેની પ્રેરણાથી ગુજરાતમાં ૧૯૧૩ થી ઠેકઠેકાણે વ્યાયામ શાળાઓ થઈ હતી. ૧૯૨૮ માં નડિયાદ માં ‘પ્રથમ વ્યાયામ પરિષદ' થઈ. ૧૯૩૮ માં ‘શારીરિક કેળવણી ખેડ'' સ્થપાયું. ૧૯૫૦ માં રાજપીપળામાં ‘ટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય' શરૂ કરાયું.... વ્યાવસાયિક શિક્ષણ વડોદરામાં ‘કલાભવન’ ૧૮૯૦ થી હતુ. પાટણમાં ૧૯૧૨ માં ‘આયુંવે દિક વિદ્યાલય' શરૂ થયેલું. અમદાવાદમાં ૧૯૨૧ માં ‘લૉ કૉલેજ’ શરૂ થઈ. ૧૯૨૧ માં ‘આર.સી. ટેકનિકલ સ્કૂલ' અમદાવાદમાં અને એક ‘ટેકનિકલ’ સ્કૂલ' વડોદરામાં શરૂ થઈ. એમાં વસ્ત્રવિદ્યાના ટેકનિશિયનાનુ`, સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના ડિપ્લોમાનુ તથા ઈલેકટ્રિકલ ફ્રિંટિંગ વગેરેનું વ્યવસાયી શિક્ષણ અપાતું. ૧૯૨૩ થી ૧૯૪૬ સુધીમાં આવી શાળાઓનુ પ્રમાણ વધારવા વિવિધ કમિશનાએ ભલા મણ કરેલી, પર ંતુ એને જોઈએ તેટલા વ્યાપ થયા નહિ. સુરતમાં લો ફૉલેજ' ૧૯૩૫ માં સ્થપાઈ. ૧૯૩૮ માં આણુદમાં ‘કૃષિ ગોવિદ્યા ભવન’ સ્થપાયુ, જેમાં ‘કૃષિ મહાવિદ્યાલય’ને સમાવેશ થાય છે. ૧૯૪૬ માં સરકારે પોલિટેકનિક શાળાઓ' શરૂ કરવા વિચાયું, જેની શરૂઆત ગુજરાતમાં ૧૯૫૭ માં થઈ૨૫ ૧૯૪૬ માં સુરતમાં આયુર્વેદની અને અમદાવાદમાં ઈજનેરીની કૉલેજ સ્થપાઈ. સ્ત્રી-શિક્ષણ ગુજરાતમાં સ્ત્રી-શિક્ષણનું રાષ્ટ્રિય મહત્ત્વ ઓળખનાર રમણભાઈ નીલકંઠ અને આચાય આનંદશંકર ધ્રુવ હતા. ઈ. સ. ૧૯૧૫ માં મહિષ' કવે એ સ્ત્રીઓ માટેની કોલેજ શરૂ કરી, જે પછી શ્રીમતી નાથીબાઈ ધરમશી ઠાકરસી યુનિવર્સિ*ટી' માં પરિણમી. એની શાખાએ ગુજરાતનાં ચાર નગરા-અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં સ્થપાઈ. એમાં સ્ત્રીએ અંગેના ખાસ વિષય વિકલ્પે અપાતા અને માતૃભાષામાં શિક્ષણ અપાતું. ગાંધીજીએ સ્ત્રી શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂકયો. ખેતીના સાથ ન મળે ત્યાં સુધી સમાજ કદી ઊંચે ચઢવાના નથી, ઈ. સ. ૧૯૩૭ માં પ્રાંતીય
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy