SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ આઝાદી પહેલાં અને પછી જેની અસર કેળવણીના વિકાસ પર પણ પડે છે. એમણે કહ્યું, “સમગ્ર રાષ્ટ્રનું ગુજરાત જીવન્ત રાષ્ટ્રિય અંગ બનશે અને રાષ્ટ્રિય ઉન્નતિના ભગીરથ આરંભમાં માનભર્યું સ્થાન લેશે. એમણે ગુજરાતની સ્વ-દેશીની ચળવળમાં પ્રાણ પૂર્યો અને રાષ્ટ્રિય કેળવણીને અથ આપે. ખરી રીતે તે નૂતન કેળવણીની હવા રાષ્ટ્રપિતા ગાંધીજીના પ્રવેશથી જ થઈ.૧૦ ઈ. સ. ૧૯૧૭ માં બીજી કેળવણી પરિષદ ગાંધીજીના પ્રમુખપદે ભરૂચમાં થઈ ત્યારે પ્રમુખ તરીકે એમણે ગુજરાતીમાં વ્યાખ્યાન આપ્યું અને પરિષદનું કામકાજ બીજા દિવસથી ગુજરાતીમાં જ કરીને માતૃભાષાનું ગૌરવ વધાર્યું. એમણે જણાવ્યું, “આપણી માતૃભાષાનું સાચું ગૌરવ ધરાવતા થઈ નહિ તે કદાચ આપણને સ્વરાજ મળે તે તેને સારુ આપણે લાયક થઈશું નહિ.'બીજી પરિષદમાં ઠક્કરબાપાએ ગામડાંની પ્રજા અને અંત્યજે માટે વધારે શાળાઓ સ્થાપવાને સરકારને આગ્રહ કર્યો હતો. ગુજરાતમાં કેળવણીમાં સાહિત્યમાં અને જીવનક્ષેત્રે ગાંધીયુગનાં મંડાણ શરૂ થયાં. ઈ. સ. ૧૯૧૮ માં ગુજરાતમાં “સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના ઈદુલાલ યાજ્ઞિકે અમદાવાદમાં કરી. ઈ. સ. ૧૯૨૦ સુધી ગુજરાતમાં સરકારી પાંચ કોલેજ ચાલતી હતી. આ પશ્ચાદભૂમિકામાં ગુજરાતમાં વીસમી સદીના બીજા દસકામાં કેળવણીના કેટલાક પ્રયોગ થયેલા એની ટૂંકી નેંધ લઈએ.૧૨ નૃસિંહપ્રસાદ ભટ્ટ ઈ. સ. ૧૯૧૦ માં “દક્ષિણામૂતિછાત્રાલય”. સાથે વિનયમંદિર શરૂ કર્યું. આ છાત્રાલયના ગૃહપતિ તરીકે એ ધમરત અને સેવાપરાયણ સાધુપુરુષે કોલેજના અધ્યાપકને ઊંચે હેદો છેડીને વિદ્યાર્થીઓ ભેગા રહેવાનું અને એમના જીવનમાં ઓતપ્રેત થવાનું ઉચિત ધાયું, એમને નિર્ણય સંસ્થાને તેમ જ ઉભયને લાભદાયી નીવડ્યો.૧૩ એમણે વિનયમંદિરમાં માતૃભાષા દ્વારા શિક્ષણ આપ્યું. એ સાથે ધર્મ સંગીત કળા અને ઈતર પ્રવૃત્તિઓ, જેવી કે સભાઓ મેળાવડા પ્રવાસાદિને સ્થાન આપ્યું. સંસ્થામાં સમર્થ બાળકેળવણીકાર, ગિજુભાઈ-ગિરજાશંકર જ. બધેકા, જેમને ગુજરાત “મુછાળી શિક્ષિકા' પણ કહે છે, તેમના ૧૯૨૦ થી શરૂ થયેલા પૂર્વ-પ્રાથમિક શિક્ષણના પ્રયોગને કારણે બાલમંદિર-પ્રવૃત્તિ વિકસી અને ગુજરાતમાં એના પ્રસારનું આંદોલન શરૂ થયું. એને પડધે હિંદમાં બીજે પણ પડશે. આ સંસ્થામાં આજીવન સભ્ય તરીકે રણજિતરામ મહેતાએ પણ જોડાવાને મનોરથ સેવેલ.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy