SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ આઝાદી પહેલાં અને પછી કરોડ ટન જથ્થા ધરાવે છે. બાકીનાં કડી-કલોલ ક્ષેત્ર તથા ખેડાનાં ક્ષેત્રોમાં દોઢ કરાડનુ તેલ છે. ગુજરાતમાં એકંદરે ૪૫ લાખ ટન ખનીજ તેલનું ઉત્પાદન થાય છે. ખનીજ તેલ સિવાયના ખનીજની કિમત રૂ. ૫,૭૪,૫૧,૦૦૦ થાય છે, ખાણુ-ઉદ્યોગ દ્વારા એકાદ લાખ લોકાને રાજી મળે છે. અંકલેશ્વરના તેલક્ષેત્ર દ્વારા રૂ. ૧૬૦ લાખનું ખનીજ તેલ મળ્યું હતું. ગુજરાતમાં ૧૯૫૬ ની ગણતરી પ્રમાણે ૧૩૩ લાખ ઢેર હતાં. ગુજરાતનાં થરી કાંકરેજી અને ગીર ઓલાદનાં ગાય અને બળદ વખણાય છે. જાફરાબાદી સુરતી અને મહેસાણી ભેસ વધુ દૂધ આપે છે. ૩,૦૦૦-૫,૦૦૦ રતલ દૂધ વેતર દીઠ આપે છે. પશુધનની વાર્ષિક આવક રૂ. ૯૦.૮૯ કરોડ છે. ખેતીની કુલ આવકમાં પશુપાલનના હિસ્સા ૪૦.૪ ટકા છે. ૧૮ લાખ માણસોને પૂરા કે અર્ધા સમયની રાજગારી આપે છે, પશુધનની કિંમત રૂ. ૧૫૦ કરોડ છે. મૂડીના રાકાણુ ઉપર ૩૮.૬ ટકા જેટલા નફે આપે છે. સને ૧૯૬૨ માં ફેંકટરી ઍકટ નીચે નોંધાયેલાં ૩,૯૯૪ કારખાનાં હતાં અને એમાં ૩,૭૦,૯૮૨ લોક રાકાયેલા હતા. ૧૯૫૯-૬૦ માં ગૃહ-ઉદ્યોગના ૧,૩૬,૬૫૮ એકમ હતા તે દ્વારા ૩,૩૭,૪૭૧ માસાને રાજી મળતી હતી. લઘુ ઉદ્યોગના ૩,૦૭૮ એકમો દ્વારા ૪૮,૦૩૧ લોકોને રાજી મળતી હતી. કુલ કામદારોની સંખ્યા ૭,૫૬,૪૮૪ હતી. ઉદ્યોગેામાં રોકાયેલાનુ પ્રમાણ કુલ વસ્તીના ૧૦ ટકા જેટલું થાય છે. ઉદ્યોગની દૃષ્ટિએ બંગાળ અને મહારાષ્ટ્ર પછી ગુજરાતના ક્રમ ત્રીજો છે. ગુજરાતના ઔદ્યોગિક વિકારમાં અવરેશ્વરૂપ મુખ્ય પ્રશ્ન બળતણના છે. ગુજરાતમાં કોલસા મધ્ય પ્રદેશ અને બિહારથી રેલવે-માગે' આવે છે, દરિયા—માગે કલકત્તાથી પણ ક્યારેક આવે છે. લાંબા અંતરને કારણે બળતણને ખર્ચ વધારે આવે છે. ગૅસના ભાવ રૂ. ૮૦-૧૦૦ દસ હજાર કયુબિક ફૂટ હતો તે ચારગણા થઈ ગયા છે. ગુજરાતમાં ઉકાઈ સિવાય જળ-વિદ્યુતની શકયતા નથી. ગુજરાતમાં ૧૩,૫૫૯ એકમ વીજળીથી ચાલે છે. પ્રવાહી બળતણ દ્વારા ૫,૯૬૯ એકમ ચાલે છે, જ્યારે કોલસા દ્વારા ૬,૪૯૨ એકમ ચાલે છે. વીજળી અને કોલસા માંધાં પડે છે. ગૅસ સસ્તા દરે ગુજરાતમાં ઉત્પન્ન થાય છે છતાં અપાતા નથી, આ કારણે એનું ઉત્પાદન ખર્ચ વધે છે. બીજો પ્રશ્ન લાખડ અને પોલાદ મેળવવાને છે. પીગ આયન સ્ટીલની તંગી ઇજનેરી-ઉદ્યોગને સતાવે છે. આમ મુશ્કેલી છતાં હાઈવે ઉપરના ઉમરગામથી સિદ્ધપુરના પ્રદેશમાં અને ભાવનગર રાજકોટ સુરેદ્રનગર અને જામનગરનાં શહેર નજીક ઉદ્યોગા ખૂબ ઝડપે ૧૯૬૦ પછીનાં ૨૫ વરસોમાં વિકસ્યા છે અને ૧૩,૦૦૦ કારખાનાંએ દ્વારા રાજી મેળવનારાઓની સખ્યા પણ વધી છે. ગુજરાતની ૧૫૧ જેટલી ઔદ્યોગિક વસાહતા તથા ઉદ્યોગને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy