SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ આઝાદી પહેલાં અને પછી ઉપરાંત ઍસિજન એસિટિલિન અને કાર્બન ડાયોક્સાઇડ ગૅસ બનાવવાનાં કારખાનાં છે. ગુજરાતમાં વડોદરામાં ખાતરનું કારખાનું છે. બીજા નાનાં કારખાનાં ભાવનગર વગેરે સ્થળોએ છે. અહીં એમનિયમ સલ્ફટ વગેરે નાઈટ્રોજનયુક્ત યુરિયા અને એમેનિયમ ઑફેટ ખાતર બને છે. ભાવનગરમાં સુપરફૅસ્કેટ બનાવવાનું કારખાનું છે. ગુજરાતમાં ખનીજ તેલ મળી આવતાં પેટ્રોકેમિકલ ઉદ્યોગને વિકાસ થયો છે. એનું શુદ્ધીકરણ કરવાથી વિવિધ પેટ્રોલિયમ પેદાશ મળે છે. કેયલીમાં ૪૫ લાખ ટન ફૂડ ઑઇલે શુદ્ધ કરવાનું કારખાનું છે. કાચ-ઉદ્યોગ ગુજરાતમાં કપડવંજ મેરબી અને સંતરામપુરમાં કાચની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં હતાં તેમાં વડેદરા અને વલ્લભ વિદ્યાનગરનાં કારખાનાંઓને ઉમેરો. થયું છે. અહીં આભલાં બંગડીઓ શીશીઓ, પિકળ વાસણ, પાલા, કાચની શીશીઓ, શીટ-ગ્લાસ વગેરે બને છે ઍલેખિક અને વિદ્યાનગરનાં કારખાનાં અદ્યતન સામગ્રી બનાવે છે. ઈ. સ. ૧૯૫૯ માં લઘુઉદ્યોગ નીચે બે કારખાનાં એમાં ૨૧ માણસ અને મેટાં ત્રણ કારખાનાંઓમાં ૧,૧૮૭ માણસ રોકાયેલા હતા. સુરેંદ્રનગરમાં થર્મોમીટર બનાવવાનું કારખાનું શરૂ થયું હતું. હાલ એ બંધ છે. સિમેન્ટ-ઉદ્યોગ દ્વારકા પિરબ દર રાણાવાવ સિક્કા અને સેવાલિયામાં સિમેન્ટનાં કારખાનાં છે. ચૂનાના પથ્થરોની વિપુલતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગોપનાથથી ઓખા સુધી છે. ૧૯૬૦-૬૧ માં સિમેન્ટનું ૧૦ લાખ ટન ઉત્પાદન હતું. ૧૯૫૯માં ચાર હજાર માણસોને રોજી મળતી હતી. સિમેન્ટની વસ્તુઓ બનાવવાનાં ૧૯૫૮ માં ૨૭ કારખાનાં હતા તે દ્વારા ૮૯૨ માણસોને રોજી મળતી હતી. ઈજનેરી ઉદ્યોગ આ ઉદ્યોગને વિકાસ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યંત્રો અને એના છૂટક ભાગની આયાત અટકી જતાં થયું છે. મિલનાં યત્રો વગેરેનાં ૧૯૪૭ પહેલાં ૮૦ કારખાનાં હતાં તે પૈકી ૭૫ અમદાવાદમાં હતાં. ઈજનેરી ઉદ્યોગનાં મુખ્ય મથક અમદાવાદ વડોદરા નડિયાદ સુરત નવસારી રાજકોટ ભાવનગર સુરેંદ્રનગર વગેરે છે. એકલા અમદાવાદમાં ૨૫૦ ઉપરાંત નાનામોટાં કારખાનાં છે. વડોદરામાં ૧૫, આણંદ અને નડિયાદમાં ૩૦ છે. સુરતમાં ઉદ્યોગને લગતાં યંત્ર અને રાજકોટમાં ઐઇલ એન્જિન
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy