SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ અને વિકાસ ૨૮૩ પ્રયોગ કરી હતી. ૧૯૫૬ પછી સૌરાષ્ટ્રમાં સ્થાપેલી બૅન્કને લાભ કચ્છને પણ મળ્યો છે. ૧૯૬૦ માં એની ૮૪ શાખા હતી.૭૧ આમ ખેતધિરાણ સહકારી મંડળીઓ, બિનખેત ધિરાણ સહકારી મંડળીઓ, નાગરિક સહકારી બૅન્ક, જિલ્લા મધ્યસ્થ અને રાજ્યની સહકારી બેન્ક તથા લેન્ડ માટગેજ બૅન્કો (જમીન-વિકાસ બેન્કો) ખેડૂતે વેપારીઓ કારીગરે લઘુઉદ્યોગપતિઓ પગારદાર કરે તથા સામાન્ય જનતાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આશીર્વાદરૂપ છે. ૧૦. ઔદ્યોગિક વિકાસ વીસમી સદીના પ્રથમ દસકા દરમ્યાન સ્વદેશીની ચળવળ તથા પરદેશી કાપડના બહિષ્કારને કારણે સુતરાએ કાપડના ઉદ્યોગને અમદાવાદ વડોદરા ભાવનગર નડિયાદ નવસારી કલેલ સિદ્ધપુર વગેરે કે દ્રોમાં વિકાસ થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪૧૮) અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આયા તે બંધ થતાં કાપડઉદ્યોગ ઉપરાંત દવા રસાયણ રંગ સિમેન્ટ અને માટી ઉપર આધારિત ઉદ્યોગે તેમ ડેરી ઈજનેરી વગેરે ઉદ્યોગ વિકસ્યા હતા. સને ૧૯૧૫ માં ગુજરાતમાં કુલ ૬૧ સુતરાઉ કાપડની મિલેમાં ૧૩,૩૩,૨૦૬ ત્રાક અને ૨૬,૦૩૪ સાળ હતી તે વધીને ૧૯૪૭ માં ૧૦૪ મિલેમાં ૨૮,૩૯, પર૬ ત્રાક અને ૧૭,૩૩૮ સાળ થઈ હતી. એકલા અમદાવાદમાં ૭૮ મિલ હતી. તળગુજરાતનાં અન્ય કે દ્રોમાં ૧૯૧૫ માં ૧૮ મિલ, ૩,૨૧૯૭૨ ત્રાક અને ૫,૨૬૪ સાળ હતી. ૧૯૪૬માં આ સંખ્યા વધીને ૨૬ બિલ, ૫,૧૦,૦૦૦ ત્રાક અને ૧૦૬૨૫ સાળ થઈ હતી. સૌરાષ્ટ્રમાં ૪ મિલ, ૩૫,૬૧૮ ત્રાક અને ૭૦૭ સાળ હતી. કચ્છમાં ૧૯૩૯ માં અંજારમાં એક લિ શરૂ કરાઈ હતી. આ ઉદ્યોગને જાપાન તથા માન્ચેસ્ટરની હરીફાઈને સામને કરવો પડ્યો હતે. શાહી પસંદગીની નીતિને કારણે ઇંગ્લેન્ડને લાભ મળ્યું હતું, જ્યારે જાપાનની કાપડની આયાત ઉપર ભારે જકાત લાદવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૦૬ દિવસે મિલે બંધ રહી હોવા છતાં ત્રણ પાળીઓમાં મિલે ચલાવી મિલ–માલિકેએ ભારે નફો કર્યો હતો. આ ઉદ્યોગમાં ૮૫,૦૦૦ થી વધુ લેક રોકાયેલા હતા. ૧૯૪૭ માં દેશ આઝાદ થતાં પરદેશી આયાત ઉપર અંકુશ આવ્યો હતો અને ઔદ્યોગિક નીતિમાં પણ પલટો આવ્યો હતે. કાપડની આયાત કરનાર દેશ મટીને ૧૯૪૦ પછીથી કાપડની નિકાસ કરનાર દેશ બન્યો હતે. ૧૯૫૦ માં સમગ્ર ગુજરાતમાં સુતરાઉ કાપડની ૧૦૯ મિલેમાં ૨૮,૨૬,૫૭૬ ત્રાક અને પપ,૬૪૨
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy