SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અ પર્થિક સ્થિતિ અને વિકાસ ૨૬૯ આઝાદી બાદ વીરમગામ અને ધંધુકાની જકાતબારી નષ્ટ થતાં સોરાષ્ટ્રનાં બંદોને વેપાર ખૂબ વધી ગયો. બીજા વિશ્વયુદ્ધ પહેલાં ગુજરાતમાં બંદરોએથી આઠથી નવ લાખ ટન માલની નિકાસ થતી હતી. પહેલી યોજનાના અંતે ૧૫૫-૫૬ માં ૩,૭૦,૩૧૨ ટન માલની આયાત અને ૮,૦૩,૩૫૦ ટન માલની નિકાસ થઈ હતી. પહેલી યેજના દરમ્યાન બંદરોના વિકાસ પાછળ રૂ. ૧૭૦ લાખને ખર્ચ થયો હતો. આ દરમ્યાન નવલખીમાં વેપારી નૌકાદળની તાલીમી સંસ્થા સ્થપાઈ હતી. બીજી યોજના દરમ્યાન ૧૯૬૦-૬૧ માં ૭,૬૨,૭૬ ટન માલ આયાત થશે હતો, જ્યારે ૧૬,૨૦,૭૩૪ ટન માલ નિકાસ થયો હતો. બંદરોની સુધારણા માટે રૂ. ૨૨૫ લાખની જોગવાઈ કરાઈ હતી. ભાવનગરના બંદરે પાણીની ઊંડાઈ જળવાઈ રહે એ માટે લેક-ગેટની રચના થઈ હતી. ઓખામાં ડ્રાઈ–ડક બર્થને ઉમેરે કરવામાં આવ્યું હતું. બેડીમાં ડ્રેજિંગ કરીને પાણીની ઊંડાઈ વધારાઈ હતી. વેરાવળને મત્સ્ય-બંદર તરીકે વિકસાવવાની શરૂઆત થઈ હતી. સિક્કા બંદરે રોપ-વે તથા જેટીની, સગવડ ઉમેરાઈ હતી. મગદલ્લા વલસાડ બીલીમોરા વગેરે નાનાં બંદરેમાં જેટી બાંધીને વહાણ માટે સગવડ પ્રાપ્ત થઈ હતી. સૌથી મહત્ત્વનું કાર્ય કરાંચીની ખોટ પૂરે તેવા બંદરની શોધ છે. ૧૯૪૮ માં કસ્તૂરભાઈ લાલભાઈના પ્રમુખપણ નીચે નીમવામાં આવેલા સમિતિએ ભાવનગર વેરાવળ ઓખા વગેરે બંદરોની પ્રત્યક્ષ મુલાકાત લઈને કંડલા બંદરની મેજર પટ” તરીકે પસંદગી કરી. કલા બંદરમાં કાયમ રકૂટ પાણી રહે છે. એ જમીન-રસ્ત અને રેલવે દ્વારા પાલનપુર અને અમદાવાદ સાથે જોડાયેલું છે. ૩૦ ફૂટ ડ્રાફટની સ્ટીમરે ગમે ત્યારે એના બારામાં દાખલ થઈ શકે છે. કુલ છ જેટી છે. મુક્ત વેપાર-વિસ્તાર ૨૮૩ હેકટરમાં પથરાયેલા છે. ૧૯૫૧ માં આ બંદરની આયાત ૬૬,૬૮૯ ટન અને નિકાસ ૬૪,૭૪૮ ટનની હતી. ૧૯૫૯-૬૦ માં એની આયાત-નિકાસ ૧૧,૨૩,૫૧૬ ટન હતી. અહીં ી મીઠું બોકસાઈટ લોખંડ વગેરે પરદેશ જાય છે, જ્યારે ખાતર અનાજ પેટ્રોલિયમપેદાશ ગંધક વગેરેની આયાત થાય છે. આયાતી માલનું પ્રમાણ ૮૫ ટકા છે, જ્યારે નિકાસનું પ્રમાણ ૧૫ ટકા છે. હવે મીટરગેજ અને બ્રેડ ગેજ દ્વારા પાલનપુર ભીલડી રાણી અને ઉપરાંત બ્રોડ ગેજથી પણ અમદાવાદ સાથે એ જેડાયું છે. મુક્ત વેપાર ઝોન થયા બાદ ઉદ્યોગની સ્થાપનાના કારણે એની નિકાસ વધતી રહી છે. સાથોસાથ વસ્તી ને વેપાર બંને વધ્યાં છે.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy