SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ આઝાદી પહેલાં અને પછી ઉદ્યોગના વિકાસ માટે ભારત સરકારે ૧૯૪૮ માં ઈન્ડસ્ટ્રિયલ ફાઈનાન્સ કોર્પોરેશનની રચના કરી હતી. એ મધ્યમ અને લાંબા ગાળા માટે વહાણવટું ખાણ ઉદ્યોગ વીજળી–ઉત્પાદન વગેરે વધુ મૂડીનું રોકાણ માગે તેવા ઉદ્યોગોને ધિરાણ આપે છે. ખાનગી ક્ષેત્રનું ઈન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા ૧૯૫૫ માં સ્થપાયેલ છે. એ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને કમ્પનીની અક્યામત કે બૅન્ક અને વીમા કમ્પનીની બાંયધરીને આધારે ધિરાણ આપે છે. નૈશનલ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ૧૯૫૪ માં ભારત સરકાર દ્વારા ખાનગી ક્ષેત્ર તરીકે શરૂ કરાયું છે. મેરી મૂડીનું રોકાણ કરવું પડે અથવા મૂડી રોક્વામાં મૂડીપતિઓને ભય જણાતે હોય તેવાં ઔદ્યોગિક સાહસ ભારત સરકાર પોતે શરૂ કરે છે. નવા ઉદ્યોગ માટેના પરદેશે સાથે ટેકનિકલ સહયોગ માટેના પ્રેજેકટ પણ એ હાથ ધરે છે. સૌરાષ્ટ્રમાં ૧૯૫૬ થી સહકારી તથા નાગરિક બેન્કો, ઔદ્યોગિક મંડળીઓ અને લઘુ ઉદ્યોગકારોને ટૂંક સમયમ અને લાંબા ગાળાની લેન યંત્રો ખરીદવા, વર્કશોપ બાંધવા તથા વકિગ કંપિટલ માટે “સૌરાષ્ટ્ર સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કે–પરેટિવ બૅન્ક લિમિટેડ' સંસ્થા આપે છે.૩૨ મુંબઈ રાજ્ય એ સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ભારત સરકારના ધરણે ૧લ્પર માં શરૂ કર્યું હતું. એ ઓછા દરથી ધિરાણ આપે છે. આમ ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ ધંધાદારી મંડળે અને નિગમ વેપાર તથા ઉદ્યોગનાં પ્રોત્સાહન અને વિકાસની મહત્ત્વની કામગીરીમાં ઘણે ફાળે આપે છે. ૬. બંદરો ૩૩ વીરમગામની જકાતબારી ગાંધીજીના પ્રયત્નથી ૧૯૧૭ માં દૂર થતાં સૌરાષ્ટ્રનાં બંદરને વિકાસ થયે અને દેશી રાજ્યોએ બ્રિટિશ હિંદનાં બંદર જેટલી જ સમાન જકાત લેવાનું સ્વીકાર્યું, આથી કરાંચી અને મુંબઈ સાથેની આ બંદરની હરીફાઈ ટાળવામાં આવી હતી. આમ છતાં ૧૯૨૩ માં મુંબઈના ગવર્નર લોઇડ જે" સૌરાષ્ટ્રની આયાત ઉપર પ્રતિબંધ મૂક્તાં જામનગર અને ભાવનગરે એને વિરોધ કર્યો હતો અને પ્રતિબંધ રદ કરાયા હતા, છતાં જકાતમાં વળતર આપવાની નીતિ એમણે અપનાવતાં ૧૯૧૭ માં વિરમગામ અને ધંધુકાની જકાતબારી શરૂ થઈ. ભાવનગર રાજ્યે જૂના કરાર તરફ ધ્યાન દોરીને એને બ્રિટિશ બંદર જે હક રજૂ કરી જકાતની દખલમાંથી મુક્તિ મેળવી હતી. જામનગર રાજ્યને પાંચ લાખની જકાતની આવક થાય એટલા પૂરત માલ નિકાસ કરવા છૂટ આપવામાં આવી હતી.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy