SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ આઝાદી પહેલાં અને પછી પ્રમુખ સ્તૂરભાઈ લાલભાઈ હતા. ગુજરાત વેપારી મહામ`ડળ, સરકારી ઔદ્યોગિક વસાહત, સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇકોનોમિક ઍન્ડ સોશ્યિલ રિસર્ચ, ઔદ્યોગિક માહિતી કેંદ્ર, કટનિવારણ સોસાયટી, લઘુ ઉદ્યોગ ફેડરેશન વગેરે સ્થાપવામાં એને મહત્ત્વના ફાળેા રહ્યો. રાજ્ય સરકાર અને મધ્યસ્થ સરકારની ૭૨ જેટલી સલાહકાર સમિતિએમાં એને સ્થાન અપાયુ છે. નિકાસ માટે ગુણવત્તા વગેરે અંગેનાં એ પ્રમાણપત્રો પણ આપે છે. વેપાર-ઉદ્યોગને લગતી ચર્ચાએ તેમ પરિસ ંવાદો વગેરે યા જાહેર મત કેળવે છે.૨૫ અમદાવાદ મિલ-ઉદ્યોગનુ કેંદ્ર છે. આ ઉદ્યોગના વિકાસ માટે 'અકીરા' સંસ્થા ૧૯૪૭ માં સ્થાપવામાં આવી હતી. આવી બીજી ‘ટાઈરા' નામતી સ`શાધન સંસ્થા વડોદરામાં છે. સુરતમાં રેશમી કાપડના ઉદ્યોગ મહત્ત્વના હોઈને એની સંશોધન–સંસ્થા સ્થપાઈ છે. આ ત્રણેય સંસ્થા કાપડ–ઉદ્યોગ તથા સરકારની સહાયથી ચાલે છે.૨૬ અમદાવાદમાં ઉદ્યોગને લગતાં ૩૨ મડળ છે. મિલ-મજૂરાનુ હિત સંભાળતુ. અમદાવાદ મજૂર મહાજન ગાંધીજીના આદર્શોને અનુસરીને ૧૯૨૦ થી કામ કરે છે. ૧૯૧૮, ૧૯૨૩, ૧૯૨૮ માં મિલ-મજૂરોએ હડતાળ પાડી હતી. અનસૂયાબહેન એના પ્રથમ પ્રમુખ હતાં. ૬૫ મિલોના ૧,૨૨,૦૦૦ કામદાર એની સાથે જોડાયા હતા. સુરત ભરૂચ બીલીમેરા નવસારી પેટલાદ કડી ક્લાલ સિદ્ધપુર નડિયાદ વીરમગામ વગેરે સમગ્ર ગુજરાતના મિલ-મજૂરા આ સ ંસ્થા સાથે સંકળાયેલા છે. ખાદી-ભંડારા પુસ્તકાલયા બાલમ દિરા વગેરે પ્રવૃત્તિનુ એ સચાલન કરે છે.૨૭ આ સિવાય ઈન્ટુક સમાજવાદી અને સામ્યવાદી પક્ષા સાથે જોડાયેલાં મજૂર-મંડળ પણ છે, જેનુ કા*ક્ષેત્ર અમદાવાદ ઉપરાંત ગુજરાતનાં અન્ય ઔદ્યોગિક શહેરામાં છે. અમદાવાદની માફક વડોદરામાં ‘સેન્ટ્રલ ગુજરાત ચેંમ્બર : આફકામસ ૧૯૬૦ થી અસ્તિત્વમાં આવી છે. ઉદ્યોગો તથા વેપારને લગતા પ્રશ્ન ઉપરાંત એ રેલ દુકાળ વગેરે સ ંકટના પ્રસ ંગે સહાયભૂત થવા રાહત–ફંડ તથા લોકકલ્યાણફ્રાંડનું સંચાલન કરે છે. દહેજ બંદરના વિકાસ માટેના પ્રોજેકટનુ કામ એણે હાથ ધયુ` હતુ`. વડોદરામાં ઉદ્યોગને લગતાં ચાર અને વેપારને લગતાં ૨૨ મડળ છે. ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર ચૅમ્બર ઑફ કોમસ ૧૯૪૩ માં અને જામનગરમાં નવાનગર ચૅમ્બર ઓફ કોમસ" ૧૯૩૩ માં, રાજકાટ ચેંમ્બર ઔફ કોમસ* રાજકોટમાં, ઝાલાવાડ ચૅમ્બર ઓફ કોમસસુરેદ્રનગરમાં, સોરઠ ચંમ્બર આફ કોમસ વેરાવળમાં, જૂનાગઢ ચૅમ્બર ઓફ કોમસ જૂનાગઢમાં તથા પોરબંદર ચૅમ્બર ઓફ કોમસ વગેરે અસ્તિત્વમાં આવેલ છે.૨૮ કાપડ ખાંડ દવા તમાકુ, મારતી લાકડું, જનેરી
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy