SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ આર્થિક સ્થિતિ અને વિકાસ ૨૬૧ પૂરતી એમને જમીન આપીને સંધ્યા હતા. ૬૦,૦૦૪ ગણોતિયાઓ પૈકી ૫૮,૦૦૦ ગણોતિયાઓને જમીનને કાયમી હક્ક અપાયો હતો. બારખલીદારેમાં ઇનામદાર છવાઈદાર અને ધર્માદા-ચાકરિયાત પસાયતી જમીન ધરાવનારા હતા તેમની સંખ્યા ૧૯,૨૪૮ હતી. આઠ લાખ એકર જમીનના એ માલિક હતા. ૧૯૫૧ માં બારખલી-પ્રથા રદ કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં ૪૦ લાખ એકરમાં વિદ્યારીપ્રથા હતી. બાકીની ૪૬ લાખ એકરમાં ભાગબટાઈ હતી. ૧૯૪૮ માં ૧,૭૦૦ ગામમાં સર્વે કરીને વિઘોટી નક્કી કરાઈ હતી, જ્યારે ૯૦૦ ગામમાં ૧૯૩૩૪૭ નાં વરસ દરમ્યાન થયેલ સરેરાશ આવકને લક્ષમાં લઈને વિઘેટી નક્કી થઈ હતી. ઘરખેડની જમીન ગિરાસદારોને આપીને એમને અસંતોષ દૂર કરાયું હતું, છતાં ભૂપત વગેરે બહારવટિયાઓના આશ્રયદાતા કેટલાક અસંતુષ્ટ તાલુકદારો. અને રાજવીઓ હતા. આમ ૧૯૪૯ થી ૧૯૫૪ દરમ્યાન સમગ્ર ગુજરાત માં રૈયતવારી-પદ્ધતિ ક્રમશઃ દાખલ કરાઈ હતી અને ખેડૂતોને કાયમી ત્રાસ અને ભયથી મુક્ત કરાયા હતા. ૨૦ ૪. વેપાર | ગુજરાતના લેકે વેપારમાં વધારે પ્રમાણમાં છે અને લેકેની સ્થિતિ સારી છે એવી વ્યાપક માન્યતા છે. તળ-ગુજરાતમાં ૧૯૩૧ માં ૭૬,૩૫,૭૧૫ માણસોની વસ્તી હતી તે પૈકી ૩૫,૧૦,૧૧૨ લેકે કઈ પણ પ્રકારના ધંધામાં રોકાયેલા હતા. એ પૈકી વેપાર દ્વારા રોજી મેળવનારની સંખ્યા ૧,૪૬,૧૨૮ હતી. આ પૈકી ૧,૧૩,૬૩૧ પુરુષ હતા અને ૧૫,૦૫૮ સ્ત્રી હતી. એમનાં આશ્રિત ૮ ૯૮૭ અને ૮,૪૫૧ પુરુષ અને સ્ત્રીઓ હતાં, જ્યારે વેપારને ગાણ ધંધા તરીકે સ્વીકારનારાં ૧,૧૩૬ પુરુષ અને ૭૭૨ સ્ત્રી હતાં. આ પૈકી ૧૨,૬૩૭ કાપડના વેપારમા, ૬૪,૪૧૮ અનાજના ધંધામાં, ૧૪,૮૧૮ બૅન્કમાં કામ કરનાર, ધીરધાર કરનાર વગેરે હતા. જેડા-ચામડામાં રોકાયેલા ૧,૩૨૧, ફર્નિચર-લાતીવાળા વગેરે ૧,૦૭૬, હેટેલવીશીવાળા ૭,૬૩૫, વાહનવ્યવહારમાં ૨,૯૭૭, બળતણ પેટ્રોલ વગેરે વેચનાર ૨,૭૦૧, મેજશેખની વસ્તુઓ બંગડીઓ અને પ્રસાધને વેચનાર ૨.૧૭૭ કમિશન એજન્ટ-દલાલી કરનાર વગેરે ૧,૦૫૯ તથા બાકીના પરચૂરણ ધંધામાં પડેલા ૩૫,૩૦૯ હતા. આથી સ્પષ્ટ થાય છે કે અનાજ કાપડ જેવી જીવનજરૂરિયાતની વસ્તુના વેચાણમાં લગભગ ૫૦ ટકા લેકો રોકાયેલા છે. દૂધવાળા મીઠાઈવાળા કરિયાણાવાળા વગેરેને અનાજ વેચનારની શ્રેણીમાં સમાવેશ કરાયો છે. ઇતર ધંધાઓવાળામાં ફેરિયા લારી-ગલ્લાવાળા પાનબીડીવાળા વગેરેને સમાવેશ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy