________________
૨૫૦
આઝાદી પહેલાં અને પછી
કરોડના ખર્યાં કર્યાં હતા. ભાવનગરે નવું બંદર બાંધ્યું હતું. વડોદરા રાજ્યે આખાનું નવું બંદર ૧૯૨૫ માં ખુલ્લુ મૂક્યું હતું. ૧૯૩૦-૩૬ ના ગાળામાં ભાવનગર તથા અન્ય રાજયોનાં બંદરાની નિકાસ ઉપર ભારે જકાત ન નખાઈ ત્યાંસુધી કરાંચી અને મુંબઇના વેપારમાં ઘટાડો થવાની દહેશત જાગી હતી.
૧૯૩૧ માં દરેક વસ્તુના ભાવ મંદીને કારણે નીચા ગયા હતા, પણ મજૂરીના દરમાં ખાસ ઘટાડો થયા ન હતા એટલે ખેડૂતને મેવડો માર પડયો હતા. ૧૯૩૨-૩૩ માં ઘઉંના ભાવ એક રૂપિયાના ૧૮ શેર લેખે હતા તે ૧૯૩૪-૩૫ માં ૨૨ શેર થયેલ, પણ ૧૯૩૫ થી ૧૯૪૦ દરમ્યાન ગુજરાતના કેટલાક ભાગેામાં અવાર-નવાર દુકાળ અને અછતને કારણે ભાવ વધ્યા હતા. ૧૯૩૫-૩૬ અને ૧૯૩૬-૩૭ માં ઘઉ ંના ભાવ એક રૂ. ના ૧૬ અને ૧૪ શેર થઈ ગયા હતા, તે પ્રમાણે એરડા તથા ગાળતા ભાવ પણ વધ્યા હતા. ૧૯૩૮ સુધી આ સ્થિતિ રડી હતી. મિત્ર-ઉદ્યોગની પણ સ્થિતિ સારી ન હતી. આ કારણે ૧૯૩૫ માં મિલ-મજૂરાની રાછમાં ફરી કાપ મુકાયા હતા.૭
સપ્ટેમ્બર, ૧૯૩૯ માં ખીજુ વિશ્વયુદ્ધ શરૂ થતાં સટ્ટાખોરી અને સંધરાખારીના કારણે ભાવ ખૂબ વધ્યા હતા. હિંદુ સરકારે ભાવ ઉપરના અંકુશ અને અનાજની માપબંધી દાખલ કરી હતી. કચ્છ અને સૌરાષ્ટ્રનાં રાજ્યામાંથી કાપડ તથા વપરાશી ચીજોની નિકાસ કરવા ઉપર પ્રતિબધ મૂકી ૪૦ લાખની પ્રજાને બાનમાં લીધી હતી. યુદ્ધને કારણે એખા અને એડી સિવાયનાં બંદરાના વેપાર ઘટી ગયા હતા. દાણચોરીથી સાબુ દીવાસળી ખાંડ કાપડ વગેરેની મધ્યપૂર્વના દેશામાં નિકાસ થતી હતી. ખજૂરના વાડિયામાં છુપાવી અરબ વહાણવટીઓ સોનુ લાવતા હતા. અંકુરોાને કારણે કાળાંબજાર, કાળુ નાણું, લાંચરુશવત અને સધરાખારીને પ્રાત્સાહન મળ્યું હતું. અનાજ ખાંડ કાપડ વગેરે લશ્કર માટે જતુ હતું . આ બધાં કારણોસર જીવન-જરૂરિયાતની ચીજોના ભાવ વધ્યા હતા, મજૂરી મેાંઘી થઈ હતી અને વેપારીઓ તથા મોટા ખેડૂતોને તડાકો પડયો હતો. ૧૯૪૨ ની આઝાદીની લડત દરમ્યાન અમદાવાદની મિલે ૧૦૬ દિવસ બંધ રહી હાવા છતાં તેઓએ ખૂબ નફે કર્યાં હતા. ત્રણ પાળીમાં મિલા ચલાવી હતી. પરિણામે યંત્રોને ખૂબ સારો પડયો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અનાજના ભાવ વધવાથી એનાં વાવેતર અને ઉત્પાદન વધ્યાં હતાં. આ સ્થિતિ ૧૯પર સુધી ચાલુ રહી હતી. રૂની નિકાસ બંધ થતાં એના ભાવ ઘટયા હતા તેથી એનુ તથા અન્ય શૅકડિયા પાકે તુ વાવેતર ઘટયુ હતુ.