SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ આઝાદી પહેલાં અને પછી ૭૩૬ પારસી સ્ત્રીઓમાંથી આશરે ૪૫ ટકા સ્ત્રીઓ કુંવારી હતી એ બાબત પણ નોંધપાત્ર છે. ૫૩ પારસી મૅરેજ ઍકટ અનુસાર પારસીઓમાં એકપતિ-પત્નીત્વ જ માન્ય છે. તેમનામાં વિધવા લગ્ન પર પ્રતિબંધ નથી, પરંતુ આવાં લગ્નનું પ્રમાણ નહિવત જણાય છે. પારસીઓ લગ્નને પવિત્ર બંધન માને છે છતાં તેમનામાં છૂટાછેડાની કાનૂની જોગવાઈ છે. સમગ્ર પારસી કેમની વિગત જોતાં જણાયું હતું કે ૧૯૦૧ થી ૧૯૭૬ સુધીમાં ૪૯ પુરુષો અને ૭૧ સ્ત્રીઓએ છૂટાછેડા માટે અરજી કરી હતી, જ્યારે ૧૯૩૭ થી ૧૯૪૩ દરમ્યાન ૩૯ પુરુષ અને ૭૪ સ્ત્રીઓએ છૂટાછેડા માટે અરજી કરી હતી. ૧૯૩૭ પહેલાં છૂટાછેડાની અરજી કરતાં પહેલાં પતિપત્નીએ ૭ વર્ષ સુધી જુદા રહેવાની આવશ્યકતા હતી તે ઘટાડીને ૩ વર્ષની કરવામાં આવી હતી. સ્ત્રીઓ કરતાં પુરુષોની છૂટાછેડા માટેની અરજી નામંજૂર કરવા તરફ વધારે ઝોક જણાય છે.૫૪ મોટા ભાગના પારસીઓનું કેમમાં જ લગ્ન કરવા તરફ વલણ રહ્યું છે. તેમ છતાં તેની સારી અને માઠી અસરને કેટલાક કેળવાયેલા પારસી નિર્દેશ કરે છે. પિતાના જ સમાજમાં થતાં લગ્ન અને ખાસ કરીને નજીકના સગામાં થતાં લગ્ન અંગે આસાના જણાવે છે કે પારસી સમાજને તે વિવિધ દષ્ટિએ લાભકારી છે, પરંતુ સાથે સાથે એ બાબતને પણ તે સ્વીકાર કરે છે કે વિજ્ઞાન સમજાવે છે કે “આવા ન બ્રીડીંગને પરિણામે વારસામાં મળતાં લક્ષણો-સારાં યા નરસાં વખતના વહેવા સાથે નવી ઓલાદમાં વધારે ને વધારે નજીક આવે છે. એને લઈને વશ પરંપરા મળતાં સદ્દગુણ જેમ જોવા મળે તેમ કેટલીક ખામી, નબળાઈ પણ જોવાની રહે. આપણી કમમાં ખામીવાળા અને બિનતંદુરસ્ત આસામીઓનું જે પ્રમાણ જોવામાં આવે છે તે કદાચ આ કારણને આધીન હોય.૫૫ પારસીઓમાં ઘરને વડો મુખ્યત્વે પુરુષ જ હોય છે. ફક્ત સ્વનિર્ભર વિધવા સ્ત્રી ઘરના વડા તરીકે કારભાર કરતી હોય છે. કુટુંબમાં સંયુક્ત રહેવાનું પ્રમાણ ઓછું છે. પારસીઓ વેપારઉદ્યોગમાં તેમજ કેળવાયેલી કેમ તરીકે એક આગળ પડતી કેમ હતી. રાજકારણ, જાહેર જીવન રંગભૂમિ તેમજ સાહિત્ય ક્ષેત્રે તેઓનું આગવું પ્રદાન હતું. પિતાની કોમના ઉત્કર્ષ માટે તેમના આગેવાન સતત પ્રયત્નશીલ રહેતા. આના અનુસંધાનમાં ૧૯૪૭ ના અંતમાં સુરતમાં મળેલી પ્રથમ પારસી પરિષદ ગણાવી શકાય. એમાં પિતાના સમાજની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિ વિશે વિચારણા કરી હતી. પરિષદને હેતુ વર્ણવતાં જણાવ્યું છે કે પારસી સમાજને સુસંગઠીત કરી તેને ઉન્નતિ અને પ્રગતિને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy