SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક સ્થિતિ ૨૨૫ સ્ત્રીઓની ઉચ્ચ શિક્ષણ માટેની તમન્ના અને જરૂરિયાતે સ્ત્રીશિક્ષણ માટે શિક્ષણનાં સ` ક્ષેત્રો ખુલ્લાં ર્યાં અને એમાં એમણે ઠીક ઠીક સંખ્યામાં પ્રવેશ કર્યાં. કેળવણીને પ્રસાર થતાં ભણેલા યુવકોની ભણેલી યુવતિઓ માટેની તેમજ લગ્નમાં જીવનસાથી માટે સ્વપસંદગી અને સ ંમતિની માંગ વધી. ખાળવિધવાના પ્રશ્નનું સહજ રીતે નિરાકરણ થયું, કારણ કે કેળવણીના વિકાસ સાથે લગ્નવય ઊંચી જતાં બાળલગ્ન અટકમાં, જ્ઞાતિ બહારનાં લગ્નાની ટીકા ઓછી થતી ગઈ, પરપ્રાંતીય લગ્ન પણ કેટલાંક માબાપ સ્વીકારતાં થયાં હતાં. સમાજમાં આવાં અનેક પરિવતન આવ્યાં છતાં પાટીદાર અને અનાવળા બ્રાહ્મણુ જેવી કેટલીક જ્ઞાતિમાં પરઠણુ કે વાંકડાની પ્રથા ચાલુ હતી, એટલુ જ નહિ, ધન તથા કેળવણીના વધવા સાથે તે વિશેષ ફૂલીફાલી. કુળવાન અને સુખી ઘરના ઉચ્ચ કેળવણી પામેલા પુત્ર માટે વરપક્ષ કન્યાના પિતા પાસે મોટી રકમની માગણી કરતાં અચકાતા નહિ. કદાચ એનું થેાડુ' સ્વરૂપ બદલાયું હતું. ખાસ કરીને ચરોતરના જુદા જુદા ગાળનાં પાટીદાર કુટુ ખેામાં આ જાતની લેવડદેવડે માઝા મૂકી હતી. પહેલાં જે વરની કિંમત થાડા હજારામાં અ ંકાતી તે શિક્ષણ માટે પરદેશ જવાના ખ' સુધી પહેાંચી હતી. લગ્નના ખર્ચ'માં પણ ત્રણ દિવસ જાન રાખવાના રિવાજમાંથી એક દિવસના જમણ, નાસ્તો તથા લગ્નના ભભકાને બદલે સંમેલન દ્વારા ઠરાવા કરીને ધણી જ્ઞાતિઓમાં સાદાઈ ના હેતુથી લૌકિ અને ખર્ચાળ રિવાજો ઉપર કાપ મૂકવામાં આવ્યા હતા. આ સ`ની અવગણના કરીને, દંડ ભરીને પણ કેટલાક પૈસાદાર લોકો લગ્ન પાછળ અઢળક પૈસા ખર્ચીતા, સ્વાગત સમાર ંભના ભભકા, જમણવાર, મંડપોનાં સુશાભના તથા લાàા દ્વારા કેટલીક વખત ધનનાં વરવાં પ્રશન થતાં. કેટલીક વખત દેખાદેખીએ અન્ય સાધારણ જ્ઞાતિજના એમનુ અનુકરણ કરતા અને દેવાના ખાડામાં ઊતરતાં, ખીજી બાજુ સરકારી નિયમન અને ગાંધીજીની અસરથી સમાજમાં સાદાઈથી લગ્ન કરવાની હવા ઊભી થઈ, પરંતુ આવાં લગ્ન પ્રમાણમાં ઓછાં થતાં, જો કે સમાજ એમની ટીકા કરતા નહિ એ એક મહત્ત્વની સિદ્ધિ ગણાય. ગ્રામીણ સમાજમાં રૂઢિચુસ્ત તથા મધ્યમ અને પછાત જ્ઞાતિમાં પ્રેતભાજન તથા કાણના રિવાજ ચાલુ હતા. બાળલગ્ન-પ્રતિબંધ ધારા' હોવા છતાં ખાળલગ્ન પણ થતાં. પછાત અને ગરીબ વર્ગની સ્ત્રીએ સ્વાશ્રયી હોવાથી તેમજ એમનામાં પુનલ`ગ્નના રિવાજ હોવાથી વિધવાઓના પ્રશ્ન ગભીર સ્વરૂપે ન હતા, પરંતુ જે જ્ઞાતિએમાં સાટા કે તેખડાંની પ્રથા હતી ત્યાં કન્યાની અછતને લીધે એ પ્રથા વોઓછે અંશે ચાલુ રહી અને જોડાં તેમજ વૃદ્ઘલગ્ન પણ ચાલુ - ૧૫
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy