SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક સ્થિતિ ૨૨૧ ગુજરાતના હિંદુઓ આમાંથી મુક્ત હેવા માટે કોઈ કારણ નથી. ૧૯૩૧ ના વસ્તી–ગણતરીના હેવાલ અનુસાર પાંચથી પંદર વર્ષના વયજૂથમાં દર હજારે ૨૨૨ પરિણીત હિંદુઓમાંથી ૫૯ અક્ષરજ્ઞાન પામેલા, જ્યારે મુસલમાનમાં ૧૦૯ પરિણીત અને ૪ર અક્ષરજ્ઞાન પામેલા, જૈનમાં ૧૬૫ પરિણત અને ૨૨ અક્ષરજ્ઞાન પામેલા અને ખ્રિસ્તીઓમાં ૧૧૦ પરિણીત અને ૨૩૬ અક્ષરજ્ઞાન પામેલા જણાય છે. ૨. આમ હિંદુઓમાં દર હજારે પરિણીતાની સંખ્યા સૌથી વધારે છે અને શિક્ષિતોની સંખ્યા મુસલમાન કરતાં થોડીક જ વધારે છે. હિંદુ સ્ત્રી માટે તે નાની ઉંમરે લગ્ન કરવાની શાસ્ત્રાણા હોવાથી તથા કેટલાંક સામાજિક કારણોને લીધે બાળલગ્નને ભેગ સ્ત્રીઓ જ વધારે બને અને એમને જ વધારે શેષવું પડે એ સ્વાભાવિક હતું. વડેદરા રાજ્ય કેળવણી તેમજ અન્ય સુધારા કરવામાં મોખરે હતું, એમ છતાં ત્યાં પણ દર હજારે પરણેલાં છોકરા-છોકરીઓના ૧૯૩૧ ના આંકડા તપાસતાં ૫ થી ૧૦ વર્ષના વયજૂથમાં ૭૯ છોકરા અને ૧૯૮ છોકરી તથા ૧૦ થી ૧૫ વર્ષની વયજૂથમાં ૧૮૨ છોકરા અને ૪૧૨ કરી જણાય છે. વડેદરા રાજ્ય ૧૯૦૪ માં બાળલગ્ન-પ્રતિબંધ ધારે' લાગુ પાડ્યો હતે અને ૧૯૨૮ માં એમાં સુધારો કરીને આઠ વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિનાં લગ્ન ફોક ગણવામાં આવતાં હતાં, એમ છતાં રૂઢિના પ્રાબલ્ય અને લેકેના અજ્ઞાનને લીધે બાળલગ્ન ચાલુ રહ્યાં.૩૧ - બ્રિટિશ ગુજરાતમાં ૧૯૩૦ એપ્રિલમાં ‘શારડા ઍકટ' અમલમાં આવ્યો તે અનુસાર ૧૪ વર્ષથી નીચેની છોકરી અને ૧૮ વર્ષથી નીચેના છોકરાનાં લગ્નને ગુને ગણવામાં આવ્યો અને કાયદામાં દંડ તથા જેલની સજાની જોગવાઈ કરવામાં આવી. કાયદો છ મહિના પહેલાં પસાર (૧૯૨૯ સપ્ટેમ્બરમાં) કરવામાં આવ્યું હતું એને લાભ લઈને આ છ મહિનાના ગાળામાં સામાન્ય સમય કરતાં પણ સવિશેષ બાળલગ્ન થયાં. ખાસ કરીને આની સવિશેષ વિપરીત અસર સ્ત્રીઓ પર થઈ૩૧ બાળલગ્નથી સ્ત્રીની કેળવણીમાં તે વિક્ષેપ પડતે જ, પરંતુ એની સાથે એને અન્ય વિકાસ પણ અટકી જ. કેટલીક વખત તે નાની ઉંમરે માતૃત્વ અને બાલવૈધવ્યને ભય રહેતો. સમય જતાં બાળલગ્ન સ્ત્રીકેળવણીના વિકાસ સાથે કેળવાયેલા વર્ગમાંથી સદંતર નાશ પામાં અને એની અસર ગ્રામવિસ્તારમાં પણ ધીરે ધીરે પહોંચી.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy