SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક સ્થિતિ ૨૧૭ હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી. ઠકકરબાપા એના મંત્રી હતા. સંઘને મુખ્ય ઉદ્દેશ હરિજનનું નૈતિક સામાજિક અને આર્થિક કલ્યાણ સાધ વાને અને અન્ય સવર્ણોની સમકક્ષ એમને દરજજે સ્થપાય તેવા પ્રયત્ન કરવાને હતું. આ ઉપરાંત હરિજન સેવક સંઘની પ્રવૃત્તિ તેમ પ્રચારકાર્ય માટે “હરિજનબંધું મુખપત્રની ગુજરાતી આવૃત્તિ શરૂ થઈ. આમ છતાં ગાંધીજીને સતત લાગ્યા કરતું હતું કે હરિજનો અંગેનું કાર્ય ઉપરછલ્લું છે. હરિજનોના ઉત્કર્ષને પ્રશ્ન ઘણો વિટ અને જટિલ છે સમાજ-પરિવર્તન અને લેકમાનસ-પરિવર્તન માટે એમણે આત્મશુદ્ધિની જરૂર જોઈ જે એમણે ઉપવાસ દ્વારા સિદ્ધ કરવાને પ્રયત્ન કર્યો. વ્યક્તિગત સત્યાગ્રહ વખતે એમણે અમદાવાદનો આશ્રમ હરિજન સેવક સંઘને સેપે, જે “હરિજન આશ્રમ' તરીકે જાણીતું થયું. ૧૯૩૭ માં કોંગ્રેસ પ્રધાનમંડળે હરિજનના હિતાર્થે કેટલાક કાયદા કર્યા, એમ છતાં ગાંધીજીના વખતોવખતના ઉપવાસની પણ લેકમાનસ ઉપર વ્યાપક અસર પડી આ સવ પ્રવૃત્તિઓના ફલસ્વરૂપે સ્વતંત્ર ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાને ગેરકાયદેસર અને ગુનાહિત જાહેર કરી છે. દલિત વર્ગો કે જે “અનુસૂચિત જાતિ તરીકે ઓળખાવા લાગ્યા હતા તેમને માટે સંવિધાનમાં સવિશેષ જોગવાઈ કરવામાં આવી. એ અનુસાર એમને તથા અનુસૂચિત જનજાતિઓને શિક્ષણ તથા વ્યવસાયમાં સવલતે તેમજ કેટલાક વિશિષ્ટ લાભ અને હકકોનું પ્રદાન કરવામાં આવ્યું. ગુજરાતમાં શિક્ષક્ષેત્રો એમનામાંથી કેટલીક કેમે સારી પ્રગતિ કરી શકી, પરંતુ એમની અંદર પણ ઉચ્ચનીચના ભેદ તથા છૂતાછૂત હોવાથી બધી જ પેટાજ્ઞાતિઓ સમાન રીતે પ્રગતિ કરી શકી નથી. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી હરિજનો માટે અનેક સરકારી કલ્યાણ યોજનાઓ આવી કે જેણે શિક્ષણ રહેઠાણ કરી તેમાં અનામત બેઠક તથા અન્ય બાબતોમાં સુવિધા પૂરી પાડી, એમ છતાં એમના સમાજમાં સેંધપાત્ર ફેરફાર આવી શક્યો નહિ, શહેરમાં રહેતા કેટલાક શિક્ષિત હરિજને અન્ય ભદ્રસમાજ સાથે ભળી જવાના હેતુથી પોતાના સમાજ સાથે વહેવાર કાપી નાખતા અથવા ટાળતા અને પિતાના સમાજના ઉત્કર્ષ માટે કામ કરતા નહિ. મોટા ભાગના ગ્રામવિસ્તારના હરિજને પછાત અને ગરીબ હોવાથી એમના હક્કો અંગે કાં તે અજાણ હતા અથવા તે એનું પાલન કરાવવા માટે લાચાર હતા. એમનામાંના ઘણે દારૂ તથા જુગાર જેવી બદીઓમાં ફસાયેલા હતા તથા રિવાજની પકડને કારણે સામાજિક પ્રસંગોએ ગજા ઉપરાંતનું ખર્ચ કરતા હોવાથી દેવાદાર હતા. ૧૯૫૫ માં અસ્પૃશ્યતાનિવારણ ધારો પસાર કરવામાં આવ્યો હોવા છતાં એના અમલમાં
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy