SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ આઝાદી પહેલાં અને પછી ઠરાવ થયા હતા, એમ છતાં સવર્ણો સાથે પ્રીતિભોજનની શરૂઆત કરી શકાઈ ન હતી. આ બધી પ્રવૃત્તિઓને કારણે સૌરાષ્ટ્રમાં એકંદરે થોડીક જાગૃતિ આવી હતી, પરંતુ આ તે પાશેરામાં પહેલી પૂણી હતી. સૌરાષ્ટ્રમાં કેટલાક પ્રગતિશીલ રાજવીઓએ અંત્યેજોના વિકાસ માટે પ્રવૃત્તિઓ આદરી હતી, જેમાં મુખ્યત્વે કેળવણી, જાહેર સ્થાનના વપરાશની છૂટ, મંદિર પ્રવેશ વગેરેનો સમાવેશ થત હતે. ખાસ કરીને ભાવનગર તથા ગંડળનાં રાજ્યએ હરિજનશિક્ષણમાં સારો રસ લીધે હતા. આગળ પડતાં એવાં કેટલાંક દેશી રાજ્યોને બાદ કરતાં અસ્પૃશ્યની પરિસ્થિતિ હજી શોચનીય હતી. “આ એ જમાનો હતો કે જ્યારે અસ્પૃશ્ય ઉજળિયાતના લત્તાઓમાં છૂટથી પ્રવેશ કરી શક્તા નહિ. એઓને હવાડામાંથી પાણી ભરવું પડતું. સારાં કપડાં પહેરી ન શકતા. માથું ઉઘાડું રાખી ન શક્તા, ઘોડા પર બેસી ન શકતા, બૅન્ડ વાજાં વગાડી ન શક્તા. શાળામાં પ્રવેશ ન મળત. ડોક્ટરો એમને તપાસતા નહિ, કમ્પાઉન્ડર ઊંચેથી શીશીમાં દવા રેડી આપતે. દવા પણ સૌથી છેલ્લે મળે. દરછ માપ લીધા વગર જ એમનાં કપડાં સીવે. બેબી એમનાં કપડાં ધુએ નહિ. વાળંદ વાળ ન કાપી આપે. જાતે જ વાળ કાપવા પડે. વળી ઐફિસેમાં નેકરી મળે નહિ.”૧૭ ગાંધીજી અને દલિતોદ્ધારની પ્રવૃત્તિ ૧૯૧૭ માં અખિલ ભારતીય કોંગ્રેસે એના અધિવેશનમાં અસ્પૃશ્યતા દૂર કરવાને આદેશાત્મક ઠરાવ પસાર કર્યો. ૧૯૧૯ થી ગાંધીજીએ આ અસ્પૃરયતાનિવારણની પ્રવૃત્તિને કેંગ્રેસના પિતાના કાર્યક્રમના એક ભાગ તરીકે સ્વીકારી. - અસ્પૃશ્ય તરફની ધૃણા ઓછી કરવા સૌ-પ્રથમ તે ગાંધીજીએ એમને હરિજન” કરીને સ્થાપ્યા, પરંતુ નામ બદલવાથી સવર્ણોની એમના તરફની સૂગ ઘટી નહિ. એમના ગંદા વ્યવસાયે અને ગંદી ટેવને કારણે એઓ અછૂત છે' એમ ઘણા લેકેનું કહેવું હતું. આ સૂગ અને માન્યતામાં પરિવર્તન લાવવા ગાંધીજી આશ્રમના અંતવાસીઓ પાસે આ કામ કરાવતા. એઓ પોતે એવું માનતા હતા કે પ્રત્યેક વ્યક્તિ પોતાને વ્યવસાય કરે એનાથી ઉચ્ચ કે નીચ બની જતી નથી. વણકર હોય તે વણે અને મોચી કે ચમાર માટે ચામડાં સાફ કરવાનું રહે. ભંગી પાયખાનાં સાફ કરે તેમ અન્ય સફાઈનું કામ કરે, એમ છતાંય એમને અછૂત ગણવામાં ન આવે ત્યારે અસ્પૃશ્યતા નાબૂદ થઈ એમ ગણાય. ૮
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy