SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી અંત્યજોના ઉત્કર્ષ માટેની મુખ્ય બાબતેામાં પીવાના પાણીની સુવિધા, જાહેર સ્થળામાં સમાન રીતે ભાગવટા, મત આપવાના અધિકાર, ધારાસભામાં પ્રતિનિધિત્વ, લાયક વ્યક્તિને સરકારી નાકરી, આર્થિક વિકાસ માટેની યોજના અને સહકારી મંડળીઓ દ્વારા એએનુ શોષણ અટકાવવાની પ્રવૃત્તિએ મુખ્ય હ.તાં. ૧૯૩૧ માં અંત્યજ કામા માટે ૧૩૨૪ કૂવા, જેએમાંના ૧૧૦૩ ઢેઢ માટે અને ૨૨૧ ભંગીઓ માટે હતા. એ ઉપરાંત રાજ્યે બંધાવેલાં કૂવા ચારા અને તળાવા અસ્પૃશ્યો માટે ખુલ્લાં રાખવાં અને જે સવર્ણાને એ અંગે વાંધો હોય તેમણે ગામલોકોના ખચે અસ્પૃશ્યો માટે અલગ વ્યવસ્થા કરી આપવી એવું ફરમાન હતું. એવી જ રીતે ૧૯૩૦ માં શહેરસુધરાઇમાં તથા ગ્રામ૫ચાયતમાં અસ્પૃશ્યોને પ્રતિનિધિત્વ આપવાના સયાજીરાવે આદેશ આપ્યા હતા. રાજ્યની ધારાસભામાં પણ એમનુ` પ્રતિનિધિત્વ રહે એ જોવામાં આવતું. એએના આર્થિક ઉત્કર્ષ માટે પર પરાગત ધધામાં વિકાસ સાધવા માટે ૧૯૩૧ માં ચામડાં કેળવનાર નિષ્ણાત દ્વારા સુધારેલી ઢબથી ચામડાં કેળવવાનું કામ શિખવાડવા માટે રાજ્યમાં એ જગાએ કેદ્ર સ્થાપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ધધાની અનુકૂળતા માટે કાચા માલ અને એજારે ખરીદવા વ્યક્તિ દીઠ વગર વ્યાજે રૂા. ૨૦૦ ધીરવાની જોગવાઈ કરવામાં આવી હતી. મોટાં શહેરોમાં સુધરાઈના ભંગીઓ માટે તથા અન્ય વ્યવસાયેામાં રોકાયેલા અત્યજો માટે પણ સહકારી મંડળીઓ સ્થાપવામાં આવી હતી. ૧૯૩૮-૩૯ માં ઢેઢ અને ચમારાની મળીને કુલ ૧૩૬૨ સભ્યાવાળી ૭૨ સહકારી મ`ડળી હતી. વણાટ અને ચમ’-ઉદ્યોગ ઉપરાંત આર્થિક વિકાસ માટે વડોદરા રાજ્યમાં અન્ય પ્રવૃત્તિએ વિકસાવાઈ હતી, જેમાં મુખ્યત્વે કૃષિકાય કેંદ્રોમાં ખેતીવિષયક સુધારા, કાંતણ ભરતગૂ ંથણ સીવ અને ઘીનું વેચાણ જેવા લઘુ ઉદ્યોગો તથા ઢાર-ઉછેર, એલાદની સુધારણા જેવી બાબતેામાં અંત્યજોને માર્ગદર્શન આપવામાં આવતું હતું. ૨૧૨ વડોદરા રાજ્ય અત્યંજો તરફના જાહેર વ્યવહારમાં એક પગલું આગળ હતું. તા. ૧૨-૭-૧૯૩૮ ના રોજ આજ્ઞાપત્રિકા દ્વારા રાજ્યે જાહેર કર્યું કે સ્થાનિક સંસ્થાનાં બધાં જ જાહેર મકાને-કૂવા-તળાવે અન્ય હિંદુજ્ઞાતિઓની જેમ અંત્યજોને વાપરવાના હક્ક છે અને એમાં અડચણ કરતી પ્રવૃત્તિ કરનાર સામે સરકાર પગલાં લેશે. ૧૯૩૨ માં રાજ્યનાં સવ" મ ંદિર હરિજને માટે દર્શન અને पूग्न અર્થે ખુલ્લાં મૂકવામાં આવ્યાં. એમના સામાજિક અને ધાર્મિ ક પ્રતિબંધ દૂર કરવા ૧૯૩૮ માં ‘સામાજિક અસમથ་તાનિવારણાનિત ધ' અમલી બનાવાયો. ટૂંકમાં, સયાજીરાવે હરિજનાના ઉત્કષ" માટે ધારી કેડી પાડી.૧૫
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy