SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ રાજયત ત્ર ૧૭૩ ઍકેટ મુજબ યુનિવર્સિટીની કાર્યવાહીમાં ઉચ્ચ શિક્ષણમાં માર્ગદર્શન આપવાનું અને કેલેજો ઉપર નિરીક્ષણ કરવાનું હતું. સેકન્ડરી કેળવણીમાં સાત ઘેરણ હતાં, જેમાં પ્રથમ ત્રણને બાદ કરતાં અંગ્રેજી એ કેળવણીનું માધ્યમ હતું. પ્રાથમિક શાળાઓ બે પ્રકારની હતી : એક પ્રકારમાં સંપૂર્ણ વર્નાક્યુલર શાળાઓમાં સાત ધોરણ સુધીને અને બીજા પ્રકારમાં પાંચ સાદાં ધોરણે માટે અભ્યાસક્રમ હતા. શિક્ષકોને તાલીમ આપવા માટે સરકાર ટ્રેનિંગ કોલેજ નિભાવતી, જેમાં ત્રણ વર્ષોને અભ્યાસક્રમ હતો. ' મેડિકલ ડિપાર્ટમેન્ટ ઉપર સજન–જનરલનો કાબૂ હતું અને સેનિટેશનને હવાલે સેનિટરી કમિશનરના હાથમાં હતું. દરેક ડિસ્ટ્રિકટના વડા મથકમાં રહેતા સિવિલ સર્જનને તે તે જિલ્લાના દવા સંબધી કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે સેનિટેશનનું કાર્ય ડયુટી-કમિશનરને સંપવામાં આવ્યું હતું જિલ્લાઓ (ડિસ્ટ્રિક્ટો) અમદાવાદ જિલ્લે આ જિલ્લાનું ક્ષેત્રફળ ૯,૮૮૩.૪૪ ચોરસ કિલોમીટર (૩,૮૧૬ ચો. મા.) હતું. વહીવટીતંત્રની દૃષ્ટિએ અમદાવાદનું છ તાલુકાઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું : દસક્રોઈ સાણંદ વીરમગામ ધોળકા ધંધુકા અને પ્રાંતીજ. ઘોઘાને ધંધુકા તાલુકામાં અને મોડાસાને પ્રાંતીજ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એના ઉપર નિરીક્ષણ કરવાનું કાર્ય કલેકટર, એના બે મદદનીશે અને ડેપ્યુટી કલેકટરને સોંપવામાં આવ્યું હતું. દીવાની અને ફોજદારી ન્યાય માટે ડિસ્ટ્રિકટ અને સેશન્સ જજ હતા. અમદાવાદ સિટીને માટે એક સિટી-મૅજિસ્ટ્રેટ નીમવામાં આવ્યો હતો. જમીન-મહેસૂલના વહીવટીતંત્રની દૃષ્ટિએ અમદાવાદ જિલ્લાની વિશિષ્ટતા એ હતી કે એમાં તાલુકાને એક વિશાળ વર્ગ હતે. ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ડિસ્ટ્રિકટ પોલીસ ઉપર કાબૂ ધરાવતે અને એને મદદ કરવા માટે બે આસિસ્ટન્ટ હતા. ૧૮ પોલીસ-સ્ટેશન અને ૩૩ આઉટ-પિસ્ટ હતી. અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ૯૨૯ કેદીઓની વ્યવસ્થા હતી અને સમગ્ર . જિલ્લામાં સબસિડિયરી જેલ અને ૧૫ લેક-અપ હતાં.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy