SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ આઝાદી પહેલાં અને પછી હતી. ૧૯૫૬ પહેલાં તે સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું અને કચ્છ કેદ્રીય શાસન હેઠળ હતું. “અ” “બ” “ક” વર્ગનાં રાજ્યની રચના વ્યવસ્થાની દૃષ્ટિએ પણ બહુ પ્રભાવી નહોતી એટલે ૧૯૫૬ માં ભાષાકીય ધોરણે રાજ્યરચના કરવામાં આવી. ભાષાના ધોરણે રાજ્યની કરાયેલી રચનાઓ આજે પણ એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. એક વર્ગ એમ માને છે કે એનાથી જે તે ભાષા બોલનારા એ પ્રદેશના લેકેની અસ્મિતાને પ્રોત્સાહન મળે છે, તે એવી માન્યતા ધરાવતા રાજકીય અભ્યાસીઓ પણ છે કે ભાષાવાર રાજ્યરચના એકતા અને એકાત્મતાને ખંડિત કરનારી મેટી રાજકીય ભૂલ હતી, જેમાંથી પાછા ફરવું મુશ્કેલ બની ગયું છે અને રાજ્ય રાજ્ય વચ્ચેના સંઘર્ષ વધ્યા છે. આમ છતાં ૧૯૫૬ માં જે નિર્ણય લેવાય તે પ્રમાણે રાજ્ય-વિધાનસભા અને રાજ્ય-કાઉન્સિલ અસ્તિત્વમાં આવી. દ્વિભાષી મુંબઈમાં ૩૯૭ સદસ્ય વિધાનસભામાં હતા અને ૧૦૮ સભ્ય કાઉન્સિલના હતા. પ્રશાસનિક રાજધાની ગુજરાતમાં પાટનગર તરીકે અમદાવાદ પ્રજાજીવનમાં સ્થાયી થઈ ગયું હતું, પણ પ્રશાસનિક દષ્ટિએ નવા પાટનગરની આવશ્યક્તા હતી. ગુજરાત રાજ્યની રચના વેળાએ એ નિર્ણય લેવાયો અને અમદાવાદથી ૨૫ કિલોમીટર દૂર રાજધાની માટેની વિશાળ યોજના ઘડી કાઢવામાં આવી. રાજધાનીની વસાહત શરૂ થઈ ત્યાં સુધી વિધાનસભા, ધારાસભ્યોનાં નિવાસસ્થાન, સચિવાલય વગેરે અમદાવાદમાં જ રહ્યાં. અંતે “ગાંધીનગર રચાયું અને સ્વતંત્રતા પછીના ગુજરાત પ્રદેશને એક નવું પાટનગર પ્રાપ્ત થયું. સ્વાતંત્ર્યોત્તર મથામણનાં વર્ષ આમ ભારતીય સ્વાતંત્ર્યના પ્રારંભથી ૧૯૬૦ સુધીને ગાળે ગુજરાતને માટે રાજકીય-આર્થિક-સામાજિક દષ્ટિએ નિર્ણાયક રહ્યો. તંત્રની પ્રક્રિયામાંથી પસાર થતાં થતાં એને લેક–આંદોલન પણ કરવાં પડવાં. શિક્ષણ રાજનીતિ પ્રશાસન સાહિત્ય કળા ઉદ્યોગ વેપાર વાણિજ્ય એમ સર્વત્ર એક યા બીજી રીતે આ સમય દરમ્યાનની પરિસ્થિતિએ એકબીજાને વ્યાપક અસર કરી. અખબારેએ વ્યવસાય અને સાર્વજનિક જીવનની સમસ્યાઓનું સંતુલન સાધીને પ્રજામતનુ - ઘડતર કર્યું. ઈતિહાસ-પરિષદ, કેળવણ-પરિષદ અને સાહિત્ય પરિષદ, સાહિત્યસભા વગેરેનાં સંમેલન-અધિવેશન સાંસ્કૃતિક ગુજરાતને સંકેત આપતાં હતાં. પ્રજામાનસનું કાઠું ઘડાયું. અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ સીમા પરના સંઘર્ષને પ્રજાએ સામનો કર્યો.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy