SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ''૧૫૮ આઝાદી પહેલાં અને પછી એવી હતી કે પંચે વિગતેમાં ઊતરવાને બદલે સિદ્ધાંતમાં ઊતરવું જોઈએ, અત્યારનું મુંબઈ રાજ્ય જ યોગ્ય છે અને એ ચાલુ રહે એ ઉચિત છે, પણ જો વિભાજન નક્કી કરવામાં આવે તે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્ય થવાં જોઈએ સરહદ વિસ્તારનાં કેટલાંક સ્થાન ગુજરાતમાં કેમ હોઈ શકે એની દલીલ પણ પ્રસ્તુત કરાઈ - આ આવેદનને એક અંશ એ પણ હતું કે ગુજરાત રાજ્ય રચાય તે એમાં આગળ “મહા” બૃહદુ’ કે ‘વિશાળ જેવા શબ્દોની જરૂરત નથી, આવા શબ્દ અનિરછનીય મનોદશા પેદા કરશે.' ૧૦ મી જાન્યુઆરી, ૧૯૫૫ ના રાજ્યપુનર્રચના પંચને અહેવાલ જાહેર થયે તેમાં સૂચવ્યા પ્રમાણે” (૧) મુંબઈ રાજયમાંથી કર્ણાટકને ભાગ માત્ર કાઢી નાખીને મરાઠાવાડ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર ભેળવીને મુંબઈ રાજ્યની રચના કરવી અને (૨) વિદર્ભનું અલગ રાજ્ય રચવું. આ બે મુખ્ય બાબત હતી. ગુજરાતમાં આ અહેવાલની તીવ્ર પ્રતિક્રિયા થાય એ સ્વાભાવિક હતું. રાજ્યપુનર્રચનાના આધાર શા હતા એ સમજવાની જરૂરિયાતને ખ્યાલ રાખ્યા વિના જ આ નિર્ણય લેવાયો હોય એવું લોકોને લાગ્યું. કોંગ્રેસનું શાસન કેંદ્રમાં અને રાજ્યમાં હજુ વિરોધી પડકારની અસર હેઠળ નહોતું એટલે “અનુશાસન'ના નામે ચલાવી લેવાશે એવી માન્યતા કેંદ્રમાં પ્રવર્તતી હતી. એવામાં ૧૩-૧૪મીએ મળેલી રાષ્ટ્રિય કારોબારીએ તેથી જ એવો ઠરાવ કર્યો કે હમણાં કોંગ્રેસીજને કેઈ આંદોલનાત્મક વલણ અપનાવે નહિ. પણ મહારાષ્ટ્ર પ્રદેશ કેગ્રેસ સમિતિએ પ્રથમ વિધ ધાવી દીધો. વડા પ્રધાને બધાને હૈયાધારણ આપી કે આપણે સલાહસૂચન લીધા પછી જ અહેવાલને અનુસરીશું. મહારાષ્ટ્ર કે ગ્રેસે પિતાના અવાજને સબળ બનાવવા દ્વિભાષી વિરોધી સંધનાં પરિબળોને સહગ લીધે. - ગુજરાત કેંગ્રેસે ૨૫મી ઓક્ટોબર, ૧૯૫૫ ના દિવસે મહેમદાવાદમાં સભા બેલાવી. અભિપ્રાયોમાં તીવ્રતા હતી. છેવટે એક ઠરાવ પસાર કરાવે તેમાં જણાવાયું કે મહારાષ્ટ્ર પ્રદેશ સમિતિએ એના છેલ્લા ઠરાવમાં પિતાની બહુમતીને વધુ પ્રબળ બનાવવા માટે સૂચિત મુંબઈ રાજ્યમાં વિદર્ભને મૂકવાની માગણી કરી છે અને વધારામાં મુંબઈ શહેર સહિતનું મહારાષ્ટ્ર રાજ્ય આપોઆપ બની
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy