SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય ઇતિહાસ (ઇ. સ. ૧૯૪૭-૬૦) ૧૫૫ ભાગ મુંબઈ સાથે જોડી એને બનાસકાંઠા હેઠળ આવરી લેવાયા અને આબુ ૩૧ મી આકટોબર, ૧૯૫૬ ના રોજ રાજસ્થાનના ભાગ તરીકે જાહેર કરાયું. હિજરતની સમસ્યા સ્વતંત્રતાની પ્રાપ્તિના દિવસ આન ંદ અને અકળામણુથી છવાયેલા હતા. વિલીનીકરણની કષ્ટમય પ્રક્રિયાની સાથેાસાથ વિભાજને સર્જેલી એક મોટી સમસ્યાપૂર્વ પશ્ચિમ પાકિસ્તાનમાંથી થયેલી હિજરત-ને પડકાર પણ ઉઠાવવાના હતા. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પશ્ચિમ પાકિસ્તાનના સિંધી નાગરિકોએ સ્થળાંતર કર્યું એની સાથેાસાથ સિ ંધમાં વર્ષોથી વસેલા ગુજરાતીઓની બે લાખની વસ્તીએ પણ પાકિસ્તાનથી ઉચાળા ભર્યા. ૧,૧૬,૧૭૩ સિંધીએ અને એ લાખ સિધવાસી ગુજરાતી ત્યાંથી ધરબાર અને વ્યવસાય છોડી ગુજરાતમાં આવીને વસ્યા હતા. બીજી તરફ ગુજરાતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયેલાઓમાં માણાવદર કુતિયાણા ખાંટવા માંગરાળ ધોરાજી જેતપુર ઉપલેટા અમરેલીના મેમણુ ખાજા વેરા વગેરે મુસ્લિમોના સમાવેશ થતા હતા. પાકિસ્તાનથી આવેલા સિંધી ભાઈઓના પુન વસવાટ માટે કુતિયાણા ખાંટવા માણાવદર વગેરે સ્થાને પસંદ કરવામાં આવ્યાં. એ જ રીતે કચ્છમાં ગાંવીધામ આદિપુર વગેરેમાં વસાહતા ઊભી થઈ. અમદાવાદમાં સરદારનગર વસ્યું. સિંધી નાગરિકોએ સિ ંધને વિસારીને ગુજરાતને પોતાનાં જન્મસ્થાન અને મ`સ્થાન માની લીધાં એ ભારતની એકાત્મતામાંથી સર્જાયેલી સ ંસ્કૃતિનું જ પરિણામ હતું. ગુજરાતના ઇતિહાસમાં અગાઉ પારસીઓ આવી રીતે એક થઈ તે ભળી ગયા હતા. સિ'ધી તેા આ દેશના જ સંતાન હતા, એમણે પણ જલદીથી ભાવાત્મક અનુકૂલન સાધી લીધું. દીવ અને દમણુ બ્રિટિશ હકૂમત ઉપરાંત, ગુજરાત-કૈાંકના સાગરકાંઠે ત્રણ્ સ્થાને દીવ દમણુ અને ગોવામાં પોટુ ગીઝ શાસન ધણાં વર્ષોથી ટકી રહ્યું હતું. સ્વતંત્રતા પછી પણ આ રાજ્યોના પ્રશ્ન લાંબા સમય સુધી પરેશાન કરતા રહ્યો હતો. આમાંનાં દીવ અને દમણ ગુજરાતની સાગરપટ્ટી પર આવેલાં છે. પોટુગીઝ શાસકોની દલીલ એવી હતી કે ૪૦૦ વર્ષ પૂર્વે બ્રિટિશરો સાથેના કરાર પ્રમાણે અમારા શાસનના અધિકાર છે, પણ જ્યાં બ્રિટિશરોએ જ.ભારતમાંથી ઉચાળા ભર્યાં હતા ત્યાં એ કરારનું અસ્તિત્વ કયાંથી રહે ? દીવ અને દમણુ એ બંને સ ંસ્થાનામાં ગુજરાતીએની વસ્તી મોટા પ્રમાણમાં હતી તેણે શાસનની સામે લડત માંડી, મુક્તિફોજ રચાઈ અને ૧૯૫૪ માં દાદરા નગરહવેલી પર મુક્તિસેનાએ હુમલો કર્યાં. દમણુ
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy