________________
૧૫ર
આઝાદી પહેલાં અને પછી
સાથે સીમા ધરાવતું સરહદી રાજ્ય બન્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે તે જૂનાગઢ-મુક્તિ પછીની બહાઉદ્દીન કોલેજના પ્રાંગણમાં થયેલી સભામાં લોકોને સાવધ કર્યા હતા કે “પાકિસ્તાન ગમે ત્યારે કચ્છની સરહદેથી આક્રમણ કરી શકે એમ છે.” (૧૯૬૫ ના યુદ્ધમાં એ ભવિષ્યવાણી સાચી પડી.) આવી પરિસ્થિતિમાં કરછને સૌરાષ્ટ્રની સાથે જોડી દેવાને બદલે કેન્દ્રના શાસન હેઠળ રાખવામાં આવ્યું. જોડાણખત પર કચ્છના મહારાવે ૧૯૪૮ ની ૪ થી મેના દિવસે સહી કરી. ૧૯૪૮ ના જૂનની પહેલી તારીખે ચીફ કમિશનરે એને વહીવટ સંભાળી લીધે અને ૧૯૫૬ માં એ મુંબઈ રાજ્યને એક ભાગ બન્યું. આમ કચ્છનું વિલીનીકરણ થયું. તળ-ગુજરાતની એજન્સીઓ
તળ-ગુજરાતમાં દેશી રાજ્યની જે એજન્સીઓ હતી તેઓના વિલીનીકરણને પ્રશ્ન એકંદરે સરળ હતે. રેવાકાંઠા બનાસકાંઠા અને મહીકાંઠાની એજન્સીઓને વહીવટ મુંબઈ રાજ્યને સંપા. જાગીર અને તાલુકાઓનાં જોડાણની માગણીને ઠરાવ મહીકાંઠા પ્રજાસંઘે ૧૯૪૮ ના જાન્યુઆરીમાં કર્યો. ગુજરાત રાજ્યના રાજવીઓ અને રાજ્યોના લેકનેતાઓ સાથેની લંબાણ ચર્ચાઓના અંતે એ રાજાઓ વતી રાજપીપળાના મહારાજાએ પણ મુંબઈ રાજ્ય સાથેના જોડાણને અનુમોદન આપ્યું. જોડાણના દસ્તાવેજ પર રાજાઓની સહીઓ થયા પછી, ૧૦ મી જુન, ૧૯૪૮ ના રોજ મુંબઈ રાજ્ય સરકારે આ રાજ્યોને વહીવટ સંભાળી લીધે. આ જોડાણે ૧૬,૦૦૦ ચો. માઈલના અને ૨૬ લાખ ઉપરાંતની વસ્તીવાળા વિસ્તારને આવરી લીધા. મુંબઈ રાજ્યમાં હવે બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા નવા જિલ્લા થયા ને ભરૂચ અને સુરત જેવા જિલ્લા વિસ્તૃત થયા.
ગુજરાતનાં બીજાં કેટલાંક નાનાં-મોટાં રજવાડાંઓમાં જે લેડિત થઈ તે પણ વિલીનીકરણની પ્રક્રિયામાં મદદરૂપ થઈ હતી. મહીકાંઠા અને મેવાસી પ્રદેશમાં સ્વતંત્રતા પછી ઠાકોર રાજવીઓએ આપખુદશાહી ચાલુ રાખી હતી. ઈડરના રાજાએ મેહનપુર કબજે કરવા નેટિસ મેલી હતી. કલેલ તાલુકાના ખાખરિયા ટપાના તથા મહીકાંઠા ખેડા વડોદરા અને પંચમહાલના મેવાસી વિસ્તારોમાં ખેડૂત–હિત ભયમાં મુકાયાં. માંડવા કંથરપુરા વાસણું વીરપુર વરિયા
ચાદ જેવાં નાનાં રાજ્યોના આપખુદ શાસનની સામે લોકોએ બળવો કર્યો અને નાકર લડત ચલાવી. ૧૬,૦૦૦ નાગરિકેનું લડાયક દળ ઊભું થયું. સંખેડામેવાસમાં પણ લડત ચમારંભાઈ. સુરત જિલ્લાનું ધરપુર અને દેવગઢ બારિયા