SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આઝાદી પહેલાં અને પછી હકમતમાં જોડાઈ અને કુતિયાણા નવાગઢ ગાધકડા અમરાપર વગેરે મુખ્ય ગામે તેમજ બીજે ૩૬ સ્થાને પર કબજો મેળવ્યું. કુતિયાણામાં સામે છેડીક અથડામણ પણ થઈ, પણ એકંદરે ઝડપથી જૂનાગઢ માણાવદર અને સરદારગઢબાંટવા વગેરેમાં હિંદી સંઘમાં વિલય માટેનું વાતાવરણ સર્જાતું થયું. જૂનાગઢ રાજ્યને પોલિસ કમિશનર નક્કી પાકિસ્તાનની લશ્કરી મદદ માટે કરાંચી ગયો તે પાછો જ ન ફર્યો. હિંદી સંઘે ૨૨મી ઓકટોબર અને ૧લી નવેમ્બરે માણાવદર માંગળ અને બાબરિયાવાડમાં બ્રિગેડિયર ગુરુબક્ષસિંઘની આગેવાની હેઠળ પોલીસ ટુકડીઓ મોકલી આપી એટલે આ સ્થાનોએ સેઢાણું–વડાળાના જે “સંધીઓ ત્રાસ વર્તાવી રહ્યા હતા તે પણ કાબૂમાં આવી ગયા. તકેદારીના પગલા તરીકે રિબંદરમાંગરોળના સમુદ્રકિનારે યુદ્ધનૌકાઓને પણ લંગરાવવામાં આવી. વાતાવરણ તંગદિલીભર્યું હતું અને ક્યારે શું બનશે એની કલ્પનાથી હિંદુ પ્રજા ફફડતી હતી. જૂનાગઢના નવાબ કબરની ૧૭ મીએ કરાંચી ચાલ્યા ગયા એટલે પાછળ વહીવટ માટે દીવાન શાહનવાઝખાન ભૂત રહ્યા હતા. છેવટે એણે પણ કમિશનર બુચને પત્ર લખીને જણાવ્યું કે રાજ્યની અંદરનાં અને બહારનાં અનિષ્ટ તથી પ્રજાને બચાવી લેવા માટે, નિર્દોષ લેકને રક્તપાત તથા જાનમાલના જોખમથી ઉગારવા ભવિષ્યમાં પ્રજાની ઈચ્છા પ્રમાણે સમાધાન થાય તેવી આશાથી જૂનાગઢ રાજ્ય કાઉન્સિલ રાજ્યને હવાલે હિંદી સંઘને સોંપવા તૈયાર છે'. ભૂતાએ આ પત્ર સાથે ૭–૧૧–૧૯૪૭ના કાઉન્સિલના અંગ્રેજ સભ્ય કેપ્ટન હવે જોન્સને રાજકોટ મોકલ્યો. ૯ મીએ ફરી વાર એ રાજકોટ ગયે. આ વિનંતીની જાણ લેડ માઉન્ટબેટનને પણ કરવામાં આવી અને કેંગ્રેસ-નેતાઓને એક પત્ર લખવામાં આવ્યો. કરાંચીથી નવાબે આપેલી સૂચના પ્રમાણે આમ કરવામાં આવ્યું. પાક. સરકાર ત્યારે ચૂપચાપ ઘટનાપ્રવાહ તપાસી રહી હતી. શ્રી બુચને પત્ર મળતાંવેત એમણે વડાપ્રધાનને દિલ્હી જાણ કરી. શ્રી વી. પી. મેનને સરદાર પટેલની સાથે મસલત કર્યા બાદ જોડાણ-સ્વીકારપત્રને મુસદ્દો તૈયાર કર્યો અને સૌરાષ્ટ્રના પ્રાદેશિક કમિશનર શ્રી નીલમ બૂચને હિંદી સરકાર વતી જૂનાગઢ રાજ્યને વહીવટ સંભાળી લેવા સૂચના આપવામાં આવી. ૯મી નવેમ્બર સાંજે પાંચ વાગ્યે જૂનાગઢ-મુક્તિ જાહેર કરાઈ અને ભારતીય સૈન્ય આ પ્રદેશમાં પ્રવેશ કર્યો. એ દિવસે જ્યારે શ્રી બૂચ જૂનાગઢ પહોંચ્યા ત્યારે દીવાન શાહનવાઝખાન પણ કરાંચી ઊપડી ગયા હતા. રાજ્ય કાઉન્સિલના સેક્રેટરીએ શ્રી. બૂચને રાજ્યને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy