SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી રાજ્ય ૧૩૧ કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું બીજુ અધિવેશન અબ્બાસ તૈયબજીના પ્રમુખપણા નીચે વઢવાણમાં થયું. આ અધિવેશનમાં ઢસાની ગાદી છેડનાર દરબાર ગોપાળદાસનું સંમાન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ અને પ્રે. રામમૂતિના પ્રેરક ઉધનને કારણે લીંબડી રાજ્યના ન્યાયાધીશ અમૃતલાલ શેઠે રાજ્યની નોકરીમાંથી રાજીનામું આપ્યું અને દેશી રાજ્યની પ્રજાનાં દુ:ખોને વાચા આપવા “સૌરાષ્ટ્ર' સાપ્તાહિક રાણપુરથી શરૂ કર્યું. દેશી રાજ્યનાં એકહથ્થુ શાસન, અન્યાયી તંત્ર અને આપખુદી અંગેના સચોટ અને સાચા સમાચાર એમની તેજદાર કલમ દ્વારા જોશીલી જબાનમાં પ્રગટ કરી સમગ્ર સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં ચેતનને સંચાર કર્યો, જેનાથી જુલમીઓના હૃદયમાં ભય વ્યાપી ગયે અને એમની નિરંકુશ પ્રવૃત્તિઓમાં ઓટ આવી. ૧૯૨૧-૨૨ માં ઝાલાવાડમાં અને ખાસ કરીને વઢવાણું અને ધ્રાંગધ્રા રાજ્યમાં પ્રજામાં જાગૃતિ આવી હતી એને પ્રથમ પડશે ધ્રાંગધ્રામાં પડ્યો. ખાદીને પ્રચાર કરનાર હળવદના એક યુવકને રાજ્યની હદપાર કરવાની ધ્રાંગધ્રા રાજ્ય ૧૯૨૧ માં સજા કરી. ફૂલચંદભાઈ તથા એમના સાથીઓએ રાજ્યના આ પગલાને વિરોધ કર્યો અને એમણે ધ્રાંગધ્રામાં “કાઠિયાવાડ રાજકીય પરિષદનું સંમેલન કરવા નિર્ણય કર્યો. ધ્રાંગધ્રા રાયે જાહેર સભા ભરવા ઉપર પ્રતિબંધ મૂક્યો, આથી શિવાનંદજી અને એના સાથીઓ આ પ્રતિબંધને ભંગ કરવા ધ્રાંગધ્રા ગયા, ફૂલચંદભાઈ તથા શિવાનંદજી રાષ્ટ્રગીત ગાતા ગાતા શેરીઓમાં ફર્યા. મણિભાઈ કોઠારી તથા મનસુખભાઈની ધરપકડ કરાઈ રાજકોટ રાજ્યમાં ૧૯૨૨ માં મુંબઈના ગવર્નરની મુલાકાતના પ્રસંગે સરધારમાં લેકે એ સત્યાગ્રહ કર્યો હતે. સરધારના તળાવમાં બતકને શિકાર આ પ્રસંગે રાજ્ય ગોઠવ્યું હતું ત્યારે ૨,૦૦૦ માણસોએ આ શિકાર અંગે વિરોધ પ્રદર્શિત કર્યો અને રાજ્ય નેતાઓની ધરપકડ કરી જેલની સજા કરી તેથી લકે વધારે ઉશ્કેરાયા અને ૧૯૨૨ ના ફેબ્રુઆરીમાં દેખાવને કારણે રાજ્યને મનસુખભાઈ વગેરેને છોડી દેવાની ફરજ પડી અને લક્ષ્મતને વિજય થયું. ૧૯૨૧ ની ગાંધીજીની અસહકારની ચળવળ દરમ્યાન સૌરાષ્ટ્રનાં શહેરોમાં હડતાળ પડી હતી અને ગાંધીજીની હાકલને માન આપીને કેટલાકે સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રનાં શહેરોમાં જલિયાંવાલા બાગની કતલ અને રોલેટ ઍકટ તથા ગાંધીજીની ધરપકડ અંગે સભાઓ ભરાઈ હતી અને સરઘસ નીકળ્યાં હતાં. રાજ્યોએ સભા અને સરધસબંધી જાહેર કરી હતી. લીંબડીમાં અમૃતલાલ શેઠની ધરપકડ કરવામાં આવી હતી, આથી મહાજન અને લેકે રાજમહેલ પાસે
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy