SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ આઝાદી પહેલાં અને પછી હતી. “ગંગનાથ વિદ્યાલય” સ્થાપીને છૂપી પ્રવૃત્તિ કરવાની યોજના પણ હતી અને એના આગેવાન દેશભક્ત અમલદારે તેમ કેળવણીકારો વગેરે હતા. ૧૯૧૦-૧૧ દરમ્યાન ગંગનાથ વિદ્યાલય બંધ કરવાની અને શ્રી પુરોહિત, ઈશ્વરભાઈ પટેલ, છોટુભાઈ પુરાણી વગેરે દેશભક્તોને રાજ્યની નોકરીમાંથી છૂટા કરવાની રાજ્ય ઉપર ફરજ પાડવામાં આવી હતી, આમ છતાં તેમાં આવેલી જાગૃતિ રોકી શકાઈ નહિ અને લેકેની ફરિયાદ દૂર થાય અને જવાબદાર તંત્રની રાજ્યમાં સ્થાપના થાય એ હેતુથી ૧૯૧૬ માં “વડોદરા રાજ્ય પ્રજામંડળ”નું પ્રથમ અધિવેશન હરગોવિંદદાસ કાંટાવાળાના પ્રમુખપણાની નીચે નવસારીમાં થયું હતું. રાજ્યના વડોદરા નવસારી અમરેલી અને મહેસાણા પ્રાંતના સત્તર આગેવાનોએ મળીને પ્રજામંડળનું બંધારણ ઘડયું હતું. શરૂઆતમાં એમણે સહકારી અને સમાધાનકારી વલણ અપનાવ્યું હતું અને એઓ લેકેની ફરિયાદો અરજી કે અમલદારોની રૂબરૂ મુલાકાત લઈને દૂર કરવા પ્રયત્ન કરતા હતા, અને વરસમાં એક વખત મળીને ચર્ચા કરીને ઠરાવ કરી રાજ્ય પાસે રજૂઆત કરતા હતા. એમની માગણીઓના નિકાલ માટે ઉગ્ર વલણ દાખવવામાં આવ્યું ન હતું. પ્રજામંડળની બેઠકે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની માફક જુદાં જુદાં સ્થળોએ થતી હતી. પ્રથમ અધિવેશન નવસારીમાં થયું હતું. ત્યારબાદ બીજુ અધિવેશન ૧૯૧૮ માં વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપણ નીચે વડોદરામાં થયું હતું. ત્રીજુ અધિવેશન હરિલાલ પરીખના અધ્યક્ષપણા નીચે ૧૯૨૨ માં વડોદરામાં થયું હતું. સાતમું અધિવેશન સને ૧૯૨૮ માં વડોદરામાં દરબાર ગોપાળદાસના અધ્યક્ષપણું નીચે થયું હતું અને ૧૯૩૨ માં વામનરાવ રામચંદ્રના અધ્યક્ષપણા નીચે દસમું અધિવેશન ડભોઈ મુકામે થયું હતું. ૧૯૩૫ માં અભ્યાસ તૈયબજીના પ્રમુખપણા નીચે વડોદરામાં પ્રજમંડળનું અધિવેશન થયું હતું. ૧૯૨૦–૨! તથા ૧૯૩૦-૩૧ ની સત્યાગ્રહની લડતમાં વડોદરા રાજ્યના પ્રજાજનોએ ભાગ લીધો હતો અને બોરસદ તથા બારડોલી સત્યાગ્રહના પ્રસંગોએ બ્રિટિશ જિલ્લાના પ્રજાજનોએ ગાયકવાડી પ્રદેશમાં આશ્રય લઈને બ્રિટિશ સત્તાવાળાઓને પ્રતીકાર કર્યો હતો, આ કારણે બ્રિટિશ સત્તાવાળાઓએ વડોદરાના અધિકારીઓ ક્રાંતિકારીઓને તથા સત્યાગ્રહીઓને એમની પ્રવૃત્તિઓમાં સહાય કરે છે એવો આક્ષેપ પણ મૂક્યો હતે અને કેટલાક અધિકારીઓ તથા નોકરોને નોકરીમાંથી છૂટા કરવા ફરજ પણ પાડી હતી. વડોદરા શહેરમાં પ્રજામંડળની પ્રવૃત્તિ મર્યાદિત રહી ત્યાં સુધી રાજ્ય પરવા કરી ન હતી, પણ ૧૯૩૦ થી ૧૯૩૪ ની લડત પછી પ્રજામંડળની પ્રવૃત્તિ ગામડાંઓમાં ફેલાતાં સરકારની પ્રજામંડળ ઉપર ખફા નજરની તેમ ઘર્ષણની શરૂઆત થઈ હતી. કઠોર મુકામે ૧૯૩૬ માં અધિવેશન થયું ત્યારે એના નેતાઓને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy