________________
૧૨૪
આઝાદી પહેલાં અને પછી
પિકાર્યો હતો. લેકમાં રાજ્યની અંગ્રેજ-તરફી નીતિ સામે અસંતોષ પ્રવર્તતે હિતે. લેકે ઉપર કરવેરા પણ ઘણા હતા. સને ૧૯૨૫ માં ઈડર રાજ્યમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી.
હિંમતસિંહજી (રાજવ ૧૯૩ર-૧૯૪૮)
પિતાના અવસાને ગાદીએ આવ્યા બાદ હિંમતસિંહજીએ કેટલાક સુધારા રાજ્યમાં દાખલ કર્યા હતા. તેઓ અચ્છા ખેલાડી હતા અને લશ્કરી બાબતમાં એમના પૂર્વજોની જેમ રસ ધરાવતા હતા. જગન્નાથ ભંડારીને દીવાન બનાવી એમણે વહીવટ સુધાર્યો હતો.
એમણે ખેતીવાડી ખાતું ખોલી જમીન અને આબોહવાને અનુકૂળ નવા પાકોના વાવેતર માટે ખેડૂતોને ઉત્તેજન આપ્યું હતું. નવાં સાધને, ખેતીની પદ્ધતિ, બિયારણ, ખાતર વગેરેના વપરાશ દ્વારા ખેતીનું ઉત્પાદન વધાર્યું હતું. એમણે હિંમતનગરમાં ખેતીના પ્રયોગ માટે એકસપેરિમેન્ટલ ફામ ખોલ્યું હતું તેમજ નવા કૂવાઓ માટે તથા જૂના કૂવાઓની દુરસ્તી માટે વગર વ્યાજે નાણાં ધીરવાની વ્યવસ્થા કરી હતી. એમણે શાળાઓમાં ખેતીનું શિક્ષણ દાખલ કર્યું હતું અને શિક્ષકોને તાલીમ આપવા એક ખેતીવાડી શાળા શરૂ કરી હતી. પશઓની ઓલાદ સુધારવા પણ એમણે પ્રયત્ન કર્યો હતો અને ખેતીવાડી તથા ગૃહઉદ્યોગની વસ્તુએનું દર વરસે પ્રદર્શન ભરવાની પ્રથા શરૂ કરી હતી.
હિંમતસિંહજીના શાસન દરમ્યાન શિક્ષણને વિકાસ થયો હતો. ૧૯૩૩-૩૪ દમ્યાન ૪૫ નવી પ્રાથમિક શાળા ખોલવામાં આવી હતી. કન્યાઓ માટે મુખ્ય કન્યાશાળાઓમાં સીવણ ભરત ગૂંથણ રાંધણક્લા ઘેલાઈ વગેરે શીખવવાના વર્ગ ખોલ્યા હતા. આ ઉપરાંત રાત્રિવર્ગો તથા ફરતાં પુસ્તકાલય પણ શરૂ કર્યા હતાં. રાજ્ય ૧૯૩૪ માં શિક્ષણ પાછળ રૂ. ૮૪,૦૦૦ ને ખર્ચ કરતું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મફત કર્યું હતું અને અનાથ બાળકોને હાઈસ્કૂલમાં શિક્ષણ મળે એ માટે વ્યવસ્થા કરી હતી. નિરાધાર સ્ત્રીઓ માટે હસ્તકલા ને કુટિર ઉદ્યોગ કેન્દ્ર શરૂ કર્યા હતાં અને વિધવાઓને પેન્શન આપવામાં આવતું હતું.
એમણે કેટલાક કર દૂર કર્યા હતા અને જંગલ–વિકાસની યોજના હાથ ધરી હતી. જવાબદાર તંત્ર ન આપવાને કારણે તથા ભારે મહેસૂલના દરને કારણે પ્રજામાં અસંતેષ હતે.