SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ આઝાદી પહેલાં અને પછી આપ્યું હતું.. ઇટાલિયન ભૂસ્તરશાસ્ત્રી ડી. ડેસા તથા સર સિરીલ ફ્ક્સને નિમં ત્રણ આપીને ખનિજ–સંશાધન માટે એમણે પ્રયત્ન કર્યાં હતા, એમણે અમીરગઢ નજીક સિમેન્ટ માટે ચેાગ્ય સારી જાતને ચૂનાના પથ્થરને વિપુલ જથ્થો શોધી કયો હતો. ૧૯૩૭ માં મુબઈમાં કોંગ્રેસ પક્ષના પ્રધાનમંડળની રચના થતાં લોકોની જવાબદાર તંત્રની માગણીને અનુલક્ષીને ઈ. સ. ૧૯૩૯ માં ‘પાલનપુર રાજ્યસભા ઍકટ' પસાર કર્યાં હતા. ખીજા વિશ્વયુદ્ધના અંત આવતાં ઈ સ ૧૯૪૬ માં નવા કાયો કરી કારોબારી કાઉન્સિલ અને ૫૦ સભ્યાની અનેલી ધારાસભાની નવાજેશ કરી હતી. એ ૫૦ સભ્યો પૈકી ૩૬ સભ્ય મુખ્ય મતાધિકાર દ્વારા ચૂંટાયેલા હતા. એમના શાસન દરમ્યાન ન્યાયતંત્રની પુનર્રચના કરાઈ હતી અને મહેસૂલખાતાની અપીલો સાંભળવા રેવન્યૂ ટ્રિબ્યુનલની રચના કરાઇ હતી. ૧૯૨૯–૧૯૩૯ દરમ્યાન ન્યાયત ંત્રને કારામારીથી ક્રમશઃ અલગ કર્યુ હતું. પાલનપુરના નવાબ લોકપ્રિય રાજવી હતા અને પ્રજા સાથે એમના સંબંધ સારા હતા. કેટલાંક મુસ્લિમ રાજ્યામાં કોમી વાતાવરણ પ્રવતું હતું તેવું અહીં ન હતું. ૧૯૪૭ માં દેશ આઝાદ થયા ત્યારે એમણે તરત ભારતના સંધરાજ્ય સાથે જોડાણની જહેરાત કરી હતી અને ૧૯૪૮ માં મુંબઇ રાજ્ય સાથેના વિલીનીકરણને પણ માન્ય રાખ્યુ હતુ .૨૩ (૧૬) રાધનપુર જલાલુદ્દીનખાન (૧૯૧૮–૧૯૩૬) જલાલુદ્દીનખાન ૧૯૧૮ માં ગાદીએ આવ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારને એમણે સારી મદદ કરી હતી. ખેડૂતેને ઓછા વ્યાજના દરે ધીરાણ મળે એ માટે એમણે વઢિયાર બૅન્ક ઈ. સ. ૧૯૨૭ માં શરૂ કરી હતી. મુર્તઝાખાન (રાજ૧ ૧૯૩૬–૧૯૪૮) જલાલુદ્દીન અપુત્ર હતા તેથી એમના અવસાને એમના નજીકના સગા મુ ઝાખાન ઈ. સ. ૧૯૩૬ માં ગાદીએ આવ્યા હતા. એમણે જલાલુદ્દીનખાનના હાથ નીચે વહીવટની પ્રત્યક્ષ તાલીમ લીધી હતી. સને ૧૯૩૭-૧૯૪૧ દરમ્યાન પ્રજામાં ખેડૂતા ઉપર ભારે મહેસૂલ તથા કેાની વલણને કારણે તંગદિલી પ્રવત`તી હતી. રાજ્ય પ્રજાની રાજકીય જાગૃતિની પ્રવૃત્તિથી વિરુદ્ધ હતુ અને નવામે પ્રજાનુ દમન કર્યુ” હતું. ૧૯૪૭ માં દેશ આઝાદ થતાં રાધનપુર રાજ્ય જોડાયું હતું અને ઇ. સ. ૧૯૪૮ માં એનુ મુંબઈ રાજ્ય સાથે થયું હતું. ૨૪ ભારતસ ધ સાથે વિલીનીકરણ્
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy