SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી રાજ્ય ૧૧૩ (૬) ગેંડળ ભગવતસિંહજી (૧૮૬૯-૧૯૪૪) ગેડળ રાજ્ય કાર્યદક્ષતા અને કરકસરભર્યા વહીવટ બાબતમાં ભારતવર્ષના કેઈ પણ રાજ્ય સાથે બરોબરી કરી શકે તેવું સુવહીવટ ધરાવતું નાનું રાજ્ય હતું. ભગવતસિંહજીએ જાગ્રત અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવનાર રાજવી તરીકે વીસમી સદીના પૂર્વાર્ધ દરમ્યાન નામના મેળવી હતી. એમણે એમના અંગત જીવનમાં મહત્ત્વાકાંક્ષા અને મજશેખને સ્થાન આપ્યું ન હતું. લેકોને સુખી અને તેથી જવાની એમની મહેચ્છા હતી. આર્થિક અને સામાજિક ક્ષેત્રે પ્રજાને આગળ લાવવા તેઓ હંમેશાં તત્પર હતા અને તેથી તેઓ ઘણા કપ્રિય અને લેકેના આદરને પાત્ર બન્યા હતા. તેઓ ખૂબ જ મહેનત તથા કરકસરિયા સ્વભાવના હતા. રાજ્ય કેમ કરવું એ માટે એમણે એ ગ્ય શિક્ષણ અને તાલીમ લીધાં હતાં. નાની વયે એમણે એડિનબરો યુનિવર્સિટીમાં અભ્યાસ માટે દાખલ થઈને વૈદ્યકશાસ્ત્રની એમ.ડી.ની પદવી મેળવી હતી. એમણે એમના રાજ્યમાં વહીવટના ક્ષેત્રે ઘણા સુધારા દાખલ કર્યા હતા, તેઓ એમની જાતને રાજ્યના ટ્રસ્ટી તરીકે ગણતા હતા. એમનાં પત્ની નંદકુંવરબા ભણેલાં હતાં અને એમણે ઝનાના પદ્ધતિને ત્યાગ કરીને ઓઝલ(પડદો)-પ્રથાને તિલાંજલિ આપી હતી. એમણે એમના રાજ્યમાં કન્યાઓનું શિક્ષણ ફરજિયાત કર્યું હતું. એમણે ગુજરાતી તથા અંગ્રેજી વાચનમાળા વિદ્વાન કેળવણીકાર પાસે તૈયાર કરાવી. સૌથી વિશેષ પ્રદાનમાં તે “ભગવગેમંડળ” તરીકે ઓળખાતે ગુજરાતી ભાષાને કેશ એ એમની ચિરંજીવ કૃતિ છે. એમણે ભાગબટાઈ કે ઈજારા-પદ્ધતિને બદલે વાર્ષિક વિટીની પ્રથા દાખલ કરી હતી. એમણે ગંડળ અને મેટી પાનેલી નજીક સિંચાઈ માટેનાં તળાવ ખેતી માટે બંધાવ્યાં હતાં. રસ્તા પહેલા અને પાક બનાવી વેપાર-વણજને ઉત્તેજન આપ્યું હતું. દરેક મોટા ગામમાં ટેલિફોનની સગવડ આપી હતી. તારટપાલસેવાને પણ વિસ્તાર થયું હતું. એમણે રાજ્યનાં નાણુનું બહારની સદ્ધર કમ્પનીઓમાં રોકાણ કરીને રાજ્યની આવક વધારી હતી અને તેથી રાજયમાં કરનું પ્રમાણ ઓછું હતું. એમણે દુષ્કાળને પ્રસંગે પિતાના રાજ્ય બહાર અન્યત્ર પણ ધન આપ્યું હતું. પુણેની કોલેજ અને બનારસ યુનિવર્સિટીને પણ માતબર રકમનું દાન કર્યું હતું. ધોરાજી ઉપલેટા અને ગંડળની અદ્યતન બાંધણી, વિશાળ રસ્તા અને શાળાનાં સુંદર મકાન એમની દેણગી છે. આમ છતાં તેઓ આપખુદ રાજવી હતા અને પ્રજાની રાજકીય જાગૃતિ કે ચળવળના વિરોધી હતા.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy