SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી રાજ્ય ૧૧૧ કચ્છની મુલાકાત લીધી હતી. મહારાજાને ખેતીવાડી વગેરેમાં રસ હતો. શિક્ષણમાં રસ લઈને એમણે ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યના વતનીઓને છાત્રવૃત્તિઓ આપી હતી અને કેટલાકને પરદેશ પણ મોકલ્યા હતા. પરંપરાગત ઉદ્યોગો તથા હસ્તકલાના ઉરોજન અર્થે એમણે લાશાળાની સ્થાપના કરી હતી. એમણે પડતર જમીનનું ખેડાણ થાય અને ખેતીનું ઉત્પાદન વધે તેવાં પગલાં લીધાં હતાં. એમના સમયમાં કચ્છ ટેલિગ્રાફથી દેશના અન્ય ભાગો સાથે જોડાયું હતું. મહારાવે દીર્ધદષ્ટિ વાપરી કંડલા બંદરને વિક્સાવવા બે ગોદી અને કસ્ટમ-હાઉસ ઈ. સ. ૧૯૩૦ માં બંધાવ્યાં હતાં. ૧૯૪૦ સુધીમાં ૭૦૦ સ્ટીમર આ બંદરે આવી હતી. ૬૩ વર્ષ રાજ્ય કરીને તેઓ ૧૯૪૨ માં અવસાન પામ્યા હતા.' વિજયરાજજી (૧૯૪૨–૧૯૪૮). - ૧૯૪૨ માં વિજયરાજજી ગાદીએ આવ્યા ત્યારે તેઓ ૫૦ વર્ષના હતા અને એમના પુત્રો પુખ્ત વયના હતા. તેઓ સારા ખેલાડી અને પ્રવાસના શેખન હતા. એમના વખતમાં ૧૯૪૩ માં બૅન્ક ઓફ ઈન્ડિયાની પ્રથમ શાખા ભૂજમાં ખેલાઈ હતી. એમણે ન્યાયતંત્રને કારોબારથી અલગ પાડયું હતું અને હાઈકેટની ૧૯૪૪-૪૫ માં સ્થાપના કરી હતી. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ મફત હતું. માધ્યમિક શાળામાં ભણતા પછાત વર્ગના વિદ્યાર્થીઓને સરકાર તરફથી ફી અપાતી હતી. ૧૯૪૫ માં ભૂજમાં મળેલી પ્રજા પરિષદે રાજ્ય પાસે જવાબદારતંત્રની માગણી મૂકી હતી, આથી રાજાએ કેટલાક સુધારા દાખલ કર્યા હતા. પરિષદે સવિનય સત્યાગ્રહ શરૂ કર્યો હતો, પણ રાજાની માંદગીને કારણે એણે લડત પાછી ખેંચી લીધી હતી. વિજયરાજજીએ ગાંધીધામના વિકાસમાં સારો રસ લીધે હતો. મદનસિંહજી (રાજવ ૧૯૪૮) વિજયરાજજીના અવસાન બાદ ૧૯૪૮ માં મદનસિંહજી ગાદીએ આવ્યા હતા. પરિષદે જવાબદાર તંત્ર માટે ફરીથી સત્યાગ્રહ કરવા ધમકી આપી હતી, પણ સરદારશ્રીની સલાહથી સત્યાગ્રહ પડતા મુકાયો હતો અને દરમ્યાન રાજાએ જવાબદાર રાજ્યતંત્ર આપવાની જાહેરાત કરી હતી. એમણે કચ્છમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપે હતે. મહારાવે ૪-૫-૪૮ ના રોજ જોડાણખત પર સહી કરી અને ૧-૬-૪૮ ના રોજ ચીફ કમિશનરે કેંદ્ર વતી કચ્છને વહીવટ સંભાળી લીધું હતું. આમ કચ્છનું “સી” વર્ગનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy