SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ આઝાદી પહેલાં અને પછી કરાવે એ માટે પુરોહિત-શાળા શરૂ કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯ર૭ માં ‘પ્રાગ્ય વિદ્યામંદિર” પ્રાચીન હસ્તલિખિત ગ્રંથની સાચવણી અને પ્રકાશન તથા સંશોધન માટે શરૂ કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૨૪ અને ૧૯૨૫ માં મોતીભાઈ અમીન દ્વારા “પુસ્તકાલય સહાયક સહકારી મંડળ” અને “પુસ્તકાલય” માસિક શરૂ કરવામાં આવ્યાં હતાં. વડોદરાની મધ્યસ્થ લાઈબ્રેરીમાં ગુજરાતી હિંદી મરાઠી અંગ્રેજી વગેરે ભાષાઓનાં વિવિધ વિષયોનાં દસ લાખથી વધુ પુસ્તક હતાં. પ્રાચ વિદ્યામંદિરમાં ૧૪,૦૦૦ હસ્તપ્રત અને ૧૦,૦૦૦ છપાયેલાં પુસ્તક હતાં. ભાષાંતર–શાખા દ્વારા વિવિધ વિષયોનાં–ગંભીર વિષયનાં અને બાળકોને ઉપયોગી પુસ્તક પ્રસિદ્ધ થતાં હતાં. વડોદરા મ્યુઝિયમ અને પિકચર ગેલેરી સિક્કા ચિત્રો, ધાતુકામ અને લકકડ કામના નમૂના, પ્રાચીન મૂતિઓ, આધુનિક ચિત્રો અને શિલ્પા વગેરેને ભવ્ય સંગ્રહ ધરાવવા લાગ્યું. પ્રો. માણેકરાવ તથા છોટુભાઈ પુરાણીએ ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિને વેગ આપ્યો હતો. આ સમય દરમ્યાન વડોદરામાં યુનિવર્સિટી સ્થાપવા માટે પ્રયત્ન થયા હતા. ૧૯૩૫ માં એસ. ટી. ટી. કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. આમ સંસ્કારધામ વડોદરામાં અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ હતી. સને ૧૯૧૭-૧૮માં સેનિટરી બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી, જેના પ્રયાસથી રોગચાળે કાબૂમાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૧૯ માં દરેક ગામને પાંચ માઈલના વિસ્તારમાં વૈદકીય સહાય મળી રહે તે રીતે ગ્રામ-દવાખાનાં શરૂ કરાયાં હતાં. ઈ. સ. ૧૯૧૭ માં માસર -જંબુસર અને બોડેલી-છોટા ઉદેપુર રેલવે લાઈન શરૂ કરાઈ હતી. ડભોઈ–સમલાયા–ટીંબા લાઈન ૧૯૧૩-૧૯ દરમ્યાન નખાઈ હતી. છૂછાપરા તણખલા રેલવે લાઈન ઈ. સ. ૧૯૨૨ માં પૂરી કરાઈ હતી. ૧૯૨૬ માં ઓખા બંદરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઓખાને જામનગર-દ્વારકા રેલવે લાઇન દ્વારા જોડવામાં આવ્યું હતું. બીલીમેરા બંદરને વિક્સાવવા પ્રયત્ન થયા હતા. ઈ. સ. ૧૯૩૬ માં વડોદરામાં એરોડ્રામ બાંધવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૩૬ માં ગ્રામવિસ્તારના ઉદ્ધાર માટે ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ એક કરોડ રૂપિયાના ભંડોળથી શરૂ કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૧૮ માં “ઇકોનોમિક ડેવલપમેન્ટ બેઈની સ્થાપના વિકાસના હેતુસર કરવામાં આવી હતી. પાછળથી એને “ઇકોનોમિક કમિટી' નામ અપાયું હતું અને ૧૯૩૭-૩૮ દરમ્યાન એની શાખા દરેક પ્રાંતમાં ખેલવામાં આવી હતી.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy