SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નવા રાજકીય પક્ષ અને એમની ખાસ સત્તાઓના દુરુપયોગ ન કરે એ શરતે પ્રધાનપદ સ્વીકાયુ"", સમાજવાદીએ ચૂંટણી તથા હોદ્દા સ્વીકારવા અંગે એમના વિરોધ પ્રગટ કર્યા હતા. ૧૬ ૨૫ ફૈજપુરના ૧૯૩૭ ના કોંગ્રેસ અધિવેશનમાં જમીનદારી–નાબૂદી સિવાયના દેવાની વસૂલાત-મેકૂફી, મહેસૂલ અને ગણાતમાં અડધા કાપ વગેરે મુદ્દાઓને ઇંદુલાલ યાજ્ઞિક તથા અન્ય સમાજવાદીઓના આગ્રહથી કોંગ્રેસના ઠરાવમાં સ્થાન આપવામાં આવ્યું હૂંતુ ૧૭ સમાજવાદી પક્ષમાં બે જૂથા વચ્ચે તીત્ર સંધ'ની શરૂઆત થઈ હતી. કેટલાક જવાહરલાલ જેવી સમાજવાદી વિચારસરણી ધરાવતા હતા. અશાક મહેતા અને મીનુ મસાણી આ દિશામાં ઘસડાયા હતા. જયંતી દલાલ, જિતેંદ્ર મહેતા અને ઇશ્વરલાલ દેસાઈ આ વલણ તરફ વળ્યા હતા. ભોગીલાલ ગાંધી, નીરુ દેસાઈ, કમળાશંકર પંડ્યા, દિનકર મહેતા, રણછેાડ પટેલ સામ્યવાદ તરફ ઢળેલા હતા. ૧૮ સમાજવાદીએ ઇંદુલાલ યાજ્ઞિક તથા સામ્યવાદી કાય કરાને કારણે પાંચમહાલના ભાલા, ખેડા જિલ્લાના ખેરસદ અને આણંદ માતર વગેરે તાલુકાના સીમાંત ખેડૂતા તથા ઠાકોર ખેડૂતે અને સુરત જિલ્લા અને વડોદરા રાજ્યના નવસારી પ્રાંતના માંડવી માંગરાળ બારડોલી સોનગઢ વ્યારા વગેરે તાલુકાના ખેડૂતામાં જાગૃતિ આવી હતી. આદિવાસી ખેડૂતેમાં ડૉ. સુમંત મહેતા, ડી. જી. પાંગારકર, ચંદ્રભાઈ ભટ્ટ, જયંતીભાઈ પારેખ, જમનાદાસ મેદી વગેરે કામ કરતા હતા. સુમ'ત મહેતાએ હાળીઓની અવદશા ઉપર લેખ લખ્યા હતા.૧૯ ૨૪-૨૫ એપ્રિલ, ૧૯૩૭ ના રાજ કમળાદેવીના પ્રમુખપણા નીચે દાહેદમાં ખીજી સમાજવાદી પરિષદ મળી હતી. યુવાધ અને દુષ્કાળરાહત અંગે ઠરાવેા કર્યાં હતા. મીનુ મસાણી, મહેરઅલી વગેરે હાજર રહ્યા હતા.૨૦ ૧૯૩૮ ની શરૂઆતમાં લાહોરમાં કેંગ્રેસ સમાજવાદી પક્ષનુ` વાષિર્ષીક સ ંમેલન થયું તેમાં સમાજવાદી તથા સામ્યવાદીઓ વચ્ચે વિચારસ''ની શરૂઆત થઈ હતી.ર ૨૧ ૧૯૩૯ માં ત્રિપુરી ૉંગ્રેસના પ્રમુખ તરીકે ઉદ્દામવાદીઓના અને સમાજવાદીઓના સહકારથી સુભાષબાપુ ચુંટાઈ આવ્યા હતા, પણ કારાબારીની રચના અ ંગે મતભેદ પડતાં મતગણતરી વખતે સમાજવાદી પક્ષ તટસ્થ રહ્યો હતા અને
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy