________________
નવા રાજકીય પક્ષ
2૩
વગેરેએ કોંગ્રેસમાં એક જૂથ તરીકે “ગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી હતી. આ અંગે મુંબઈમાં ‘જન્મભૂમિ' પત્રના કાર્યાલયમાં મળી એમનું નિવેદન બહાર
પાડયું હતું.'
ગુજરાતમાં પંચમહાલના કમળાશંકર પંડયા ફેબિયન સમાજવાદની વિચારસરણીથી આકર્ષાયા હતા. ૧૯૩૦-૩૨ ના જેલવાસ દરમ્યાન રોહિત મહેતા, ઈશ્વરલાલ દેસાઈ, હરિલાલ શાહ વગેરે પણ સમાજવાદ તરફ ઢળ્યા હતા. ૧૯૩૩ ના ઉનાળામાં માલસરના મંદિરમાં ત્રણચાર અઠવાડિયાં સાથે રહીને દિનકર મહેતા, રણછોડ પટેલ, કમળાશંકર પંડયા, ઇશ્વરલાલ દેસાઈ ચંદ્રભાઈ ભટ્ટ વગેરેએ હિન્દ્રાત્મક ભૌતિકવાદ, સામ્યવાદના સિદ્ધાંત અને રશિયાની સિદ્ધિ અંગેનાં પુસ્તક લેખો વગેરેને ઊંડાણથી અભ્યાસ કર્યો હતે.
બિહારમાં જયપ્રકાશ નારાયણે સમાજવાદી પક્ષની શાખા શરૂ કરી હતી. એનાથી પ્રેરાઈને ગુજરાતમાં “કેંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપનાની વિચારણા માટે ૧૭–૩–૩૪ ના રોજ વડોદરા મુકામે રહિત મહેતા, કમળાશંકર પંડ્યા, કલ્પભાઈ કોઠારી, ઈશ્વરલાલ દેસાઈ, ઠાકર પ્રસાદ પંડ્યા, રંગીલદાસ કાપડિયા વગેરે મળ્યા હતા. ત્યાર બાદ ૩૦-૬-૧૯૩૪ ના રોજ સાંજે સત્યાગ્રહ આશ્રમના હરિજન છાત્રાલયમાં ગુજરાત સમાજવાદી પક્ષની સ્થાપનાને ઠરાવ કર્યો હતે. ઈશ્વરલાલ દેસાઈ અને કમળાશંકર પંડ્યા મંત્રી તરીકે અને દિનકર મહેતા સહમંત્રી તરીકે જોડાયા હતા. સમાજવાદી પક્ષની અમદાવાદની શાખાના મંત્રી તરીકે નીરુ દેસાઈ હતા.૫ કેટલાક આગેવાનોનાં જૂથેએ “ગુજરાત મહાસભા સમાજવાદી જૂથની રચના કરી હતી, પણ ૨-૭–૩૪ ના રોજ પક્ષના નામમાંથી મહાસભા’ શબ્દ રદ કરવામાં આવ્યા હતા.
૧૯૩૪ ના ઍક્ટોબરમાં મુંબઈમાં કોંગ્રેસ અધિવેશન સાથે “અખિલ ભારતીય કેગ્રેસ સમાજવાદી પક્ષનું સંમેલન થયું હતું. આ અધિવેશનમાં ગુજરાતમાંથી કમળાશંકર પંડયા, દિનકર મહેતા, જીવણલાલ, ઈશ્વરલાલ દેસાઈ, નીરુ દેસાઈ રણછોડ પટેલ વગેરેએ ભાગ લીધે હતો.
ગુજરાતમાં કોંગ્રેસ સમાજવાદી પક્ષનું અધિવેશન થયું એ પહેલાં એની વિરુદ્ધ ગુજરાતનાં છાપાંઓમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ થઈ ગયું હતું, આથી કમળાશંકર પંડયા તથા દિનકર મહેતા ગુજરાતમાં ઠેકઠેકાણે દેઢ માસ સુધી પ્રચારાર્થે ફર્યા હતા. જૂન, ૧૯૩૫ માં ભરાયેલ આ પરિષદના પ્રમુખ નરેંદ્રદેવ હતા, જ્યારે સ્વાગતાધ્યક્ષ સુમંત મહેતા હતા. મુંબઈથી અશોક મહેતા, મીન મસાણી વગેરે અધિવેશનમાં હાજર રહ્યા હતા.૮