SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૭૨-૭) ઓખા પાસે ઓખામી નજીક જાપાને સબમરીન દ્વારા જાસૂસે મોકલ્યા હતા, પણ એ પકડાઈ ગયા હતા. સ્ટીમર-વ્યવહાર લગભગ બંધ થઈ ગયું હતું. સરકારે બધી સ્ટીમરો યુદ્ધના વ્યવહાર માટે હસ્તગત કરી હતી, આથી વેપારવણજમાં હરકત ઊભી થઈ હતી, અને લેકે મુશ્કેલીમાં મુકાયા હતા. બર્મામાંથી લડાઈને કારણે જંગલના રસ્તે ગુજરાતીઓ ભારત આવી ગુજરાત પાછા ફર્યા હતા, જ્યારે મલાયા હોંગકોંગ ઈસ્ટ ઈન્ડીઝ (ઇન્ડોનેશિયા) વગેરે દેશે જાપાને વીજળીવેગે આક્રમણ કરી જીતી લીધા હેવાથી બહુ થોડા જણ વિમાનમાગે આવી શક્યા હતા. વિમાન અને અન્ય સાધનો લશ્કરના અધિકારીઓની નાસભાગ માટે વપરાશમાં લેવાયાં હતાં. ૧૯૪૨ ની ‘હિંદ છોડો' ચળવળ દરમ્યાન અને એ પછી મુસ્લિમ લીગની અસર મુસ્લિમોમાં વધતી જતી હતી. ૧૯૩૭ની મુંબઈની ધારાસભાની ચૂંટણીમાં કેંગ્રેસના બે મુસ્લિમ ઉમેદવાર ચૂંટાઈ શક્યા ન હતા, જ્યારે મુસ્લિમ લીગે પસ દ કરેલા બધા ઉમેદવાર ચૂંટાયા હતા. ૧૯૪૨ની ચળવળ દરમ્યાન એમણે રાષ્ટ્રવિરોધી વલણ દાખવ્યું હતું અને સામ્યવાદીઓ સાથે રહીને શાહીવાદી હિતેની આસનાવાસના કરી હતી.૧૫ આઝાદીની પૂર્વસંધ્યા ૬ ઠ્ઠી મે, ૧૯૪૪ ના રોજ ગાંધીજીને જેલમાં મેલેરિયા લાગુ પડતાં સરકારે એમને મુક્ત કર્યા હતા. એમણે જૂનની ૧૭ મીએ વાઈસયને મળવાની અને એ પછી કોંગ્રેસ કારોબારીને મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સરકાર હિંદને સ્વરાજ્ય આપે તે સરકારના યુદ્ધપ્રયાસને તેઓ મદદ રૂપ થવા ઇચ્છતા હતા અને સત્યાગ્રહ પાછા ખેંચી લેવા સલાહ આપવા તૈયાર હતા, પણ એમની માગણીને સ્વીકાર થયો ન હતો, આથી ગાંધીજીએ મહમદઅલી ઝીણું સાથે મળીને વાટાઘાટો કરી, પણ એ નિષ્ફળ ગઈ. લોર્ડ વેવલે ચાલુ બંધારણના માળખામાં રહી કામચલાઉ સરકાર રચવાની અને એને વધુ સત્તા અને જવાબદારી આપવાની યોજના ઘડી, એમણે મુસ્લિમ લીગને વીની સત્તા આપ્યા જેવું કર્યું હતું, એને પરિણામે વાઈસરેય વેવલે કેંગ્રેસને વિશ્વાસ ગુમાવ્યું. ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષની સરકારનું ભારત તરફ અનુદાર અને સહાનુભૂતિવિહીન વલણ હતું તેથી અને મુસ્લિમ લીંગની પાકિસ્તાનની માગણીને વળગી રહેવાની અને મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર એ જ સંસ્થા છે એવાં એનાં વલણએ કઈ પ્રકારનું હિંદુ-મુસ્લિમ સમાધાન અશક્ય બનાવ્યું હતું. ૧૯૪૪ માં ઈટાલી અને જર્મનીએ શરણાગતિ સ્વીકારતાં બ્રિટિશ સરકારની સમાધાન માટેની ઇંતેજારી પણ ઓછી થઈ હતી. યુદ્ધશાંતિ પછી ઈંગ્લેન્ડમાં નવી ચૂંટણી યોજાતાં યુદ્ધદેવતા ચર્ચિલ સત્તા ઉપરથી ફેંકાઈ ગયા હતા અને મજૂરપક્ષ સત્તા ઉપર આવ્યો હતે. હિંદી
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy