SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદી પહેલાં અને પછી પંચમહાલમાંથી ૮મી ઔગસ્ટે માણેકલાલ ગાંધી અને મારુતિસિહની કાલેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કાલોલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રતનલાલ દેસાઈ, નવનીતલાલ મહેતા અને છબીલદાસ મહેતાને પકડવામાં આવ્યા હતા. ઇંગ્લિશ હાઇસ્કૂલ–કાલેલની શાળામાં એક માસ સુધી વિદ્યાથીઓએ હડતાલ પાડી હતી ડેરોલમાંથી સામાજિક કાર્યકર જાહ્નવીબહેન દેસાઈની ધરપકડ કરાઈ હતી. જિલ્લા લેકલ બોડે ચળવળને ટેકો આપ્યો હતો. કમળાશંકર પંડયા, ડાહ્યાભાઈ લેખંડવાળા, રસિક્લાલ કડક્યિા, મામા સાહેબ ફડકે, લક્ષ્મીકાંત શ્રીકાંત વગેરેને પકડી લાંબી કેદની સજા કરવામાં આવી હતી. ભીલ સેવામંડળના ડાહ્યાભાઈ નાયક, સુખદેવભાઈ ત્રિવેદી, પાંડુરંગ વણકર અને અંબાલાલ વ્યાસને અનિશ્ચિત મુદત માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ભીલ સેવામંડળના ૩૫ વિદ્યાર્થીઓને અને છે વિદ્યાર્થિનીઓને કેદની સજા કરાઈ હતી. સરઘસ કાઢવાના ને એમાં ભાગ લેવાના આરોપસર બાબુભાઈ ગાંધી, વલ્લભદાસ મોદી અને રતિલાલ દેસાઈની તથા નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. નટવરલાલ માસ્તરને સાઈકલેસ્ટાઈલ મશિન રાખવા બદલ ૨૫ દિવસ લક-અપમાં રાખ્યા હતા, પણ કેસ પુરવાર થઈ શક્યો ન હતે. ઘરમાં ગેરકાયદેસર પત્રિકા રાખવા ચિમનલાલ આયને નવ માસની સજા કરાઈ હતી. દાહોદમાં ૨-૫-૧૯૪૭ ના રોજ ધ્વજ સાથે સરઘસ કાઢવા બદલ જયંતીલાલ કડક્યિાની ધરપક્ત કરાઈ હતી ને કેદની સજા કરાઈ હતી. દિવાળીના દિવસે ગેધરા સ્કૂલ બોર્ડના મકાનને આગ લગાડાઈ હતી. ૧૯૪૨ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમ્યાન અગરવાડાની પોલીસચોકી (ચાવડી). અને ઍકિસ બાળી મૂકવામાં આવી હતી. તલાટી પાસેની રેકડ રકમ લૂંટી લેવાઈ હતી. જિલ્લાની એક ઐફિસ માં તથા કાલેલમાં ભાંગફોડ કરાઈ હતી. સત્યાગ્રહીઓ સાથે કાલેલમાં પોલીસને એક વાર અથડામણ થઈ હતી. ભીમસિંહ વેચાતભાઈ પરમાર બ્રિટિશ રાજ્ય સામે બહારવટે નીકળ્યા હતા. ૨૧-૨–૧૯૪૭ ના રોજ બેરડિયા ગામ અને ૨૨-૨-૧૯૪૩ના રોજ વાઘજીપરા ગામ એણે લૂટયાં હતાં અને પરદેશી માલને આગ લગાડી હતી. ૧૨-૩-૧૯૪૭ ના રોજ કુવજાર લૂંટયું હતું. આ લૂંટમાં હાથ હોવાથી ૧૧ શિક્ષકોની તથા ગ્રામપંચાયતના એક મંત્રી સહિત ૬. માણસની ભીમસિંહને મદદ કરવાના આરોપસર સરકારે ધરપકડ કરી હતી. આ વખતે ભીમસિંહે પોતે જ લૂંટ કરી હતી એમ જણાવી પિતાને પકડવા પડકાર ફેંકયો હતો. દાહદમાંથી આઝાદ પત્રિકા” બહાર પડતી હતી. પંચમહાલ જિલ્લા લોલ બોર્ડના સભ્ય ભાઈલાલભાઈ પટેલને સરકારનાં દમનકારી પગલાં વખતે ઠરાવ પસાર કરાયો હતે.
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy