SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ લેકેએ હજારોની સહીઓ સાથેની વિરોધી અરજી સુરતના કામચલાઉ કલેકટર અને મેજિસ્ટ્રેટ ઑલિવરને સુપરત કરી. હડતાળ એક સપ્તાહ સુધી ચાલુ રહેતાં લેકીને અનાજ અને અન્ય ચીજો મેળવવાની ભારે મુસીબત પડી. સરકારે આ બાબત કરેલી વ્યવસ્થા નિષ્ફળ નીવડી. દરમ્યાન મહાજનોએ લેકેને મફત અનાજ વહેંચતાં લોકલડતમાં ઘણો જુસ્સો આવ્યો. લેકેને લડતા ચાલુ રાખવા તથા કાયદા સામે કાનૂની લડત ચલાવવા મોટું ભંડોળ (રૂ. ૫૦,૦૦૦) એકઠું કર્યું . લોક-વિરોધ સામુદાયિક લડતમાં પલટાવાને ભય લાગતાં સરકારે તેલમાપનાં નવાં સાધનો અમલ રદ કરવાની જાહેરાત કરી. પરબળો ૧૮૫૭ના ઉત્થાન માટે ભારતમાં જે સંગે અને પરિબળો જવાબદાર હતાં તે તે ગુજરાતમાં મેજૂદ હતાં જ, પરંતુ એ ઉપરાંત કેટલાક ખાસ કારણ પણ ગુજરાતમાં ૧૮૫૭ ની ઘટના માટે જવાબદાર કહી શકાય. લેડ ડેલ્હાઉસીએ બિન-દસ્તાવેજી જમીન જપ્ત કરવા માટે ઇનામ–કમિશનની નિયુક્તિ કરી હતી. ભારતની આ પ્રકારની કુલ જમીનની આશરે 3 ભાગની જમીન ગુજરાતમાં હતી. દસ્તાવેજી પુરાવા નહિ હોવાથી ગુજરાતના મોટા ભાગના તાલુકદારો અને જમીનદારની જમીન જપ્ત થતી હતી, આથી તેઓએ ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવને ઉત્તેજન આપ્યું, એટલું જ નહિ, પરંતુ એમાં સક્રિય ભાગ ભજવ્યો. ૧૮૫૭માં રાજાઓને સાથ મેળવવા બ્રિટિશ સરકારે રાજાએ સામેના તાલુકદારોના દાવાઓની ઉપેક્ષા કરીને રાજાની રજૂઆતને મંજૂર કરી, આથી મેટા ભાગના ભાયાતે અને તાલુકદારે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, આથી મહીકાંઠાના ૧૪૦ જેટલા ભાયાતે પિતાની ખરાબ આર્થિક સ્થિતિને લીધે હરપળે વિપ્લવને સાથ આપવા તૈયાર હતા. ગુજરાતના લશ્કરમાં બહુધા આરબ મકરાણું પવારી મરાઠા વગેરેની ભરતી થતી હતી, પરંતુ કાઠી કળી ભીલ ધારાળા નાયકડા વગેરે જેવી ગુજરાતની લડાયક કેમોના લેકેની અપવાદરૂપે જ ભરતી થતી હતી. આથી એમાંના મોટા ભાગના બેકાર હતા અને તેઓ લૂંટફાટને ધંધો કરતા. ગુજરાતમાં વિપ્લવ થતાં તેઓએ એમાં મહત્ત્વને ભાગ ભજવ્યો. ગુજરાતના ઘણાખરા રાજાઓ નવાબો અને સામંત પિતાનાં લશ્કરમાં આરબ મકરાણી અને સિંધી મુસ્લિમોની સારા પ્રમાણમાં ભરતી કરતા. એમને સ્વાભાવિક રીતે જ મુઘલ સમ્રાટ પ્રત્યે કૂણી લાગણી અને બ્રિટિશ સરકાર પ્રત્યે
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy