SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાહ જુલ્મ તથા બળાત્કારથી પૈસા ખેંચી લેવાના પ્રકાર ઘણા ખરા સાફ કરી નાખ્યા. રૈયતની ચડતી એમના રહેઠાણના સુખે કરીને, એમના પિશાકની સફાઈએ કરીને અને એમની ધરતીની ઊંચી ખેતી કરીને જણાઈ આવી. પુષ્કળ ઝાડે અને વાડાની બાબતમાં, સુંદર અને ખરેખર સારી બાંધણીનાં ગામોની બાબતમાં અને લેકેના યોગ્ય તથા ખીલતા દેખાવની બાબતમાં ગુજરાત પૂર્વ ભારતના બંગાળ સાથે મુકાબલે કરવાની પંક્તિમાં મુકાયું. આમ આ રાજકીય પરિવર્તનની અસર સામાજિક ઈતિહાસના ઘડતરની પ્રક્રિયા ઉપર પણ પડી હતી. આ સમય દરમ્યાન બ્રિટિશરોએ સામાજિક સુધારાઓ દ્વારા પરિવર્તન લાવવાના પ્રયત્ન કર્યા હતા. ૨૭ ૧૮૧૯ માં પેશવાના મુલકની છેલ્લી વ્યવસ્થા થઈ તેની રૂએ ગુજરાતમાંના એના સઘળા હક્ક બ્રિટિશ સરકારને મળ્યા ને એણે બાજીરાવના ચડેલા રૂપિયાના બદલામાં ગાયકવાડ પાસેથી ચાર લાખ લેવાના તે આવ્યા. બીજે વર્ષે કાઠિયાવાડની ખંડણી તથા ઘાસદાણા સંબંધી પેશવા તથા ગાયકવાડના હિસ્સાની ખાસ તપાસ કરવામાં આવી. એના પરિણામે બ્રિટિશ સરકારે સયાજીરાવ ગાયકવાડને ફરજ પાડી કે ખંડણીની વસૂલાત માટે કાઠિયાવાડમાં એક બ્રિટિશ અમલદાર રહે કે જે જરૂર પડે તે ગાયકવાડી સવારોને પણ કામે લગાડે. એવી જ ગોઠવણ મહીકાંઠામાં કરવામાં આવી. એ રીતે કાઠિયાવાડની રાજ્યવ્યવસ્થા સંબંધી સઘળી કારભાર બ્રિટિશ સરકારના હાથમાં આવ્યું.૮ કેપ્ટન બૅલેન્ટાઈન ૧૮૧૮ થી હર વર્ષ ખંડણી ઉઘરાવવા કાઠિયાવાડ જાતે હતે. ૧૮૨૦માં કેપ્ટન બનેવાલ કાઠિયાવાડને પોલિટિકલ એજન્ટ નિમાઈ ગાયકવાડનાં ખંડિયાં રાજ્યની તપાસ કરવા સારુ કાઠિયાવાડમાં આવ્યું. એ વર્ષે ગાયકવાડ સરકારે એવી કબૂલત લખી આપી કે કાઠિયાવાડના રાજાઓ પાસેથી ખંડણીની માગણી હવે પછી બ્રિટિશ સરકાર મારફત જ કરવી. ૧૮૨૦ માં ઓખાના વાઘેરે એ બંડ ઉઠાવ્યું. કર્નલ સ્ટાનટને લશ્કર લઈ દ્વારકા હલે કરીને લીધું ને વાઘેરેનું જોર તેડવું. બ્રિટિશ સરકારે પ્રાંતને સઘળા વહીવટ ૧૮રર માં પિતાના હાથમાં લીધે. જૂનાગઢના સિપાઈઓ ઘણા હુલ્લડખર હતા ને એમણે ધોરાજીના ઠાકરને ધાડ પાડી ઘણે હેરાન કર્યો હતે; ૧૮૨૪ માં તેઓને વશ કરવામાં આવ્યા ને જૂનાગઢ સંસ્થાન પાસેથી નુકસાનીના બદલામાં ૬,૮૫,૦૦૦ કરી લેવામાં આવી. એવી રીતે ખુમાણેને પણ વશ કરવા પ્રયત્ન થયો. ૧૮૨૪– ૨૫ માં ગેરબંદોબસ્તનું જડમૂળ નીકળી ગયું. ૧૮૨૯ માં ખુમાણે શાંત થયા. કચછના
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy