SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજોના ગુજરાત સાથેના પૂર્વ સંપર્ક થઈ. એ અંગ્રેજોને મિત્ર બની રહ્યો (૧૮૦૬). આ વખતે ગંગાધર શાસ્ત્રી પટવર્ધન વડોદરાની રેસિડેન્સીમાં દેશી સહાયક તરીકે નેકરી કરતા હતા તે ફતેસિંહરાવને પણ પ્રીતિપાત્ર બન્યો હતો. - સૌરાષ્ટ્રમાં આ સમયે નાના–મેટા અનેક ઠાકોરોની સત્તા પ્રવર્તતી હતી. વળી પેશવા અને ગાયકવાડ પિતાની ખંડણી ઉઘરાવવા માટે મુલકગીરી ચડાઈએ કરતા; જૂનાગઢ અને ભાવનગર જેવાં મેટાં રાજ્યો પડોશી પ્રદેશ પર હલા કરી જોરતલબી વસૂલ લેતા, આથી નાના ઠાકરોએ વડોદરાના રેસિડેન્ટ પાસે આવા ત્રાસમાંથા પિતાને રક્ષણ આપવા વિનંતી કરી. શરૂઆતમાં આવી દરમ્યાનગીરી કરવામાં મુંબઈના ગવર્નરે રસ દાખવ્યો નહિ, પણ છેવટે સૌરાષ્ટ્રના દેશી રાજ્યો પર પિતાની વગ વધારવાની આ તક ઝડપી લેવા મેજર વેકરને લીલી ઝંડી અપાઈ. સૌરાષ્ટ્રની પેશવાની ઊપજને હિસ્સો ઉધરાવવાને ઈજારે પણ ગાયકવાડને મળ્યું હોવાથી ગાયકવાડનું આધિપત્ય સમગ્ર સૌરાષ્ટ્ર પર પ્રવર્તતું હતું. આવી સ્થિતિમાં ગાયકવાડની આવકને નિશ્ચિત કરવાની જરૂર પણ હતી તેથી મેજર વૈકર સૌરાષ્ટ્રમાં ગયે (ઈ. સ. ૧૮૦૭) અને ગાયકવાડના પ્રતિનિધિ વિઠ્ઠલરાવ દેવાજીને સાથે રાખી એણે વેરાઓ(જમા અને ખરાજાત)ની રકમ નિશ્ચિત કરી. ઘણા સરદારોએ વેકરનું આ સમાધાન સ્વીકાર્યું. આ સમાધાન “વકર સેટલમેન્ટ' તરીકે ઓળખાય છે. ગાયકવાડની ઊપજ આનાથી નિશ્ચિત થઈ, સમાધાનના દસ્તાવેજ પર સહી કરનારા દરબારો સ્વાભાવિક રીતે અંગ્રેજોના પ્રભાવ નીચે આવી ગયા અને ખંડણીની બાબતમાં નિશ્ચિત બન્યા. ૨૭ આ દરમ્યાન વડોદરાના ગાયકવાડ સાથે અંગ્રેજોએ પૂરક કરાર કરી પિતાને લેવાની વાર્ષિક રકમ રૂ. ૧,૭૬,૧૬૮ પૂરેપૂરી પ્રાપ્ત થાય એ માટે ૧૮૦૫ને કરારના પ્રદેશ ઉપરાંત ભાવનગરથી આવતી ઘાસદાણુની રકમ અને નડિયાદ મહુધા ધોળકા માતર વગેરે વિસ્તારના કેટલાંક ગામોની મહેસૂલી ઊપજ પણ પિતાને મળે એવી ગોઠવણ કરી (૭–૭-૧૮૦૮).૮ ૧૮૧૨ માં સદ્દગત ગેવિંદરાવ ગાયકવાડના પુત્ર કાન્હાજીએ વડોદરા રાજ્યમાં બંડની પ્રવૃત્તિ આદરી, આથી ભરૂચના કેપ્ટન બેલેન્ટાઇને કાન્હજીના કૅ પાદરા ઉપર હલ્લે કરી એને કેદ પકડ્યો અને એ ફરી ક્યારેય ખતરો ઊભો ન કરે એ માટે એને મદ્રાસ મેકલી દેવાયે, જ્યાં એને મૃત્યુપર્યત નજરકેદ રખાયેલ ૧૮૧૨ માં કેપ્ટન કર્નાકે વિઠ્ઠલરાવ દેવાજીને સાથે રાખીને જામનગર ૫ર ચડાઈ કરી અને જામનગરને સંધિ કરવાની ફરજ પાડી. ૧૮૧૩ માં ક ને જમાદાર
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy