SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ બધા ટાપુ અને જંબુસર તેમજ ઓલપાડનાં ફળદ્રુપ પરગણાં તથા અંકલેશ્વરમાંને પેશવાને હિસ્સો પિતાને મળે એવી તજવીજ કરી.૧૪ હવે ગુજરાતના ખંભાત તેમ વડોદરા વગેરેના શાસકે અંગ્રેજોના પ્રભાવથી એમની શેહમાં આવવા લાગ્યા હત્તા. રાબાની અંગ્રેજો સાથેની મૈત્રીની જાણ થતાં પહેલાં એને જાકારો આપનાર ખંભાતને નવાબ પણ રાબાને મળવા સુરત ગયે અને એને ભેટસોગાદ આપી આવ્યું. ગોવિંદરાવ ગાયકવાડ રાબાને પક્ષે જોડાયે. રાઘબા સાથે કર્નલ કીટિંગની સરદારી નીચે ૧,૫૦૦ ની અંગ્રેજ ફેજ જોડાઈ. અંગ્રેજોની ચડિયાતી યુદ્ધશક્તિને લઈને રાબાના સૈન્યને પેશવાના લશ્કર સામે વારંવાર થયેલી અથડામણમાં છત મળતી રહી; જોકે અડાસ પાસેના નિર્ણાયક યુદ્ધમાં શરૂઆતમાં રાઘબાને હાર મળી, પણ પછી વિજય મળ્યું. એ પછી હરિપંત ફડકે ગુજરાતમાંથી વિદાય થયે. આ વખતે ફસિંહરાવને ભીંસમાં લઈ ગોવિંદરાવ વડોદરાને કબજે લેવા પ્રવૃત્ત થયો ત્યારે કીર્ટિગે મુત્સદ્દીગીરી વાપરી ફત્તેસિંહરાવને વિરોધી પક્ષની છાવણમાંથી પોતાના પક્ષે કરી લીધે. ફરસિંહરાવને વડોદરાની પોતાની સત્તા ચાલુ રાખવા માટે એને પક્ષ લેવા સબબ હવે અંગ્રેજોએ સુરતના કરાર અનુસાર ભરૂચ પરગણુનું મહેસૂલ અને ચીખલી વરિયાવ તથા કેરલ પરગણું પોતાને મળે તેવી તજવીજ કરવા માંડી, પણ સુરતના કરારને ગર્વનર-જનરલ વોરન હેસ્ટિંગ્સ અમાન્ય કરતાં રાબાને પિતાના નસીબ પર છોડી કર્નલ કીટિંગને પાછા ફરવાનો હુકમ થયે. અંગ્રેજોએ પુણેના પેશવા સાથે પુરધરમાં સંધિ કરી, જેનાથી સુરતના કરાર રદ થયા. પુરંધરના કરારથી અંગ્રેજોને પેશવા પાસેથી ભરૂચની મહેસૂલ અને એની આસપાસની જમીન પ્રાપ્ત થઈ, પણ પાછળથી ઈંગ્લેંડની કેટે ઑફ ડાઈરેક્ટર્સે સુરતના કરાર માન્ય રાખતાં ભારે ગૂંચવાડો ઊભો થયે. અલબત્ત, અંગ્રેજો બધા કરારોને પિતાના લાભમાં અર્થ તારવતા રહ્યા. આ અરસામાં પેશવાને ફ્રેન્ચ સાથે વધતે સંપર્ક જાણી સાવધ બનેલ અંગ્રેજોએ કેર્ટ ઓફ ડાઈરેકટર્સની આજ્ઞાથી પેશવા. વિરુદ્ધ રાબાને ટેકે આપવાનું નક્કી કર્યું. મુંબઈને આશ્રય લઈ વધારામાં પિતાને પેશવા પદે સ્થાપવામાં અપાનારી લશ્કરી સહાયના બદલામાં વલસાડ અને અંકલેશ્વરની પેશવાના હિસ્સાની મહેસૂલ આપવાનું પણ સ્વીકાર્યું (નવેબર, ૧૭૭૮). હવે પરિસ્થિતિને શકય લાભ ઉઠાવવા અને ગુજરાતમાંથી મરાઠી સત્તાને પાંગળી બનાવી એના સ્થાને પિતાની સત્તા સ્થાપવા કલકત્તાની વડી કચેરીએ બાજી ગોઠવવા માંડી. રાબાની સાથે લશ્કરી ટુકડી મોકલવામાં આવી (૨૫-૧૧-૧૭૭૮). વળી મુંબઈની અંગ્રેજ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy