________________
૮
નિયતીકરણ કર્યું, છતાં આમ વર્ગમાં વિવિધ ખાલી પ્રચલિત રહી (પ્રકરણ ૧૨). સાહિત્યમાં એક બાજુ મધ્યકાલીન પરિપાટી ચાલુ રહી, તેા ખીજી બાજુ નવી કેળવણીએ સાહિત્યનું અર્વાચીન સ્વરૂપ વિકસાવ્યું તે અહીં કેટલાક નવા સાહિત્ય—પ્રકાર પ્રચલિત થયા (પ્રકરણ ૧૩), મુદ્રણકલાએ પ્રકાશન-પ્રવૃત્તિને વેગ આપ્યા (પરિશિષ્ટ ૧); કેળવણી ખાતાએ, વડાદરા રાજ્યે તથા કેટલીય વિદ્યાસંસ્થાએ લેખન તથા પ્રકાશનને ઘણું પ્રાત્સાહન આપ્યું (પરિશિષ્ટ ૨).
વૃત્તપત્રા તથા સામયિકા એ બ્રિટિશ શાસન દ્વારા હિંદુને મળેલી પશ્ચિમની અણુમાલ ભેટ છે, ગુજરાતનું પત્રકારત્વ આ કાલ દરમ્યાન આ બંને ક્ષેત્રામાં ઉગમ તથા વિકાસ પામ્યું (પ્રકરણ ૧૪).
સમાજની જેમ ધર્મ સંપ્રદાયામાં પણ આ કાલ દરમ્યાન એક બાજુ દૂષણાને અને ખીજી બાજુ સુધારણાના પ્રવાહ વહેતા દેખાય છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના તથ! ધર્મ સુધારણાનાં નવાં આંદેલનના ફાળા ગણનાપાત્ર છે. એ પ્રવાહમાં રૂઢિ અને સુધારા વચ્ચે પહેલાં સઘ થાય છે ને અંતે સમન્વય પણ સધાય છે (પ્રકરણ ૧૫). આ કાલ દરમ્યાન ખ્રિસ્તી ધર્મ પ્રસારકાની પ્રવૃત્તિઓ પણ પાંગરી (પુરવણી).
આ ગ્રંથમાલાના અગાઉના ગ્રંથાની જેમ આ ગ્રંથમાં પણ સાંસ્કૃતિક ઇતિહાસના ખંડ પછી પુરાતત્ત્વના ખંડ (પ્રકરણ ૧૬ થી ૧૮) આપવામાં આવ્યા છે. સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલામાં હવે પરપરાગત ક્લાને વિકાસ ઘટયો છે, પણ એ દરેકમાં પશ્ચિમની અસર નીચે કેટલાક નવા ઉન્મેષ પ્રગટયા છે. આ કાલનાં મંદિરામાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરાએ કલાઓમાં કરેલું પ્રદાન ખાસ નોંધપાત્ર છે. છેલ્લા પ્રકરણમાં ચિત્રકલા ઉપરાંત નૃત્યકલા, નાટચકલા તથા સંગીતકલાના જૂનાનવા પ્રવાહેાની પણ સમીક્ષા કરવામાં આવી છે તે એના પરિશિષ્ટમાં એ કાલની વિવિધ હુન્નર–ક્લાના પરિચય આપ્યા છે.
આ કાલને લગતી ઇતર પ્રવૃત્તિઓમાં પુરાતત્ત્વ—ખાતાનાં તથા મ્યુઝિયમાનાં પગરણ થયાં તેની સમીક્ષા અહી ગ્રંથના અંતે પરિશિષ્ટ ૧ અને ૨ માં રજૂ કરવામાં આવી છે. વળી આ કાલ દરમ્યાન સમાજ, ધર્મ, સાહિત્ય, કલા વગેરે ક્ષેત્રોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની જે ઘેરી અસર પ્રસરી તેનું વિહંગાવલોકન પણુ કરાવવામાં આવ્યું છે (પરિશિષ્ટ ૩). આમ આ ગ્રંથમાં અગાઉના ગ્રંથાના લગભગ સર્વ વિષય ચાલુ રહ્યા છે; એટલું જ નહિ, એ ઉપરાંત કેટલાક નવા વિષયાનુ પણ ઉમેરણ થયુ' છે. છેલ્લા બે પ્રથાની આયેાજનામાં સલાહકાર સમિતિના