SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાળ ev ઝંખના હતી, બૌદ્ધિકતા અને વૈજ્ઞાનિક્તા એમાં ભારાભાર હતી. વિટારિયન યુગના ઉદારમતવાદના એ પડધા પાડતું હતું. આ સઘળા ભાવેાથી નવી કેળવણી પામનારાનું ચિત્ત ધ્રુલિત થયા વિના રહી શકે જ કેવી રીતે? પણ આ બધાં મૂલ્યા અને ભાવે। ભારતીય સંસ્કૃતિની રગમાં પણ પડેલાં હતાં, તેથી સ્વાભાવિક ક્રમે એને અનુકૂળ પડધા પડયો. અલબત્ત, આ મૂલ્યેા વિદેશી અને વિધમી આક્રમણ્ણા અને પરચક્રના પ્રવન દરમ્યાન તેમજ ત્રાસ અને ભય પ્રસરાવનાર અનવસ્થા દરમ્યાન વિસારે પડયાં હતાં, જીવન કુંઠિત થયું હતુ., રૂઢિએએ લગભગ પ્રાકૃતિક નિયમાનું સ્થાન લીધું હતું અને વ્યવહારા સીમિત બની ગયા હતા. બાળમરણુ, બાળલગ્ના, વિધવાની અસહાયતા, રૂઢિજડતા, વહેમ, દૂધપીતીના રિવાજ, સ્ત્રીનું દાસત્વ, સતી થવાના રિવાજ, નિરક્ષરતા, પ્રમાદ, વિધિવશતા, દારિદ્ય આદિના અભિશાપથી ભારતીય જીવન ઠીંગરાઈ ગયું હતું. અચાનક પશ્ચિમનુ જે સાંસ્કૃતિક ક્રિમણ થયું. તેણે મુક્તિનાં દ્વાર ખાલી આપ્યાં, પ્રજા, નંદે નોંધ્યું છે તેમ, “બહાવરું બહાવરું જોવા લાગી.” પણ એક સૈકાની અવધમાં તા એણે પેાતાની સાંસ્કૃતિક ભૂમિકાએથી આ નવતર સ ંસ્કૃતિનાં લક્ષણુ ડાંસભેર આત્મસાત્ કરવા માંડયાં. પરિવર્તનના સંદર્ભ" પરચક્રના હતા, પરંતુ અંગ્રેજો ભારતીયેાના સહકારથી જ રાજ્ય ચલાવી શકે એમ હતું તેથી ઉદારમતવાદી સંસ્થાએ અને પ્રણાલીએની કેળવણી પ્રજાને અનાયાસે મળવા માંડી, જે ભારતીય સંસ્થાઓ અને પ્રણાલીઓ જીવંત હતી તેઓએ પણ કરવટ બદલવા માંડી, પરચક્ર હેઠળ જે નિશ્ચિતતા અને નિશ્ચિંતતા પ્રાપ્ત થઈ તેનાથી જીવનને સ ંસ્કારાભિમુખ થવાના આરતા જાગ્યા. પરિવર્તનનું આર્થિક રૂપ મૂડીવાદ અને ઉદ્યોગવાદ તરફ ઝૂકતું હતું. લપતરામે એને ચાગ્ય રીતે હુન્નરખાનની ચડાઈ”નું નામ આપ્યું હતું, જીવનના સંતામુખી ઉત્કર્ષી માટે નર્મદને પણ ઉદ્યોગનું જ નેતરું ખપતું હતું. પૂ ધ વિશે ઠેક પાડવામાં આવતા હતા, પણ સમાજને ઇષ્ટ એવી આર્થિક સમાનતા કે “હિંદ સ્વરાજમાં ગાંધીજીએ પ્રગટ કર્યા હતા તેવા ક્રાંતિકારી વિચારને આવવાને હજી વાર હતી. એનું સામાજિક રૂપ સંસારસુધારા હતા, બાળલમને વિરાધ, કન્યાકેળવણી, પરદેશગમન, ખાટી રૂઢિઓ સામે પ્રહારા, વહેમ, મંતર, ટુચકા દિને બુદ્ધિવાદના પડકાર વગેરે એનાં ખાલ રૂપ હતાં. વ્યક્તિસ્વાત ંત્ર્ય અને ભાવાશિવ્યક્તિની
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy