________________
પાશ્ચાત્ય સંસ્કૃતિ: પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત પ્રોજન સમજાવતાં નર્મદે જે ઉદ્ગારો કાઢેલા તેમાંથી સર્વામુખી પરિવર્તનની નાનકડી છબી ઊપસી રહે છેઃ
વહેમરૂપી અગાસુરના મહેડામાં અજ્ઞાન અને ભોળા થઈ ગયેલ દેશીઓ પડેલા છે તેઓને તેમાંથી જીવતા કાહાડી ઠેકાણાસર આણનાર કોઈ ધર્મ સભારૂપી કૃષ્ણ (આકર્ષણ કરનારી) શક્તિ જોવામાં આવતી નથી માટે એ શક્તિને શોધવી–એક ધર્મ સભા ઉભી કરવી, ને તેને ઉદેશ એવો હોવો કે ધર્મરૂપી ગળીમાં આજકાલ ઘરઘરનું જમાવેલું વાસી દહીં એકઠું થયેલું છે તેને વિવેકબુદ્ધિ રૂપી રવૈયે એકસંપી ઉદ્યોગરૂપી નેત્રુ બાંધી ખૂબ જ વવવું અને શુદ્ધ માખણ કાહાડવું અથવા ધર્મનીતિ સંબંધી પ્રકરણમાં જે કાંઈ સાર હોય તે યથાશક્તિ શોધવો ...”૪
૧૮૪૪ માં સુરતમાં પાંચ દદ્દાઓએ માનવધર્મસભાની સ્થાપના કરી. એમાંને “માનવ” શબ્દ મનુષ્યને–બુદ્ધિયુક્ત મનુષ્યને–કેંદ્રમાં સ્થાપે છે. સાહિત્યના કેંદ્રમાં ઈશ્વર ઉપરાંત માનવને સ્થાપવાના વલણને પણ આ એક સંકેત છે.
૧૮૫૫ માં કરસનદાસ મૂળજીએ “સત્યપ્રકાશ” સામયિક પ્રગટ કર્યું અને ધર્મને નામે આચરાતા પાખંડ સામે તીખા પ્રહાર કરવા માંડયા.
બળવાના વર્ષમાં એટલે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તેનો પ્રભાવ ગુજરાતી જીવન અને ગુજરાતી સાહિત્ય ઉપર કેવડો મોટો છે એનું માપ કાઢવું મુશ્કેલ છે. સમસ્ત મુંબઈ ઇલાકા માટેની એક માત્ર આ યુનિવર્સિટી ઉચ્ચ વિદ્યાઓ સાથે ગુજરાતના જીવનને યોગ કરાવવાનું પ્રબળ નિમિત્ત બની. આધુનિકીકરણની ઊર્જાનું એ મુખ્ય પ્રભવસ્થાન બની રહી.
૧૮૫૭ને બળવો માંડ વરસેક પહોંચ્યા અને રાણી વિકટોરિયાના ઢઢેરાના વર્ષમાં “હેપ વાચનમાળા” તૈયાર કરીને ભણતાં થયેલાં ગુજરાતી સ્ત્રી-પુરુષને સુયોગ્ય પાઠ્યપુસ્તકો પૂરાં પાડવાને પ્રારંભ થયો. કવિ દલપતરામ એમાં જોતરાયા. આ વાચનમાળાએ ગુજરાતના નૂતન ભાવજગતનું વર્ષો સુધી ધાત્રાકર્મ કર્યું હતું,
૧૮૬૦ માં રૂઢ ધર્મસંપ્રદાય સામે સંઘર્ષ જદુનાથજી મહારાજ સાથે વિધવાવિવાહ અંગે જાહેર વિવાદ જગવવા સુધી પહોંચ્યો. બુદ્ધિ અને રૂઢિ -વચ્ચેને આ સંગ્રામ ભારે કૌતુકને વિષય બન્યો હતો. એનાથી રૂઢિવશતા ઓસરી એમ નહિ કહી શકાય, પણ એને આઘાત આપનારાં અપકવ, પણ ઉત્સાહી પરિબળને ગુજરાતના સંસ્કારજીવનને વિકસાવવામાં છે ફાળા નથી. એ જ