SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્ચાત્ય સંસ્કૃતિઃ પ્રસાર પ્રભાવ અને પ્રત્યાઘાત ભારતવાસીઓના વિચારજીવન ઉપર એને જે પ્રભાવ પડ્યો તેનાથી આંતર જીવનની સૂક્ષમ સાંસ્કૃતિક ક્રાંતિના શ્રીગણેશ મંડાયા એમ કહેવામાં અત્યુક્તિ નથી. ગુજરાતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા પછીનાં પહેલાં પચાસ વર્ષોમાં પરિવર્તન આણનારી જે ઘટનાઓ બની તેમાંની કેટલીક લાક્ષણિક ઘટનાઓ, બેંધીએ. આશ્ચર્યની વાત છે કે અહીંની ભૂમિ અને ભાષા પ્રત્યે પ્રેમ રાખનારા એવા કેટલાક અંગ્રેજોએ એમાં પહેલ કરેલી; જેમકે ૧૮૦૮ માં ડે. ડુમંડ નામના સર્જને ગુજરાતી ભાષાને નાને શબ્દસંગ્રહ તેમ નાનું વ્યાકરણ તૈયાર કરેલો તેમાં ગુજરાતી બીબાં પહેલવહેલાં વપરાયેલાં. એ પુસ્તક ઉપયોગી હતું ગુજરાત શીખવા માગતા અંગેજો માટે, પણ તૈયાર થયેલું એક ભાષાપ્રેમીને હાથે, ૧૮૦૪ માં મુંબઈમાં રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના થયેલી અને ૧૮૦૬ માં મુંબઈની લિટરરી સોસાયટીએ ભાષાઓની તુલનાત્મક અભ્યાસ માટે વિવિધ ભાષાઓને શબ્દસંગ્રહ તૌયાર કરવાની યોજના ઘડેલી. આ બધાં ઊંચાં કામ માટે વ્યાપક ભૂમિકાઓ જોઈએ તેવી રચાઈ નહોતી, પણ ભારતીય બુદ્ધિમત્તાને આ પ્રકારનાં કામ છેક અપરિચિત કે દુઃસાધ્ય નહેાતાં. આવાં કામોને પડઘો મર્યાદિત વર્તુળમાં જ ઊઠતો, પણ એનાં પરિણામ ઝમતાં ઝમતાં સાંસ્કૃતિક પુનરુત્થાન માટેની ભેય તે તૈયાર કરતાં જ હતાં. ૧૮રર માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ “મુમબઈ સમાચાર” નામે અઠવાડિક કાઢવા માંડયું. મુદ્રણયંત્ર અને વર્તમાનપત્ર ઉભય પશ્ચિમી સંસ્કૃતિની દેણ હતાં. ભલે મુંબઈથી શરૂ થયેલું, પણ આ ગુજરાતી ભાષાનું સાહસ હતું અને અર્વાચીનતાને એ એક સંકેત હતા. એ જ સાલમાં એક બીજ પારસી અરદેશર બહેરામજીએ તૈયાર કરેલું અને ફરદુનજી મર્ઝન બનજીએ છાપેલું મરેના અંગ્રેજી વ્યાકરણ પરથી તૈયાર કરેલું ગુજરાતી વ્યાકરણનું પુસ્તક પ્રસિદ્ધ થયેલું, જેમાં “અંગરેજી તથા ગુજરાતી વાકાબીઉલારી પણ હતી અને એ “ગુજરાતી લેકેને અંગરેજી બોલી શીખવા સારૂં” તૌયાર થયેલું. એક પચીસી વીત્યા પછી ૧૮૪૮ માં સ્થપાયેલી ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ ૧૮૪૮ માં અમદાવાદમાં “વરતમાંન” નામનું વર્તમાનપત્ર શરૂ કરેલું, જે કે એ લાંબું ચાલ્યું નહિ. ફરી વાર ૧૮૬૦ માં “અમદાવાદ સમાચાર” પ્રગટ થવા માંડયું. દર અઠવાડિયે બુધવારે પ્રગટ થતા સાપ્તાહિકનું લેક-દીધું નામ “બુધવારિયું હતું. ૧૮૬૩ માં સુરતમાં “ગુજરાતમિત્ર શરૂ થયું. આમ પિતાના નાનકડા જૂથ કે પ્રદેશના કેશેટામાંથી બહાર આવીને બહારના વિશાળતર જંગતા સાથે અનુસંધાન સાધવાની ભૂખ જગાડનારા આવા નાના નાના ઉપકાએ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy