SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સતિય સ પ્રશ'સાનું છે.૧૦૭ આ કવિનું ‘પ્રવાસવર્ણન' કાવ્ય ઈ. સ. ૧૮૮૬ માં રચાયું. એમાં કવિએ કચ્છના મહારાજા ખે`ગારજી ૩ જા સાથે કચ્છથી મહાબળેશ્વરના પ્રવાસ કરેલા એનું વર્ણન આવે છે. રાજા ખેંગારજીની સ્તુતિ કવિશ્રી જીવરામ ગારે કચ્છભૂપતિકવિતા'માં કરી છે. આ ઉપરાંત ખેંગારજી ૩ જાના રાજ્યાભિષેક સંબંધી કાવ્યે કવિશ્રી લધા ખારેટ, દયાશંકર શામજી, લીલાધર મારારજી, જયશંકર ક્લપતરામ, હાથીરામ પુરુષાત્તમ વગેરેએ રચ્યાં છે. ३२ શ્રી નથુરામ સુંદરજી શુકલે (ઈ. સ. ૧૮૬૧-૧૯૨૩) ભાવનગરના ગૃહિલ રાજા તખ્તસિંહજી (ઈ. સ. ૧૮૬૯-૧૮૯૬) વિશે ‘તખ્તયશત્રિવેણિકા' નામે ગ્રંથ લખ્યા. એમાં ‘સંગીતતખ્તવિનેાદુ' તખ્તયશખાવની' અને ‘તખ્તયશસંગીતસુમન' એ ત્રણ કૃતિનેા સંગ્રહ મહારાજાની હયાતીમાં યેાજાયેલા, પરંતુ એ પછી ટૂંક સમયમાં મહારાજાનું અવસાન થતાં એ ત્રિવેણિકાના પ્રકાશનમાં અંતે એ કવિની ‘તખ્તવિરહબાવની' નામે કૃતિ ઉમેરાઈ, જે તખ્તસિંહજીના અવસાન બાદ રચાયેલું અંજલિકાવ્ય છે, વળી માધવજી પ્રાગજી દવેએ લખેલુ આ રાજાનુ` વિસ્તૃત જીવનચરિત્ર પણ એ પ્રકાશનના આરભમાં જોડવામાં આવ્યું છે, ગિરાશકર દલસુખરામ મહેતા/કૃત કવિતારૂપે ગુજરાતને ઇતિહાસ’ ઈ. સ. ૧૮૭ર માં રચાયા, જેમાં અર્વાચીન ઇતિહાસમાં આ સમયનાં વડાદરા ભાવનગર જૂનાગઢ ધ્રાંગધ્રા પારખંદર નાંદાદ વાડાશિનેર લુણાવાડા ગાંડળ અને લીંબડીનાં દેશી રજવાડાંઓના ઉલ્લેખ સમાવ્યા છે. કૃતિના અંતે આપેલા ક્રાષ્ટકમાં આ કાલના ગાયકવાડી રાજ્યમાં ગણપતરાવ ખંડેરાવ મલ્હારરાવ વગેરેએ "કેટલાં વર્ષ રાજ્ય કર્યુ અનેા ઉલ્લેખ કરેલ છે. અંગ્રેજ સરકાર દ્વારા ઈ. સ. ૧૮૭૫માં વડાદરાના પદભ્રષ્ટ કરાયેલા મલ્હારરાવ ગાયકવાડ વિશે છે. સ્વતંત્ર પદ્યકૃતિઓ રચાયેલી છે તેમાંથી એક ચિમનલાલ નરસીદાસ—કૃત વડાદરાના મહારાજા મલ્હારરાવના રાસડા' (ઈ. સ. ૧૮૭૫) તથા ખીજી કૃતિ ગાવનદાસ લક્ષ્મીદાસ—કૃત ‘મલ્હારવિરહશતક' (ઈ. સ. ૧૮૭૫) છે. આ બંને કૃતિએમાં શરૂઆતમાં ગાયકવાડના જુલમેાની ટીકા થયેલી છે.૧૦૮ ખીજી કૃતિમાં રાજ્યભ્રષ્ટ થયેલા મલ્હારરાવના પદચ્યુત થવાથી રૈયતના જે દુઃખેગાર નીકળતા હતા તે પરથી કવિએ એના વિરહથી પેાતાને થયેલું દુ:ખ વ્યક્ત કર્યું છે. ભાવનગરના ગૃહિલ વંશના રાજાની કારકિર્દીનું ઝીણુવટભર્યું વર્ષો ન પ્રજ્ઞાચક્ષુ કવિશ્રી શિવદાસ નારણે ગાહિલ બિરદાવળા'(ઈ. સ. ૧૮૯૯)માં કર્યુ છે. એમાં ભાવનગર સંસ્થાનના પ્રથમ રાજ સેજકજી(ઈ. સ. ૧૨૪૦-૧૨૯૦)થી
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy