SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ બ્રિટિશ કાઉ ડિરેકટરીમાં ગુજરાતના જૂનામાં જૂના મ્યુઝિયમકચ્છ મ્યુઝિયમવિશે કશે જ. ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ! પણ એ વખતે આ મ્યુઝિયમ જાહેર જનતા માટે નાગપંચમી અને દિવાળી જેવા અગત્યના તહેવાર હોય ત્યારે જ ખેલવામાં આવતું હોવાથી ૧૯૩૬ માં પ્રકાશિત થયેલી ડિરેકટરીમાં એને ઉલ્લેખ ન હોય. એ સ્વાભાવિક છે. , ૧૯૫૮ માં શ્રી શિવરામમૂર્તિએ તૈયાર કરેલી ભારતીય મ્યુઝિયમોની. ડિરેકટરીમાં આ મ્યુઝિયમની સ્થાપના ૧૮૭૭ માં થઈ એવો ઉલ્લેખ છે, જ્યારે, જનરલ ઑફ ઇન્ડિયન મ્યુઝિયમના વૈ, ૧૧ માં સ્વ શ્રી. અમૃત પંડયા આ મ્યુઝિયમની સ્થાપના ૧૮૭૦ માં થયેલી જણાવે છે. આ મ્યુઝિયમની શતાબ્દી ૧૮૭૭ ના સ્થાપના–વર્ષ પ્રમાણે ૧૯૭૭ માં ઊજવાઈ હતી. વેંટ્સન મ્યુઝિયમ રાજકેટમાં આવ્યું છે તેની સ્થાપના ૧૮૮૮માં થઈ, ૧૮૯૪ માં બરોડા મ્યુઝિયમનું મકાન તૈયાર થયું, જેનો શિલારોપણવિધિ ૧૮૮૭ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના હસ્તે થયે હતો. સુરતમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમની સ્થાપના ૧૮૯૧ માં થઈ હતી, ભાવનગરમાં બાર્ટન મ્યુઝિયમની સ્થાપના ૧૮૯૫ માં થઈ હતી. ૧૯૫૮ માં શ્રી શિવરામમૂતિએ તૈયાર કરેલી ભારતીય મ્યુઝિયમની ડિરેકટરીમાં જૂનાગઢ મ્યુઝિયમની સ્થાપના ૧૯૦૧ માં થઈ હતી એમ જણાવ્યું છે, જ્યારે ૧૯૩૬ માં પ્રકાશિત થયેલી ભારતીય મ્યુઝિયમની ડિરેકટરીમાં આ મ્યુઝિયમની સ્થાપનાનું વર્ષ લગભગ ૧૯રપ આપ્યું છે." આ મ્યુઝિયમ વિશે હવે આપણે સંક્ષિપ્ત પરિચય મેળવીએ: ૧, ફર્ગ્યુસન મ્યુઝિયમ, ભૂજ ગુજરાતના આ સૌથી પ્રાચીન મ્યુઝિયમની સ્થાપના કેવી રીતે થઈ એ અંગેની માહિતી ૧૮૮૪ ના કચ્છ દરબારના ગેઝેટમાંથી મળે છે. મહારાજ મહારાઓશ્રી ખેંગારજી ત્રીજાના શાસનકાલ દરમ્યાન આ મ્યુઝિયમની સ્થાપના થઈ. ભૂજમાં મહારાજા માટે મહેલ બંધાઈ રહ્યો હતો ત્યારે નજીકમાં આર્કિટેક્ટની ઑફિસ માટે એક નાનું મકાન બાંધવામાં આવ્યું હતું. મહેલ પૂરેપૂરો બંધાઈ ગયા પછી આર્કિટેક્ટની ઓફિસની જરૂર ન રહી, આથી આ મકાનમાં પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું. આ મકાનના ઉપલા માળે મહારાવશ્રીને ભેટ મળેલી કલાકૃતિઓ રાખવામાં આવી. આ જ મકાનમાં પહેલી જુલાઈ, ૧૮૭૭ થી શ્રી. જે. ડી. એક્ઝાન્સની આચાર્ય તરીકે નિમણુક કરી એક લલિતકળાની સ્કૂલ(આર્ટ સ્કૂલ)ની સ્થાપના કરવામાં આવી. આ સ્કૂલના આ ઉત્સાહી આચાર્ય કલાકૃતિઓના સંગ્રહને વર્ગીકૃત કરી વ્યવસ્થિત ગોઠવ્યા. ૩૦મી નવેમ્બર,
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy