SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કા સને ૧૯૧૨-૧૩ના અહેવાલમાં જણાવેલ છે કે શ્રી ગિ. વ. આચાર્ય શિયાળા બેટનું પુરાતત્વીય ક્ષેત્રાન્વેષણ કરેલું હતું, પરંતુ અન્વેષણના વૃત્તાંતમાં મહદશે. સ્થાનિક કથાઓનું વર્ણન આપેલું છે. () સ્થાપત્યકીય સ્મારક સને ૧૮૩૮ પહેલાં જ જેમ્સ ટોડે ભાવી સકે અને પુરાવેષકે માટે કેડી કંડારવાનું કામ કરી રાખેલું હતું. “ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા' નામનું એમનું પુસ્તક સને ૧૮૩૮માં લંડનથી પ્રસિદ્ધ થયું હતું. જેમ્સ ટોડે ઈસુની ૧૮મી સદીના પ્રથમ ચરણમાં પશ્ચિમ ભારતને પ્રવાસ ખેડેલ હતા. ૧૮૨૨ માં એમણે જૂનાગઢની મુલાકાત લીધી હતી અને ગિરનારની તળેટીમાંના અશોક-શૈલલેખે તરફ ધ્યાન દોર્યું હતું. જૂનાગઢની કેટલીક શૈલેન્કીર્ણ ગુફાઓમાં અશકીયા બ્રાહ્મી લિપિના અક્ષર કોતરાયેલા હોવાનું એમણે જોયેલું એમ નેંધતાં જેમ્સ બજે , “કઈવ ટેમ્પલ્સ ઑફ ઈન્ડિયા”માં જણાવે છે કે પાછળથી એ અક્ષરાંકિતા ભાગ નષ્ટ થઈ ગયેલા હતા. રાજકોટના વસન સંગ્રહાલયના સને ૧૯૧૨–૧૩ના વાર્ષિક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભાવનગર જિલ્લાના કળસાર ગામે આવેલ “વશીનું દેવળ” બે ખંડનું છે. હકીકતમાં આ પ્રાલંકીકાલીન મંદિરનું ફક્ત ગર્ભગૃહ જ અવશિષ્ટ છે.) પુરાતત્ત્વનાં પગરણના સંદર્ભમાં એટલું કહેવું જરૂરી છે કે જેમ્સ બજેસે સૌરાષ્ટ્રની શૈલકી ગુફાઓને અભ્યાસ સ્થાનિક નુકલાતત્ત્વને ધ્યાનમાં રાખીને કરવાનું સૂચન તે કર્યું છે, પરંતુ પોતે આર્ય આદિ જાતિ અને બીજેના –બ્રાહ્મણદિ ધર્મોના સંદર્ભમાં જ ચર્ચા કરી છે. સમક્ષિત સમયગાળા સ્થાપત્યકીય મારક સર્વેક્ષણને યુગ હતો એ પણ ધ્યાનમાં રાખીએ. (ચ) મૂર્તિકલા શિલ્પકલાનાં ત્રણ અંગઃ દેવ–મનુષ્ય-પશુ–પંખીની આકૃતિઓ, પ્રાકૃતિક આકૃતિઓ અને ભૌમિતિક આકૃતિઓ. આ ત્રણેની ચર્ચા સ્થાપત્ય સર્વેક્ષણમાં વત્તેઓછે અંશે થતી હોય છે, પરંતુ એમાંથી મૂર્તિકલા જુદી માવજત માગી લે છે. - પં ભગવાનલાલ ઇંદ્રજીએ મૂર્તિ કલા ઉપર પણ પ્રદાન કરેલ છે. મુંબઈની રોયલ એશિયાટિક સેસાયટી' ને મુખપત્રમાં એમના એ અંગે લેખ પ્રસિદ્ધ થતા હતા.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy