SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં પુરાતત્વનાં પગરણ ૫ ૧૯૦૧ નવેમ્બરની ૨૮મી તારીખે સેક્રેટરી ઑફ સ્ટેટ તરફથી પાંચ વર્ષ માટે પૂર્વોક્ત દરખાસ્તને મંજૂરી અને જહેન માર્શલની મહાનિર્દેશક તરીકે નિમણૂક કરવા નિર્ણય. ૧૯૦૨ આજનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ નામનું ખાતું અસ્તિત્વમાં આવ્યું.. માર્શલ ફેબ્રુઆરીની ૨૨ મી તારીખે ભારતમાં આવી ગયા અને ૧૮૬૧ થી શરૂ થયેલ સુષુપ્ત પ્રવૃત્તિઓમાં નવા પ્રાણને સંચાર થયે. ૧૯૦૪ માર્શલે નેંધેલ હતું કે પુરારક્ષણકાર્યો સરકારથી ન તે બંધ કરાયા કે ન જાહેર બાંધકામ ખાતાને સૈપાય. પુરાતત્વીય અધિકારીઓનાં કામ અન્ય માધ્યમથી થઈ શકે જ નહિ. ૧૯૦૪ પ્રાચીન સ્મારકના સંરક્ષણ અધિનિયમ ઘડાયો. ૧૯૦૬ એપ્રિલની ૨૮મી તારીખના સરકારી ઠરાવથી “મુંબઈ વર્તુળનું નામ બદલીને ફરીથી પશ્ચિમ વર્તુળ” રાખ્યું. વ૬ મથક શરૂઆતમાં મુંબઈ, પાછળથી પુણે અને ૧૯૫૧ અને ૧૯૬૦ વચ્ચે વડોદરા ખસેડાયેલ, જે હાલ પણ ત્યાં છે. ૧૯૧૪-૧૬ હિંદી મૂર્તિવિધાન ઉપર ગોપીનાથ રાવનાં પ્રકાશન પ્રસિદ્ધ થયાં. ૩. વિવિધ પુરાતત્વીય કામગીરી (ક) પ્રાગૈતિહાસિક પુરાતત્વ ભારત અને ગુજરાતમાં પ્રાગૈતિહાસિક આદિમાનવસર્જિત પ્રસ્તર–ઉપસ્કરે પ્રથમ વાર શોધી કાઢવાનું માન ભૂસ્તરશાસ્ત્રીઓને ફાળે જાય છે. આદિમાનવ– નિર્મિત પથ્થરનાં ઓજાર બહુધા નદીતટેથી મળતાં. હાઈ પુરાની તલવેદિકાના રચનાકાલના સંદર્ભમાં પથ્થરનાં ઓજારોનું સમયાંકન થાય છે. સમીક્ષિત સમયગાળામાં ભૂસ્તરીય તૃતીયક કલ્પના અંતિમ શ્વાસીન યુગ, અને ચર્તુથક કલ્પના પ્રથમ પ્લાસ્ટાલિન યુગ વચ્ચેની ભેદરેખા સુસ્થાપિત થઈન, હોવાથી પુરા પ્રસ્તયુગીય અવશેષોને ચર્તુથક કલ્પના માનવામાં આવતા હતા, પરિણામે બ્લેક ફોર્ડ નામના વિદ્વાને, ગોદાવરી–નર્મદા-નદીતલવેદિક ઉપરથી મળેલા પ્રસ્તર ઉપસ્કરોના સંદર્ભમાં ૧૮૬૭ માં જાહેર પણ કરી દીધેલ કે અમારે એમ કહેવું પડે એમ છે કે યુરોપ કરતાં ભારતમાં માનવનું અસ્તિત્વ ઘણું વહેલું શરૂ થયું હોવાના પુરાવા અમારી પાસે છે. ૧૮૯૩ માં . બુસ ફટે જાહેરક રેલું કે સાબરમતીના ઉત્તર પ્રદેશમાં પ્રાગૈતિહાસિક માનવનાં બનાવેલાં પથ્થરનાં ઓજાર મળે છે. આમ છતાં ૧૯૪૦ સુધી એમ મનાતું હતું કે ગુજરાતને પ્રાગૈતિહાસિક ભૂતકાલ નથી.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy