SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ગુજરાતમાં પુરાતત્ત્વનું પગરણ ૧ પુરાતત્ત્વ: વ્યાખ્યા કાર્યક્ષેત્ર અને અન્ય શાસ્ત્ર સંબંધ પુરાતત્વ એટલે પ્રાચીન સંસ્કૃતિ સભ્યતા અને પુરાવશેષને એના નિર્માતા-- એને અને નિર્માણનાં કલા તકનીકી અને વિજ્ઞાનને તત્કાલીન માનવ–સમાજજીવનના સંદર્ભમાં અભ્યાસ પુરાતત્વમાં પ્રાચીન માનવ–નિર્મિત તમામ ચીજવસ્તુઓની નિર્માણકલાનાં આદિ વિકાસ દ્વારા ઉપયોગ સ્થાન આદિને સમાવેશ થઈ જાય છેઃ પરંતુ એમાંયે નીચેની બાબતોને ખાસ સમાવેશ થાય છે: પથ્થર અને અસ્થિમાંથી બનાવેલાં સાધન, માટીકામ, લિપિ અભિલેખ મુદ્રા મુદ્રાંકન સિક્કા વાસ્તુ સ્થાપત્ય શિ૯૫ મતિ ભાષા વ્યુત્પત્તિ આદિ. આ ઉપરાંત લેકમને વિજ્ઞાન, પ્રાણીઓની સહજ વૃત્તિઓ, તર્ક શાસ્ત્ર ઉદ્યાનકલા વનસ્પતિ–વિજ્ઞાન રેખાકારી અર્થઘટનક્ષમતા લેખનચાતુર્ય પ્રકાશન–કલા, પુરાતત્વીય કાયદા-કાનૂન અને પુરારક્ષણવિજ્ઞાન આદિનું જ્ઞાન પણ પરમ આવશ્યક ગણાય છે. સાંપ્રતકાલીન નવપુરાતત્વવિજ્ઞાનમાં ઉપર્યુક્ત તમામ બાબતોને સમાવેશ થાય છે, પરંતુ સમક્ષિત સમયગાળા (ઈ.સ. ૧૮૧૮ થી ૧૯૧૪) દરમ્યાન આ તમામ બાબતોનાં પગરણ ન થયો હોય એ સહજ છે. ૨, ગુજરાતના સંબંધમાં વર્ષવાર કામગીરી ભારતમાં પુરાતત્વીય ક્ષેત્રાન્વેષણો (અં. એકસપ્લોરેશન્સ) શરૂ કરવાને વિચાર માત્ર સને ૧૭૭૪ માં આવેલ હતો. ત્યાર પછી એક દાયકા બાદ કામગીરી શરૂ થયેલી હતી. એમાંથી કેટલીક કામગીરી સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ગુજરાત અને સમીક્ષિત સમયગાળે સંકળાયેલાં હતાં. વર્ષવાર એનું વિહંગાવલોકન કરી જોઈએ : ૧૭૮૪ જાન્યુઆરીની ૧૫મી તારીખે કલકત્તામાં “રોયલ એશિયાટિક સોસાયટી' ની સ્થાપના થઈ. ૧૭૮૮ થી ઉક્ત સંસ્થાએ “એશિયાટિક રિસચીઝ નામના સામયિકની શરૂ આત કરી. ચાર્લ્સ વિકિસે ગુપ્ત અને કુટિલ લિપિ ઉકેલવાની ચાવી શોધી કાઢી.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy