SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાલ સારાં ચપ્પ બનતાં હતાં. જામનગરમાં પિત્તળનાં તાળાં અને બટને બનાવવાને ઉદ્યોગ હાલ ચાલે છે. મેટાં શહેરોમાં ડ્રન્ક બેલદી કબાટ, યંત્રોના ભાગ વગેરે લુહાર તથા વેરાઓ બનાવે છે. અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર એમાં. મુખ્ય છે. ૧૨ કંસારાને મુખ્ય વ્યવસાય ત્રાંબા પિત્તળ તથા કાંસાનાં વાસણ બનાવવાને છે. અગાઉ લગ્ન પ્રસંગે કન્યાને પિતૃપક્ષ તરફથી ઘણું વાસણ અપાતાં હતાં. ચરોતરની પાટીદાર કામમાં આ રિવાજ વધારે પ્રચલિત હતું. આ ઉદ્યોગનાં નડિયાદ ડભોઈ સુરત આમોદ ખંભાત નવસારી વીસનગર ધ્રાંગધ્રા વઢવાણ જોરાવરનગર શિહેર મુખ્ય કેન્દ્ર છે. બેડાં ગોળી લેટા પ્યાલા કપ દીવી કડાં રકાબી થાળી, તપેલાં વાટકા ત્રાસક પવાલો છાલિયાં વગેરે ત્રાંબા-પિત્તળનાં પતરાંમાંથી બનાવે છે. આ પતરાની પરદેશથી આયાત કરાય છે. મોટા ભાગે અગાઉ ઘડતરનાં વાસણ કંસારા ઘેર રહીને બનાવતા હતા. કોઈ સ્થળે કારખાનામાં પોલિશવાળો માલ પણ બનતા હતા. શિહેરમાં પિત્તળની હીંચકાની સાંકળ તથા ઘડતરનાં વાસણ સારાં બને છે. અમદાવાદ નવસારી. બીલીમોરા અને શિહેરમાં હાલ યંત્રસંચાલિત કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં છે. કાંસાને વપરાશ ઘટી ગયો છે. એલ્યુમિનિયમનાં વાસણ ગ્રામવિસ્તારમાં વપરાય. છે, પણ એની બનાવટ ગુજરાતમાં થતી નથી. આ સિવાય જર્મન સિલ્વરનાં વાસણ પણ પ્રચલિત હતા.૧૩ સેનારૂપાનાં ઘરેણાં સને લેક બનાવે છે. ગામડાં તથા શહેરમાં સોની જ્ઞાતિના લેકા આ ધંધો કરે છે. અમદાવાદ વડોદરા સુરત નડિયાદ પાટણ ઈડર રાજપીપળા રાધનપુર વલસાડ ભરૂચ પાલનપુર અને બોરસદ આ ઉદ્યોગના મહત્વનાં મથક છે. તેની લેકે પોતાની દુકાન કે ઘરમાં કામ કરે છે. સ્ત્રીઓને ઘરેણાંને, મેહ હોઈને તેની લેકને ધંધો બારે માસ ચાલે છે. કચ્છનું રૂપાનું કારીગરીકામ તથા મીનાકામ ખૂબ જ જાણીતું છે. મૂળ આ ધંધે રામસિંહજી માલમે ડચ. કારીગરો પાસેથી શીખીને દાખલ કર્યો હતો. ૧૪ પ, અકીકના ઉદ્યોગ ખંભાતને અકીકની વસ્તુઓ બનાવવાને ઉદ્યોગ પ્રાચીન સમયથી જાણીને છે. મુઘલ સમય દરમ્યાન આવેલા પરદેશી પ્રવાસીઓએ આ ઉદ્યોગને ઉલેખ કર્યો છે અને વર્ણન કરેલ છે. અકીકના પથ્થર નર્મદા પર આવેલા ઝઘડિયા તાલુકાના રતનપર કે અંકલેશ્વર તાલુકાના અડાદરામાં, ખેડા જિલ્લામાં કપડવંજ અને સૌરાષ્ટ્રમાં મેરખી અને રાણપુર પાસેથી નીકળે છે.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy