SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર નૃત્ય નાટય અને સંગીત : સૌરાષ્ટ્રમાં જે સ્વામિનારાયણ મંદિર બાંધવામાં આવ્યાં તેઓનાં શિલ્પમાં અને ચિત્રોમાં નર્તકે અને વાદકનું આલેખને જોવા મળે છે જેન અને જૈનેતર, ધાર્મિક પટમાં પણ જુદાં જુદાં વાઘોનું આલેખન જોવા મળે છે. રાજવીઓના મહેલનાં ભિત્તિચિત્રોમાં પણ નૃત્ય અને સંગીતના જલસાના આલેખનમાં તેમજ રાજસવારી કે યુદ્ધના આલેખનમાં વાદ્યોનું નિરૂપણ જોવા મળે છે. આ વાદ્યોમાં મૃદંગ ઢોલ નગારું ડમરુ વીણું સરોદ એકતારે તંબુર વાંસળી, શંખ શરણાઈ ભૂંગળ રણશીંગુ ઇત્યાદિનું આલેખન આ સમયમાં સંગીતનાં પ્રચલિત વાદ્યોને ખ્યાલ આપે છે. ગુજરાત-સૌરાષ્ટ્રની લેકકલામાં પણ દેવ-દેવીઓનું આલેખન વાદ્યો સાથે જોવા મળે છે, જેમકે સરસ્વતી વીણા સાથે, શિવ ડમરુ સાથે, કૃષ્ણ બંસરી સાથે, ઇત્યાદિ. આ સમયગાળામાં રજૂ થતાં ગુજરાતનાં લેકનૃત્ય અને લોકસંગીતમાં એક્તારો જંતર રાવણહથ્થો ઢોલ મંજીરાં ભૂંગળ અને વાંસળીને ઉપયોગ કરવામાં આવતા. આદિવાસી પ્રજા પણ પિતાનાં નૃત્યમાં ચંગ, શરણાઈ, જંતર, તાડપું, ડબ, નરહિલ, ધાંગળી, મલંગી નામનાં વાઘને ઉપયોગ, કરતી હતી, ગુજરાતમાં ચિત્ર નૃત્ય નાટય સંગીતને ઘણે વિકાસ આ સમયગાળામાં થયો હતો એમ નિશંક કહી શકાય. ગુજરાતની પ્રજાને સંસ્કારિતાને આપ આપવામાં આ કલાઓના ખેડાણે નેંધપાત્ર પ્રદાન કર્યું છે. પાદટીપ ૧. હીરાલાલ ત્રિ. પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', પૃ. ૪૩ ૨. રવિશંકર મ. રાવળ, ગુજરાતની સાંપ્રત ચિત્રકલાનું વિહંગાવલોકન', કલાઅંક, “કુમાર” સળંગ અંક ૫૨૮, પૃ. ૩૬ ૩. રવિશંકર મ. રાવળ, એજન પૃ. ૩૭ 8. U. P Shah, 'Treasures of Jain Bhandaras”, p. 40 ૫. ખેડીદાસ પરમાર, શિહેરના રામજી મંદિરનાં ભીંતચિત્રો', “કુમાર”, સળંગ અંક ૫૬૫, પૃ. ૧૮-૨૦ ૬. રામસિંહજી રાઠોડ, કચ્છનાં ભીંતચિત્રો', “કુમારને કલા અંક પ૨૮, પૃ. ૯૭-૧૦૩ ૭. સ્વ. સાક્ષર દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ શતાબ્દી ગ્રંથ, નાટકને “પ્રારંભ' ૮. ધનસુખલાલ મહેતા, “નાટકની ભજવણી', “ગુજરાતની નાટથ શતાબ્દી મહત્સવ સ્મારક ગ્રંથ", પૃ. ૧૯ ૯. રમણલાલ વસંતલાલ દેસાઈ, “રંગભૂમિ', “રંગભૂમિ પરિષદનું પહેલું અધિવેશન", પૃ૩૪ ૧૦. ચંદ્રવદન મહેતા, “નક્કર હકીક્તને ટૂંક સાર”, “ગુજરાત નાટથશતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ", પૃ. ૧૬
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy