SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાકા નાટકને ઘણી સિદ્ધિ અને પ્રસિદ્ધિ અપાવી શક્તા હતા. શરૂઆતના દિવસોમાં જ્યારે સ્ત્રીઓ રંગભૂમિ ઉપર ભૂમિકા ભજવતી ન હતી ત્યારે આ કેમના નટોએ સ્ત્રી પાત્રોની ભૂમિકા સફળ રીતે ભજવી હતી, જે ભૂમિકાઓ એમનાં નામ સાથે જોડાઈ ગઈ હતી. દા. ત., જયશંકર “સુંદરી,” ત્રીકમ “કુમુદ,” સોમનાથ. “કલ્યાણ,પ્રભાશંકર “રમણી,” ભોગીલાલ “માલતી” ઈત્યાદિ. આ હકીકત સમજાવતાં સને ૧૯૩૭ માં અમદાવાદમાં ભરાયેલી રંગભૂમિ પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ સ્વ. રમણલાલ વસંતલાલ દેસાઈએ પિતાના વ્યાખ્યાનમાં જણાવેલું: “ભવાઈ એ ગુજરાતે જ ઊભી કરેલી નાટયરચના છે. એને આપણે ભલે હસી કાઢીએ. કઈ પણ અસભ્ય કે અણગમતા પ્રસંગને તિરસ્કારવા માટે તેને ભવાઈ સાથે ભલે સરખાવીએ, પરંતુ ગુજરાતની રંગભૂમિના ઇતિહાસકારથી ભવાઈને, બાજુએ મુકાય એમ નથી. એમાંથી જ નવીન રંગભૂમિએ મોટે ભાગે પિતાને. નટવર્ગ મેળવ્યો છે, એમાંથી નવીન રંગભૂમિને કેટલુંક સુંદર સંગીત અને કેટલાક સુંદર સંગીતકાર મળ્યા છે. નવીન રંગભૂમિ આ ભવાઈને લીધે ઘણાં તૈિયાર સાધનોનો ઉપયોગ કરી શકી.”૯ ગુજરાતની રંગભૂમિને નાયક-ભોજક, કેમ ઉપરાંત પારસી બ્રાહ્મણ બ્રહ્મભટ મુસ્લિમ મીર વગેરે કામમાંથી પણ ઉત્તમ નટ મળ્યા છે. નોંધવા લાયક એક બાબત એ છે કે ઉત્તર ભારત અને મહારાષ્ટ્રમાંથી કેટલાક નટોએ ગુજરાતી રંગભૂમિ ઉપર કામ કરીને ઉજજ્વળ ખ્યાતિ મેળવી હતી. ઈ.સ. ૧૮૭૫ પહેલાં મુંબઈમાં તખતા ઉપર ઉતરનાર સૌ પ્રથમ યુરોપીય. સન્નારી કુ.મેરીન્ટન હતી. પારસણ ઉપરાંત વાણિયણની ભૂમિકા ભજવીને એ વાહવાહ પોકારાવી હતી. વાણિયણ તરીકે એણે તખતા ઉપર કૂટવાને આબાદ અભિનય કર્યો હતો.૧૦ આ પછી ગૌહર મોતીજન આગાખાન મુન્નીબાઈ મોતીબાઈ વગેરે નીઓએ ગુજરાતી રંગભૂમિને પિતાનાં અભિનય અને સંગીત, વડે સમૃદ્ધ કરી. રંગભૂમિની શરૂઆતની કારકિર્દીના નટ–નટોની આટલી વિગતે પછી આ સમયમાં મુંબઈ અને અમદાવાદમાં બાંધવામાં આવેલાં પાક થિયેટરની વિગતો તપાસીએ. થિયેટરો-નાટયગ્રહાન બાંધકામ | ગુજરાતી નાટક અને રંગભૂમિને વિકાસ ભવાઈમાંથી નહિ, પરંતુ પશ્ચિમની કેળવણી અને સભ્યતાના પ્રભાવ હેઠળ થયો છે. આ સમયગાળામાં બંદર તરીકે સુરતની પડતી થઈ હતી અને મુંબઈને વિકાસ થયે હતા. મુંબઈમાં અંગ્રેજોની વસ્તી ઠીક ઠીક હતી. મુંબઈમાં પહેલવહેલું નાટ્યગૃહ બાંધવામાં આવ્યું તેને ઇતિહાસ છે. મુંબઈમાં અંગ્રેજો માટે થિયેટર હોવું જોઈએ એમ.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy