SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ બ્રિટિશ કે વિજ્ઞપ્તિપત્રોની ચિત્રકલા જૈન પરંપરામાં એક રિવાજ એવો છે કે જેન આચાર્યો અને મુનિઓને જુદાં જુદાં શહેરો કે નગરોના જૈનસંધ પિતાને ત્યાં પર્યુષણ કરવા તથા ચાતુર્માસ ગાળવા માટે નિમંત્રણ આપતા. આ નિમંત્રણપત્ર વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવતાં અને એમાં ચિનું આલેખન પણ કરવામાં આવતું, ચિત્રમાં ધાર્મિક અને નગરને મહિમા બતાવતાં ચિત્ર આલેખવામાં આવતાં નગરજને જૈન સાધુઓનાં દર્શન કરવા અને એમનાં વ્યાખ્યાન સાંભળવા માટે કેટલાં ઉત્સુક છે એનું વર્ણન કરવામાં આવતું. પિતાને શહેર કે નગરમાં કેવા પ્રકારની સગવડો અને સુવિધાઓ છે એનું વર્ણન પણ કરવામાં આવતું. નગરની ભૌતિક અને કુદરતી. સમૃદ્ધિનું સચિત્ર વર્ણન કરવામાં આવતું. આ પ્રકારના નિમંત્રણને જૈન પરિભાષામાં “વિજ્ઞપ્તિપત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ વિજ્ઞપ્તિપત્રો અને એમાંનાં ચિત્ર ઉપરથી આપણને એ સમયની સામાજિક ધાર્મિક આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિને ખ્યાલ આવે છે. લેકિનાં પહેરવેશ અલંકારે વાહનવ્યવહાર ઉપકરણ વગેરેની માહિતી એમાંથી પ્રાપ્ત થાય છે. આ રીતે વિજ્ઞપ્તિપાનું મૂલ્ય ઘણું મોટું છે. આ વિજ્ઞપ્તિપમાં સાલ અને તિથિ હોવાથી એનું એતિહાસિક મહત્વ ઘણું છે. જ્ઞાનપાટનાં ચિત્ર આ સમયમાં હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનોપાટ તૈયાર કરવામાં આવતી તેઓમાં પણ ચિત્રોનું આલેખન કરવામાં આવતું. આ એપાટમાં દેવકનું સર્પોનું સીડીઓનું તથા નવગ્રહનું તેમજ જીવનિઓનું આલેખન કરવામાં આવેલ છે. વિ.સં ૧૯૦૯(૧૮૫૨–૫૩)માં ચિત્રિત થયેલી જૈન જ્ઞાનોપાટ અમદાવાદના લાદ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. જૈન સાધુઓ શ્રાવકને આ જ્ઞાનપાટ દેખાડી જુદી જુદી વનિઓ, વિવિધ પ્રકારના દેવક, સ્વર્ગ અને નરક તેમજ મોક્ષને ખ્યાલ આપતા હતા. આવી. જ્ઞાનપાટ હિંદુ પરંપરામાં પણ તૈયાર કરવામાં આવતી હતી. જ્ઞાનચોપાટમાં ૮૪ કોઠાઓનું આલેખન એ ૮૪ લાખ જીવયોનિઓનું પ્રતીક છે. આજે આ જ્ઞાનચોપાટથી સાપબાજી તરીકે રમવામાં આવે છે. સાપબાજી રમતી વખતે પાસાના આંક પ્રમાણે કાઠામાં કૂકરી મૂકવાની હોય છે. જે તે કોઠાના ચિત્રમાં બતાવેલ. સાપ કે સીડી પ્રમાણે તમારું પતન કે આરહણ થતું હોવાનું મનાય છે. હિંદુ પટોની ચિત્રકલા અમદાવાદના લાદ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં શિવવંદ્ર જી શાથી”
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy